SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૩૨ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : સાંધાઓવાળા મનુષ્યા સંકલ્પરૂપી વિસ્તૃત જળવાળા મનેારથસાગરને સામે પાર શાભા પ્રાપ્ત કરવાપૂર્વક કેવી રીતે જઇ શકે ? સ્થાવર-જંગમ સત્ત્વા નિર્જીવ થઈ જાય ત્યાર પછી પણ તેમના શરીરના અવયવા ઉપયેાગી થઇ પડે છે, પણ મનુષ્ય ભવ પ્રાપ્ત કરવાથી પ્રાયશ્ચિત્ત થાય છે ( અર્થાત્ માનવ શરીરના કેાઇ અવયવ કામ આવતા નથી. ). શરીર તે। આ પ્રકારનું હાવાથી ફેંકી દેવાના કામનુ અને અપવિત્ર છે, માટે જ્યાં સુધી તું રોગરહિત અને તપ તથા સંયમરૂપી સાધન કરવાને સમર્થ છે ત્યાં સુધી પરલેાકના હિતમાં તારી જાતને જોડ. ” આ પ્રમાણે આર્યાએ કહેતાં તેમને પગે પડીને ‘તમે સારું કહ્યું, તમારી આજ્ઞા હું સફલ કરીશ ' એ પ્રમાણે કહીને રામકૃષ્ણા ગૃહવાસના ત્યાગ કરીને શ્રમણી થઇ. સિંહચદ્ર રાજાએ પણ નાના ભાઇ ઉપર રાજ્યધુરાના ભાર મૂકીને શ્રમણુ તરીકે દીક્ષા લીધી, અને સમિતિએમાં અપ્રમત્ત અને ત્રણ ગુપ્તિવડે ગુપ્ત-રક્ષાયેલા થઇને તે વિહરવા લાગ્યા. રામકૃષ્ણાએ પણ કેટલાક કાળમાં બધુ કાલિક શ્રુત ગ્રહણ કરી લીધું'. ઉત્તમ ક્ષમા, માવ, આવ અને સતાષથી અને વિવિધ પ્રકારનાં તપ-ઉપધાનથી આત્માને ભાવતી તથા પ્રશસ્ત પરિણામવડે અને અનંતાનુબંધી કષાયના પક્ષને ક્ષીણુ કરવાની આનુપૂર્વી (ક્ષપકશ્રેણિ) વડે જેણે ક્રાતિક ખપાવેલાં છે એવી તેને કેવલજ્ઞાન-દન ઉત્પન્ન થયું. પછી આ પ્રમાણે કૃતાર્થ થયેલી હાવા છતાં ‘ આ પ્રવચનના ધર્મ છે ' એમ વિચારીને પ્રવૃતિનીની ઇચ્છાને અનુસરતી તથા તેની સાથે વિહાર કરતી રામકૃષ્ણા સિદ્ધપુર આવી, અને ત્યાં કેાઠાર-પ્રતિશ્રયમાં રહી. પ્રીતિથી જેનાં રેામાંચ ખડાં થયાં છે એવા પૂર્ણચન્દ્ર રાજા પણ પરમ ભકિતથી કેવલીને વંદન કરીને પૂછવા લાગ્યા, “ આપને સર્વ ભાવેા પ્રત્યક્ષ છે; અરિહંતને માટે કાઇ વસ્તુ ગુપ્ત નથી. તા કહેા, પૂર્વભવના કયા સંબંધને લીધે આ ભવમાં આપના અને મારા અધિક સ્નેહુ વધ્યેા હતેા ? '' કેવલીએ કહ્યું, “ અતીત કાળમાં સંસારમાં ભ્રમણ કરતા એકમેક જીવનાં સર્વ પ્રાણીએ એક પછી એક બાંધવ અને શત્રુ થયેલાં છે, નજદીકના સુહૃદયપણાને–મિત્રભાવને લીધે સ્નેહાધિકતા થાય છે. તે સાંભળ કાસલા જનપદમાં સંગમ નામે સનિવેશ છે. ત્યાં હું મૃગ નામે બ્રાહ્મણ હતા. મારી ભાએઁ મદિરા નામે હતી. તે ભવમાં તું મારી વારુણી નામે પુત્રી હતી. સ્વભાવની મૃદુતા અને સ્વાભાવિક વિનય તથા ઋજીભાવથી મને તે વ્હાલી હતી. ત્યાં હું વિવિધ શાસ્ત્રોમાં વિશારદ અને જિનવચનમાં અનુરક્ત હતા તથા ‘આ જિનધર્મ કરતાં બીજી કઈ વસ્તુ ઉત્તમ નથી ' એ પ્રમાણે મારી બુદ્ધિ નિશ્ચિત થયેલી હતી. તે કારણુથી હું સદા દયાળુ હતા, ધનમાં મારું મમત્વ નહાતુ અને માત્ર અન્ન અને વસ્ત્ર પૂરતા જ હું પરિગ્રહ રાખતા. કાઇ એક વાર દેવને માટે સૈાજન તૈયાર કરવામાં આવ્યું, (તે વખતે) સાધુએ ૧. પહેલાં ગાઢાર હાય, પણ પછીથી કપાય તરીકે વપરાતુ હાય ઍવુ સ્થાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy