________________
-
-
-
-
--
-
-
-
-
--
બાલચન્દ્રા લંભક
[ ૩૪૧ ]
આ પ્રમાણે (વાયુધના મુખેથી) સાંભળીને રત્નાયુધ રાજાએ શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો અને જીવન પર્યત માંસવિરતિ ગ્રહણ કરીને, પિતાને વંદન કરીને તે નગરમાં પ્રવેશ્યો. રાજ્યમાં તેણે અમારિ–પટલની ઘોષણા કરી, અને ઉત્તમ શીલવતેમાં રત એ તે માતાની સાથે રાજ્યનું શાસન કરવા લાગે. પાંચ પ્રકારની ભાવના વડે ભાવિત આત્માવાળા વજાયુધ જિનક૯૫ સ્વીકાર્યો.
અજગર-નારક પણ પાંચમી પૃથ્વીથી ઉદ્વર્તિત થઈને ચક્રપુર નગરમાં જ દારુણ કસાઈની કટ્ટા નામે ભાર્યાને અતિકષ્ટ નામે પુત્ર થયોઅનુક્રમે મોટો થયેલ અને પ્રાણવધમાં આસક્તિવાળો તે વિચરતો હતે. વજાયુધ સાધુ એકાન્તમાં જીર્ણોદ્યાનમાં અહારાત્રિકી પ્રતિમામાં રહેલા હતા, તેમને અતિક જોયા. તેને જોઈને પૂર્વભવના વૈરાનુબંધથી જેને તીવ્ર રોષ ઉત્પન થયા છે એવા તેણે તલવાર મ્યાનમાંથી કાઢી. વધ કરવાના ઈરાદાથી તેણે દઢ, ઉત્તમ અને પ્રશસ્ત ધયાનમાં રહેલા ચિત્તવાળા તથા અખંડ ચારિત્ર્યવાળા વાયુધના ટુકડા કરી નાખ્યા, એટલે જેનું ધર્મસાધન અવિનષ્ટ છે એવા તે કાલધર્મ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં આવ્યા. અતિકઈ પણ ઘણું પાપ ઉપાર્જન કરીને દાવાગ્નિથી બળીને સાતમી પૃથ્વીમાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળે નારકી થયે. ત્યાં ઉત્કૃષ્ટ શીત વેદનાથી અભિભૂત થઈને ખૂબ દુઃખ પામતો અને વિવશ એવો તે કાળ નિર્ગમન કરવા લાગ્યો.
દયાપર અને સત્ય તથા આર્જવથી સંપન એ રત્નાયુધ રાજા ઘણુ કાળ સુધી શ્રમ પાસક-પર્યાય પાળીને, પુત્રને રાજ્યલક્ષમી સોંપીને, અનશન કરી, સમાધિથી દેહનો ત્યાગ કરીને અચુત ક૯પમાં પુષ્પક વિમાનમાં બાવીસ સાગરોપમના આયુષ્યવાળે દેવ થ. ધારણ કરેલાં વ્રત અને શીલરૂપી રત્નમાલાવાળી રત્નમાલા દેવી પણ કાળ કરીને તેજ અચુત ક૯૫માં નલિની ગુમ વિમાનમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવ થઈ. આયુષ્યનો ક્ષય થતાં રત્નાયુધ અને રત્નમાલા દેવ-ધાતકીખંડ દ્વીપમાં પશ્ચિમ વિદેહના પૂર્વ ભાગમાં સીતા મહાનદીના દક્ષિણ કિનારે નલિની વિજયમાં અશોકા નગરીમાં અરિંજય રાજાની બે ભાર્યાઓ સુત્રતા-જિનદત્તાની કુક્ષિમાં વિતિભય અને વિભીષણ નામે બે પુત્રો તરીકે જમ્યા, જેમાં એક બલદેવ હતો અને બીજે વાસુદેવ હતે. સુખપૂર્વક વૃદ્ધિ પામેલા તેઓ નલિની વિજયાર્ધના સ્વામિત્વને પ્રાપ્ત થયા. જેણે કામોનો ત્યાગ કર્યો નથી એવો વિભીષણ વિશુદ્ધ સમ્યકત્વ-દર્શનના ગુણથી બીજી પૃથ્વીમાં સાગરોપમના આયુષ્યવાળો નારકી થયે. ભાઇના વિયેગથી દુઃખી થયેલા વિતિભયે સુસ્થિત અણુગારની પાસે દીક્ષા લીધી. તપ અને સંયમમાં ઉદ્યત એવો તે વિહરીને પાદપપગમન વિધિથી કાલધર્મ પામે, અને લાન્તક ક૯૫માં આદિત્યાભ વિમાનમાં અગીઆર સાગરોપમ કરતાં કંઇક અધિક આયુષ્યવાળો દેવ થયે. જેનામાં પ્રશસ્ત પરિણામની અધિકતા છે એ વિભીષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org