________________
મદનગા સંભક
[ ૩૧૧ ]
રહેલે અને મંત્રી વડે રક્ષાયેલો એવો સુબૂમ કોશિક અષિના આશ્રમમાં રહે છે. વેરનું કારણ જાણીને, રામને વિનાશ કરીને તે ટૂંક સમયમાં ભારતને સ્વામી થશે.”
આ પ્રમાણે મુનિએ (કેવલીએ) કહ્યું, એટલે મુનિઓને વંદન કરીને મેઘનાદ પિતાના નગરમાં ગયે.
કોશિકાશ્રમમાં જઈને તેણે આછા મેઘવડે ઢંકાયેલા બિબવાળો જાણે શરદઋતુનો સૂર્ય હોય એવા સુબૂમ કુમારને જે.
રામે (એક વાર) નૈમિત્તિકને પૂછ્યું, “મારો વંશ પ્રતિષ્ઠિત થશે–ચાલુ રહેશે?” તેણે કહ્યું, “જેની હાજરીમાં પરશુ ઠંડી પડી જશે અને દાઢનું ભેજન થશે તેનાથી તારો વિનાશ થશે.” પછી તે વચન ગ્રહણ કરીને તે દરરોજ બ્રાહ્મણને બોલાવતે, દાઢેથી થાળ ભરાવો અને અગ્રાસન ઉપર મૂકતો. એ પ્રમાણે કાળ વીતતો હતો. વિશેષપણે તાપસને રામ પૂજતો હતો. મેઘનાદ વારંવાર સુભૂમની પાસે જતો હતો.
એક વાર હજાર તાપસનું ભેજન હોવાથી તાપસકુમાર નીકળ્યા. સુલૂમ પણ તેમની સાથે હું જાઉં?” એ પ્રમાણે માતાને પૂછવા લાગ્યો. મેઘનાદે દેવીને કહ્યું, “તેની ઈચ્છા હોય તે ભલે જાય; હું તેના સહાયક તરીકે જાઉં છું, માટે ડર રાખશે નહીં.” પછી
હે પુત્ર! શિરામણ કરીને તું જા” એમ બોલતી તેણે તાવડીમાં ઝડપથી ઘેબર રાંધવા માંડ્યાં. “મોડું થશે તો તાપસો દૂર ચાલ્યા જશે. ” એમ ઉતાવળ કરતા તેણે તાવડીમાંથી ઘેબર લેવા માટે અંદર હાથ નાખે. માતાએ પણ “રખેને આ દાઝશે” એમ વિચારીને અગ્નિ ઉપરથી તાવડી એકદમ ખેંચી લીધી. ઉકળતું ઘી સુભૂમના પગ ઉપર પડયું, પણ તેને કંઈ ઈજા થઈ નહીં. વિમિત થયેલી દેવી ફરી ફરીને તેના પગ પંપાળવા લાગી.
જ્યારે તેને ખાત્રી ન થઈ ત્યારે મેઘનાદે તેને કહ્યું, “હેન ! મહાન દેવતાને (અથવા દેવતાનો મહાન) આદેશ છે કે એની કાયામાં અગ્નિ, વિષ અને શસ્ત્રનો ઉપદ્રવ થઈ શકે તેમ નથી.” પછી શિરામણ કરીને સુભૂમ ઋષિકુમારોની સાથે નીકળ્યો અને ગજ. પુરમાં પહોંચે. તે ભેજનમંડપમાં પ્રવેશ્યક અગ્રાસન ઉપર મૂકવામાં આવેલો સુવર્ણનો થાળ તેણે જોયે. કેઈ ત્યાં બેસતું નહોતું. દાઢને સ્થાને તે જ ક્ષણે દેવતાએ મૂકેલ મને રમ પાયસ જોતાં તે હર્ષ પામે. હજાર જણને પિરસાવા માંડ્યા પછી પણ આનંદિત એ તે “દાઢનું ભેજન થયું” એમ માનીને પાયસ ખાવા લાગ્યો. બ્રાહ્મણોને (રામ તરફથી) પૂર્વે એમ કહેવામાં આવ્યું હતું કે “જે દાઢનું ભજન કરે તેને તમારે વધ કરે.” આથી કોલાહલ કરતા તેઓ પાષાણ અને પીઠફલકવડે સુભૂમને મારવા લાગ્યા. સુભૂમ અસંભ્રાન્તપણે જમતો હતો અને ડાબા હાથથી પાષાણુ વગેરેને રોકી દેતો હતો. રામનું લશ્કર ખળભળી ઊઠયું, (તેના સૈનિકે) આયુધ લઈને શત્રુમંડપમાં શત્રુ બેઠે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org