SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૬ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : * ********* ****** ~~~ ~ નયનના અમૃત સમાન અને સુરકુમાર જેવા રામને જોઈને કામવશ થયેલી રાવણની બહેન સૂર્પણખા આવીને કહેવા લાગી, “દેવ! મને ભજે (મારું સેવન કરો).” ત્યારે રામે કહ્યું, “એવું ન બોલ, તપોવનમાં રહેલે હું પરસ્ત્રીનું સેવન કરતા નથી.” પછી જનકની પુત્રી સીતાએ કહ્યું, “પરપુરુષની બળાત્કારે પ્રાર્થના કરે છે, માટે તું મર્યાદાનું ઉલ્લંઘન કરનારી નિર્લજજ છે. ” એટલે રોષ પામીને, ભીષણ રૂપ ધારણ કરી તે સીતાને ડરાવવા લાગી કે, “તારા સતીવાદને હું નાશ કરીશ; મને તું એાળખતી નથી ?” પછી રામે “આ સ્ત્રી હોવાથી અવધ્ય છે” એમ વિચારીને જેનાં નાક-કાન કાપ્યાં છે એવી તે સૂર્પણખા ખર-દૂષણની પાસે ગઈ. રોતી રોતી તે પુત્રને કહેવા લાગી, “ પુત્ર! તપવનમાં વિચરતી અને નિરપરાધી એવી મને દશરથના પુત્ર રામે આ દુઃખમાં પાડી છે.” એટલે હૃદ્ધ થયેલા તેઓ કહેવા લાગ્યા, “માતા ! વિષાદને ત્યાગ કર અમારાં બાણથી જેમના દેહ વીંધાઈ ગયા હશે એવા તેમનું (રામ-લક્ષમણનું) રુધિર આજે ગીધને પાઈશું. ” આમ બેલીને તેઓ રામની પાસે ગયા. અને સૂર્પણખાનું નાક કાપ્યાની વાત કરી. તેમણે રામને કહ્યું, “ભટ! યુદ્ધ કરવાને તૈયાર થા.” એટલે યમ અને વૈશ્ર મણ સમાન પરાક્રમવાળા તે રામ અને લક્ષમણ બને ભાઈઓ ધનુષની પણછ ચડાવીને ઊભા રહ્યા. યુદ્ધ કરતા એવા તેમણે ખરદૂષણને શસ્ત્રબળથી અને બાહુબળથી નાશ કરી નાખ્યો. પછી પુત્રવધને કારણે જેને રોષ ઉત્પન્ન થયે છે એવી તે સૂર્પણખા રાવણ પાસે ગઈ. પિતાનું નાક કપાયાની અને પુત્રના મરણની વાત તેણે કહી. આ વાત કહીને પછી બોલવા લાગી, “ દેવ! એ માનની સ્ત્રી છે. મને લાગે છે કે–સર્વ યુવતિઓનાં રૂપનું દેહન કરીને લોકોનાં લોચનના વિશ્રામભૂત એવી તે નારીનું નિર્માણ થયું છે. તે તમારા અંત:પુરને છે.” એટલે સીતાના રૂપશ્રવણથી ઉન્મત્ત થયેલા રાવણે પિતાના અમાત્ય મારીચને સૂચના કરી, “ તું આશ્રમપદમાં જા, ત્યાં રત્નખચિત મૃગનું રૂપ વિકુવીને તે તાપસવેશધારી યોદ્ધાઓને લેભાવજે, એટલે મારું કાર્ય થઈ જશે.” પછી મારીચ રખચિત મૃગનું રૂપ ધારણ કરીને ફરવા લાગ્યો, એટલે સીતાએ રામને કહ્યું, “ આર્યપુત્ર! અપૂર્વ રૂપવાળા આ મૃગના બચ્ચાને પકડે તે મારે માટે ક્રીડનક–ખેલવાની વસ્તુ થશે.” પછી રામ “ભલે, એમ થાઓ” એમ કહી ધનુષ હાથમાં લઈ એની પાછળ પાછળ જવા લાગ્યા. પેલે મૃગ પણ ધીમે ધીમે શરૂ કરીને પછી જોરથી ચાલવા લાગ્યું. “તું ક્યાં જાય છે?” એમ બોલતા રામ પણ જેરથી તેની પાછળ દોડવા લાગ્યા. આ રીતે દૂર સુધી ગયા પછી રામે જાયું કે, “જે વેગ વડે મને જીતે છે તે આ મૃગ ન હોય; આ તો કોઈ માયાવી છે.” એમ વિચારીને તેમણે બાણ ફેકયું. એટલે મરતાં મરતાં મારી વિચાર્યું કે, “સ્વામીનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy