SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - બાલચન્દ્રા લંભક [ ૩૩૫ ] - ~ ભાવથી તે સ્વીકાર્યા. “ષષ્ઠ અને અષ્ટમ ભક્તથી હું રહીશ” એ પ્રમાણે અભિગ્રહ કરીને, સાધુને વંદન કરીને, લોકોના અલ્પમાત્ર સંસર્ગને પણ ટાળતો તે ત્યાંથી ચાલ્યા ગયે, અને સંવિગ્ન થઈને પિતાને જાણે કે કૃતાર્થ માનત તે સતતપણે ત–ઉપધાન કરવાપૂર્વક વિચારવા લાગ્યા. પારણાના સમયે યતનાપૂર્વક ચાલતો, તથા ભારેલાં પ્લાન અને એની મેળે પડેલાં પીળાં પત્રને આહાર કરતે, અને વૈરાગ્યના માર્ગ ઉપર રહેલે તે એકવાર ગ્રીષ્મકાળમાં ઘણા કાદવવાળા અને થોડા પાણીવાળા સરોવરમાં પાણી પીવાને માટે ઊતર્યો. જેમ જેમ અંદર જતો ગયો તેમ તેમ તે પાણીમાં ખેંચતો ગયે, અને અલ્પ શક્તિને કારણે તે પાછો વળી શક્યો નહીં. તેણે વિચાર કર્યો, “તપથી કૃશ થયેલે હું કાદવમાંથી બહાર નીકળવાને અશક્ત છું; આવી અવસ્થામાં આહારનો ત્યાગ કરે તે મારે માટે શ્રેય છે. ” પછી તેણે જીવન પર્યંત ભક્તનો ત્યાગ કર્યો. હવે, વૈરાનુબંધને કારણે જેની જન્મની પરંપરા ચાલુ રહી છે એવો, ચમરના ભવમાં આવેલ જે પુરહિત હતો તે વનના દાવાનળની જવાળાથી દેહ દાઝી જતાં કાળ કરીને કુફ્ફટસર્પ થયો. વનના વિવરમાં ગયેલા તેણે હાથીને જે, અને રોષ ઉત્પન્ન થવાથી તેને તે કરડ્યો. પછી વિષ ચઢી જતાં નવકારને જાપ કરે તે હાથી “આ ઉત્તમ સમય છે; મારું શરીર જુદું છે, હું જુદો છું” એ પ્રમાણે માનતે પ્રશસ્ત ધ્યાનથી યુક્ત થઈને કાળધર્મ પામ્ય અને મહાશુક્ર કલપમાં શ્રીતિલક વિમાનમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળો દેવ થયે. શુગાલદત્ત પારધિએ તેના દાંત અને મોતી લીધાં. ધનમિત્ર વાણિયો સીમાડાના ગામમાં વેપાર કરતે હતો. તેની સાથે પરિચય હોવાને લીધે પારધિએ તેને એ ભેટ તરીકે આપ્યાં. તે દાંત અને તે ઉત્તમ મતી “લક્ષણયુક્ત છે” એમ જાણીને ધનમિત્રે તને (પૂર્ણ ચંદ્રને) મિત્રતાથી આપ્યાં. સંતુષ્ટ થયેલા તે વૈભવ આપવા વડે તેને સત્કાર કર્યો. એ દાંત તારા સિંહાસનમાં જડેલા છે અને મોતી તારા ચૂડામણિમાં જડેલું છે, માટે સંસારની ગતિ એવી છે કે ભવાન્તરમાં ગયેલા પિતાના શરીરના અવયવો પ્રાપ્ત કરીને એ શોક કરવા લાયક વસ્તુમાં અજ્ઞાનને કારણે સન્તોષ થાય છે. વિશુદ્ધ સંયમસ્થાનો વડે ચારિત્ર્યશુદ્ધિમાં રહેલા તથા જેમને વૈરાગ્ય પડ્યો નથી એવા સિંહચંદ્ર અણગાર પણ દીર્ઘ ચારિત્ર્યપર્યાય પાળીને ઉપરિમ રૈવેયકમાં પ્રોતિકર વિમાનમાં એકત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવ થશે. એક શાખા ઉપરથી બીજી શાખા ઉપર કીડાપૂર્વક કૂદવાની ઈચ્છા કરતા વાનરયૂથના અધિપતિએ કુફ્ફટ સર્પને પકડ્યો અને તેને મારી નાખ્યું. તે પાંચમી પૃથ્વીમાં સત્તર સાગરોપમના આયુષ્યવાળો નારકી થયા છે, અને ત્યાં પરમ અશુભ, જેમાં સુખ દુર્લભ છે એવી તથા જેને પ્રતિકાર કરી શકાય નહીં એવી વેદના અનુભવે છે.” ૧. પાંખવાળો ઊડતો સર્પ, જેનું મુખ ફુકડા જેવું હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy