________________
મદનગા લંભક
[ ૩૧૭ ]
કાર્ય કરી દઉં.” પછી તેણે “હે લક્ષમણ ! મારો બચાવ કર !” એ પ્રમાણે જોરથી ચીસ પાડી. તે સાંભળીને સીતાએ લક્ષમણને કહ્યું, “જલદી જાઓ, ભય પામેલા સ્વામીએ આ ચીસ પાડી છે; નક્કી, શત્રુનું સૈન્ય હશે.” એટલે લક્ષમણે કહ્યું, “આજે ભય નથી; તમે કહે છો એટલે જાઉં છું.” પછી તે પણ હાથમાં ધનુષ લઈને રામ ગયા હતો તે માગે ત્વરાપૂર્વક દોડ્યા.
આ તક જોઈને વિશ્વસનીય એવું તાપસનું રૂપ ધારણ કરીને રાવણ સીતાની પાસે આવ્યું. સીતાને જોઈને તેના રૂપતિશયથી મહિત થએલા રાવણે, કઈ વિઘની ગણના કર્યા સિવાય, વિલાપ કરતી એવી તેનું હરણ કર્યું. પેલા (રામ-લક્ષમણ) પાછા ફરતાં સીતાને નહીં જેવાથી વિષાદ પામીને તેની શોધ કરવા લાગ્યા. રાવણને માર્ગમાં જટાયુ વિદ્યાધરે અટકાવ્યો હતો, તેનો પરાજય કરીને કિષ્કિધિગિરિની ઉપર થઈને તે લંકામાં ગયો. સીતા નિમિત્તે વિલાપ કરતા રામને લક્ષમણે કહ્યું, “આર્ય ! સ્ત્રી નિમિત્તે શોક કરવાનું તમને છાજતું નથી. જે મરવાને ઇચ્છતા હે તે શત્રુના પરાજય માટે કેમ પ્રયત્ન કરતા નથી ?” (માર્ગમાં) જટાયુએ ખબર કરી કે, “ રાવણે સીતાનું હરણ કર્યું છે.” પછી “યુદ્ધ કરનારને માટે જય અથવા મરણ છે; વિષાદના પક્ષને અનુસરનારા નિરુત્સાહીને માટે તે મરણ જ છે ”(એ પ્રમાણે તે રામ-લક્ષમણે વિચાર્યું).
પછી તે રામ-લક્ષમણ અનુક્રમે કિકિંધિગિરિ ઉપર પહોંચ્યા. ત્યાં વાલિ અને સુગ્રીવ નામે બે વિદ્યાધર ભાઈઓ પરિવાર સહિત રહેતા હતા. તેમની વચ્ચે સ્ત્રી નિમિત્તે વિરોધ થયો હતો. વાલિએ જેનો પરાજય કર્યો હતે એવો સુગ્રીવ હનુમાન અને જાંબવાન એ બે અમાત્યની સાથે જિનાયતનનો આશ્રય કરીને રહેતો હતો. દેવકુમાર જેવા અભિરૂપ અને હાથમાં ધનુષવાળા રામ-લક્ષમણને જોઈને ડરીને નાસતા સુગ્રીવને હનુમાને કહ્યું, “કારણ જાણ્યા સિવાય નાસો નહીં, પહેલાં તો તેઓ કોણ છે તે જાણીએ. પછી એગ્ય કરીશું.”
પછી સૌમ્ય રૂપ ધારણ કરીને હનુમાન તેમની પાસે આવ્યો. તેણે ઉપાયપૂર્વક રામલક્ષમણને પૂછયું, “તમે કેણ છો ? અને દુઃખને અગ્ય એવા તમે કયા કારણથી વનમાં આવ્યા છે ?” એટલે લક્ષ્મણે કહ્યું, “અમે ઈક્ષવાકુ વંશમાં ઉત્પન્ન થએલા દશરથના પુત્ર રામ-લક્ષમણ છીએ, અને પિતાની આજ્ઞાથી વનમાં આવ્યા છીએ. મૃગ વડે અમને મોહ પમાડીને સીતાનું હરણ કરવામાં આવ્યું છે. તેની શોધમાં અમે પરિભ્રમણ કરીએ છીએ. પણ તમે કોણ છે ? અને શા માટે વનમાં રહે છે ?” હનુમાને કહ્યું, “અમે વિદ્યાધરો છીએ, અમારે સ્વામી સુગ્રીવ છે. પોતાના બલવાન ભાઈ વાલિ વડે પરાજિત થયેલ તે અમારી સાથે જિનાયતનને આશ્રય કરીને રહે છે. (તમારી સાથે) મિત્રતાને માટે તે યોગ્ય છે.” પછી રામે એ સ્વીકાર્યું કે, “ભલે, એમ થાઓ.” અગ્નિની સાક્ષીએ તેમણે મિત્ર સંબંધ કર્યો. બળની પરીક્ષા કર્યા પછી સુગ્રીવે રામને વાલિના વધ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org