SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૨ ] વસુદેવ-હિ'ડી : : પ્રથમ ખંડ : હતા ત્યાં આવ્યા. જેણે સાચી હકીકત જાણી છે એવા રામ હાથમાં પરશુ લઇને નીકળ્યા. પછી મેઘનાદના વચનથી ગગનતલમાં રહેલા વિદ્યાધરા અસ્રોના વરસાદ વરસાવવા લાગ્યા. ભયને લીધે બધા પ્રદેશ નિ:સ'ચાર-નિર્જન થઇ ગયા. રામ સુબ્રૂમની પાસે પહોંચ્યા; એટલે પરશુ શાન્ત થઇ ગઇ અને તેની અધિષ્ઠાત્રી દેવતા પલાયન થઇ ગઇ. તુષ્ટ થયેલા સુભૂમે સુવર્ણના થાળ ફૂંકયા, તેથી રામનું માથું કપાઇ ગયું. વિદ્યાધરાએ ઘાષણા કરી, “ કાવીના પુત્ર સુભ્રમ જય પામે છે; જેને તે માન્ય ન હોય તે વિનાશ પામશે. ’’ તે સાંભળીને રામના પક્ષવાળા કેટલાક નાસી ગયા. સન્તુષ્ટ થયેલા પ્રજાજને આવ્યા. નાગરિકા અને વિદ્યાધરાએ સુભૂમના અભિષેક કર્યો. સન્તુષ્ટ થયેલા રાજા મેઘનાદે પેાતાની કન્યા તેને આપી. ભારે સમૃદ્ધિપૂર્વક પાણિગ્રહણ થયું. સુભૂમને કુમારકાળ પાંચ હજાર વર્ષ હતા, પછી માંડલિક રાજા તરીકે તે તેટલા કાળ સુધી રહ્યો, ચક્રરત્ન ઉત્પન્ન થયા પછી તેણે પાંચ હજાર વર્ષ ભારતવર્ષ ઉપર વિજય કર્યાં. તેણે મેઘનાદને અને વિદ્યાધરશ્રેણિના સ્વામી તરીકે સ્થાપિત કર્યા, અને નિરુદ્વિગ્નપણે વિષયે ભાગવવા લાગ્યા. જેણે ભરત ઉપર વિજય કર્યાં છે એવા સુભૂમના મનમાં થયું, “જે રામ અને જે હું તેમની વચ્ચે પિતાને નિમિત્તે અમારું પરંપરાગત બૈર હતું. મારા ભેાજન સમયે નિરપરાધી એવા મારા નાશ કરવાનેા બ્રાહ્મણ્ણાએ પ્રયાસ કર્યા, માટે મારે માટે તેઓ વધ્યું છે. એ દુષ્ટોએ અહીં રહેવું નહીં.” એ પ્રમાણે વિચારીને તેણે એકવીસ વાર નિર્ભ્રાહ્મણ કર્યું —બ્રાહ્મણ્ણાને માર્યા. જેએ ‘ અમે અબ્રાહ્મણેા છીએ ’ એમ ખેલતા એવા બ્રાહ્મણેા સિવાયના ખાકીના બ્રાહ્મણ્ણા વનમાં ચાલ્યા ગયા. ક્ષત્રિય જાતિના જેએ ગુપ્તપણે રહેતા હતા તેમને સુભૂમે પેાતાતાનાં રાજ્ય ઉપર પાછા સ્થાપિત કર્યા. આ પ્રમાણે રહેતાં પચાસ હજાર વર્ષ સુધી ચક્રવતીના ભાગે ભાગળ્યા પછી એક વાર અપરાધ વગર કુદ્ધ થયેલા એવા તે સુભૂમે ચિત્રસેન નામના રસાઇયાને પગવડે માર્યાં, આથી તેણે નિવેદથી તાપસની દીક્ષા લીધી અને કાળધર્મ પામીને જ્યોતિષ્ઠ દેવ થયા. અવિધથી તે.જોવા લાગ્યા. રાજા પ્રત્યેના વેરનું સ્મરણ કરતા એવા તેણે, જે વખતે રત્નાએ સુભ્રમના ત્યાગ કર્યા હતા તે વખતે તેને સમુદ્રમાં ડુબાડીને મારી નાખ્યા. જેણે કામભાગાના ત્યાગ કર્યા નથી એવા તે સુભૂમ કાળ કરીને સાતમા નરકમાં ગયા. એ જ પ્રમાણે રામનું પણ થયું. મેઘનાદના વશમાં અલિ નામે રાજા હતા. તેના વિદ્યાબળથી સર્વે વિદ્યાધરા અને ધરણુગાચર રાજાએ તેના વશવી હતા. પુરુષપુંડરીક વાસુદેવ તે સમયમાં ઉત્પન્ન થયા. અધ ભરતને વિષય કરતા એવા તેને આ પર્વત ઉપર અલિની સાથે પરમ દારુણુ યુદ્ધ થયું. પુરુષપુંડરીકના આશ્રિત વિદ્યાધરા યુદ્ધ કરવા લાગ્યા. પછી બલિએ પેાતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy