SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - -- - [ ૩૩૪ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડઃ વેગથી તે પ્રદેશમાં આવે, ડરેલા લેકોએ દુર્ગ (જ્યાં જઈ શકાય નહીં એવું–રક્ષણ થાય તેવું સ્થાન) અને વિષમ ઝાડીઓમાં આશ્રય લીધો. સાધુ પણ જંતુરહિત પ્રદેશમાં સાગાર-પ્રતિમામાં રહ્યા. ગાડાંઓ જેતે અને તંબુઓ ફાડતો અશનિવેગ કરતો હતું. તેણે સાધુને જોયા. સાધુને જોતાં તેની દષ્ટિ પ્રસન્ન થઈ, હદય શાન્ત થયું અને તે વિચાર કરવા લાગે, “મેં આમને પહેલાં ક્યાં જોયા છે?” એ પ્રમાણે વિચારતાં તેને આ પ્રકારના જ્ઞાનને આવરનારાં કર્મોના ક્ષપશમથી જાતિસ્મરણ થયું. પછી જેને પૂર્વભવનું સમરણ થયું છે એ તે આંસુ સારતે સાધુથી થોડેક છેટે આવી તેમને પગે પડ્યો. તેમણે પણ પ્રતિમા પારીને વિચાર કર્યો, “ નક્કી, આ ભવ્ય અને જાતિસ્મરણવાળો છે તથા તેને વૈરાગ્ય ઉત્પન્ન થયેલે છે.ઉપગ મૂકવાથી (અવધિ આદિ જ્ઞાન હોવાથી) તેમણે તેને ઓળખે, અને કહ્યું, “સિંહસેન ! વિષાદ ન કરીશ, તું દાનશીલતાને કારણે નરકમાં પડ્યો નથી, પણ અનિયંત્રિત ધનતૃષ્ણને લીધે તિર્યંચ થયે છે. ” આ પ્રમાણે કહેવામાં આવતાં હાથી અત્યંત વિસ્મિત થયે, “અહે! મારો પુત્ર મહાનુભાવ છે. અથવા મેં ખેટે વિચાર કર્યો. આ તપસ્વી કોઈ દેવ છેનિઃશંકપણે મારા મનની વાત પણ તે જાણે છે. (પછી હાથી ) તમારું ભલું થાઓ. આ દશામાં મારે માટે જે કલ્યાણકારી હોય તે વસ્તુને ઉપદેશ કરે.” સિંહચક્કે તેને કહ્યું, “સાંભળ-જેમને રાગ, દ્વેષ, મેહ નથી એવા, જીવ, અજીવ, બંધ અને મોક્ષના ખરા અર્થને જાણનાર અરિહંતે તત્વાર્થને કહે છે. કૃતકૃત્ય એવા તેમને વંચના કરવાનું પ્રયોજન નથી, માટે જિનવચનમાં વિશ્વાસ રાખ. મિથ્યાત્વ વડે ઢંકાયેલા, જિનવચનથી પરાભુખ, વૈરાગ્યના માર્ગથી દૂર રહેલા અને નેહાસક્ત એવા જીવને વિષયરૂપી રથી કરજ ઉત્પન્ન થાય છે. પછી કર્મની ગુરુકતાથી વિવિધ યુનિઓ વડે ગહન અને જેમાં ઘણાં જન્મ-મરણ છે એવા સંસારમાં તે ભમે છે. વિશુદ્ધપરિણામી અધ્યવસાયમાં રહેલા, જેણે કર્મોના રસને-કર્મોમાં ફલ ઉત્પન્ન કરનાર શક્તિને ક્ષીણ કરેલ છે એવા, જિનપ્રણીત મોક્ષમાર્ગ જેને પ્રાપ્ત થયેલ છે એવા, આસવનું દ્વાર જેણે કર્યું છે એવા, તથા તારૂપી જળ વડે શુભાશુભ કર્મોના સંચયને જેણે ધોઈ નાખ્યા છે બંધ એવા (જીવન) સિલેક્તા–સિદ્ધ કીર્તિપણે પ્રાપ્ત થાય છે, એ વાતની ખાત્રી રાખીને હિંસાથી, મૃષાવાદથી, અદત્તાદાનથી, મૈથુનથી અને પરિગ્રહથી શક્તિ અનુસાર વિરમ. તેથી નિર્વિદને તું સુગતિમાં અને સિદ્ધિમાં જવા ગ્ય થઈશ.” આ પ્રમાણે સાધુએ કહેતાં હાથી બે, “સાંભળે, ભગવન્! જીવન પર્યત હું બ્રહ્મચારી તરીકે વિચારીશ, બીજાં વ્રતો સંબંધમાં પણ હું દેશથી પ્રત્યાખ્યાન કરીશ.” પછી સાધુએ અરિહંત, સિદ્ધ અને સાધુની સાક્ષીએ તેને અણુવ્રત આપ્યાં. જેણે પંચનમસ્કાર ધારણ કર્યા છે એવા હાથીએ ૧. વિઘમાંથી છૂટી જવાય તે કંઈ નહીં, અને ન છુટાય તે આ અનશન છે–એ પ્રકારના નિશ્ચયયુક્ત કાર્યોત્સર્ગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy