SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ મદનવેગા લંભક [ ૩૦૩ ] સેનાએ મિત્રશ્રીને એકાન્તમાં કહ્યું, “ તારા જે હૃદયને રુચતા પુરુષ હાય તેની સાથે યૌવન માણ; તારે વનલતાની જેમ ઉપલેાગ સિવાય રહેવુ જોઇએ નહીં. ” મિત્રશ્રી ખેાલી, “ માતા ! પરપુરુષની ઇચ્છા કરવાથી સ્ત્રી પાપકમી કહેવાય છે; તેા પછી તમે આ વસ્તુની શી રીતે પ્રશસા કરી છે? ' એટલે અંજનસેના કહેવા લાગી, “ એમાં કોઇ દોષ નથી, કારણ કે આત્માનું અસ્તિત્વ નથી. એવા કેણુ પંડિત છે, જેણે આ માર્ગોમાં ગતિ કરી નહીં હૈાય ? માટે શરીર એ ભાગનું નિમિત્ત છે; શરીરને નાશ થતાં કાણુ પરભવમાં જનાર કાણુ છે ? માટે મૂઢ ન થઇશ ” એટલે મિત્રશ્રી એલી, “ મારી પ્રતિષ્ઠાનું પણ રક્ષણ થવું જોઇએ. '' અંજનસેનાએ કહ્યું, “ એ ખાખતમાં તુ નિશ્ચિન્ત રહેજે. આ નગરમાં નાગસેન નામના રૂપસ્વી, સમય અને કલાકુશળ યુવાન છે. કાઇ ન જાણે તેવી રીતે તેને તારા ઘરમાં લાવીશ અને પાછા બહાર મોકલીશ. ” આ પ્રમાણે તે અજનસેનાએ દેવતાના નૈવેદ્યના બહાને મિત્રશ્રીને ગધ અને રસમાં આસક્ત બનાવી. તે વારંવાર નાગસેનને મિત્રશ્રી પાસે લાવતી, અને નિપુણ રીતે પાછા બહાર લઈ જતી. ** એક વાર રાજપુરુષાએ નાગસેન પ્રત્યેની ઇર્ષ્યાથી આ વસ્તુ જાણી. તેમણે તેને પકડ્યો અને રાજા આગળ રજુ કર્યા. અજનસેનાની ચેષ્ટા પણ જાણવામાં આવી. રાજાએ કહ્યું, “ મારે વણિકાની સ્રીએના ચારિત્ર્યનું રક્ષણ કરવુ જોઇએ, કારણ કે સાર્થ વાહે દેશાન્તરામાં અને સમુદ્રામાં પ્રવાસ કરતા હૈાય છે. આ નાગસેને મર્યાદાનું ઉલ્લંધન કર્યું છે, માટે તેનેા વધ કરવા જોઇએ. પરિવ્રાજિકા (અંજનસેના) સ્રી હેાવાથી તેને નાક-કાન કાપીને હાંકી મૂકવી જોઇએ.” પછી નાગસેનને શૂળીએ ચડાબ્યા. તે (નાક--કાન કાપેલી) અવસ્થામા રહેલી પેલી અંજનસેના પણ ગંગાતીરે આવેલા કણમલદારમાં ઘાર અનશન કરીને મરણ પામી અને આમલકટક નગરમાં મહાસેન રાજાની સુમતા નામે દેવીથી જન્મેલી સુષેણા નામે પુત્રી થઇ. સનકુમાર ચક્રવર્તીના વૃત્તાન્ત તે સમયમાં હસ્તિનાપુર નગરમાં અશ્વસેન રાજાની સહદેવી નામે રાણીને પુત્ર સનકુમાર નામે હતા. તેના પચાસ હજાર વર્ષ જેટલા કુમારકાળ હતા. પછી એટલા જ સમય સુધી તે માંડલિક રાજા હતા. એક હજાર વર્ષમાં તેણે ભરતક્ષેત્ર ઉપર વિજય કર્યો; અને એક લાખ વર્ષ સુધી ચક્રવતીના ભાગે ભાગન્યા. પેલી સુષેણા રાજકન્યા યુવાવસ્થામાં આવી, એટલે માતાપિતાએ તેને સનકુમારને આપી, પણ તે પૂર્વભવમાં કરેલા ચારિત્ર્યભંગના હેતુ વડે કરીને થયેલા દુર્સીંગ નામકર્મના ઉદયથી ચક્રવતીની અણુમાનીતી થઇ. મનુષ્યલેાકમાં આશ્ચર્ય રૂપ તે રાજાનુ રૂપ જોતી, શ્રવણમનેાહર તેનું વચન સાંભળતી, અને પેાતાના રૂપયૌવનના ગુણૢાને નિવ્રુતી તથા ‘નિ:શંકપણે મારી દુઃશીલતાનું આ ફળ છે ’ એ પ્રમાણે સ્મરણ કરતી તે કાળ વીતાવવા લાગી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy