SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ - -- --- -- - -- - -- - --- મદનગા સંભક ~~~ ~ ~ ~~~~~~~~ [ ૩૦૧] ~~~ વીરબાહુએ યશોમતી રાણીના પુત્ર વીરસેનને રાજ્ય આપીને ( અનંતવીર્ય આદિ ચાર ) પુત્ર સહિત દીક્ષા લીધી, અને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત એવો તે તપ કરવા લાગ્યો. પછી જેનાં શુભાશુભ કર્મનાં બંધને છૂટી ગયાં છે એવા તે વીરબાહુ અણગાર કેટલેક કાળે નિર્વાણ પામ્યા. જેમણે સૂત્ર અને અર્થનું પરિશીલન કર્યું છે એવા બીજા ચાર અણગારે વિષયસુખની આકાંક્ષા વગર વિહરતા આ અમૃતધાર પર્વત ઉપર આવ્યા, અને સ્થિર બુદ્ધિવાળા તેઓ નગરની બહાર ઉદ્યાનમાં રહ્યા. રાત્રિએ ધર્મ અને શુકલધ્યાનમાં પરાયણ રહેલા તેઓ પૈકી અનુક્રમે પહેલા (અનંતવીય) જેઓ એકવઅવિચારી ધ્યાન વટાવી ગયા હતા, પણ સૂમક્રિયાને પ્રાપ્ત થયા નહોતા તેમને મોહનીય, આવરણીય (જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય) અને અંતરાય કર્મને (એ રીતે ચાર ઘાતી કર્મન) ક્ષય થતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું શુકલધ્યાનમાં રહેલા બીજા (ચિત્રવીર્ય)ને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું; સવિતર્કવિચાર નામે પહેલા શુકલધ્યાનમાં રહેલા ત્રીજા (વીરધ્વજ)ને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, અને ધ્યાનભૂમિમાં રહેલા ચોથા (વીરદત્ત)ને પ્રથમ ગણધરની જેમ પદાનુસારી લબ્ધિ પેદા થઈ. પાસે રહેલા દેવોએ તેમને મહિમા કર્યો. તે દેવદ્યોતને જોત અને દિવ્ય સૂર્યનાદને સાંભળતે મેઘનાદ રાજા અત્યંત હર્ષ પામીને સર્વ જનોની સાથે તે મુનિઓને વંદન કરવાને ગયે. તપલક્ષમી વડે દીપતા અને જેમાં સારી રીતે હોમ કરવામાં આવ્યા છે એવા અગ્નિની માફક પ્રકાશતા તે મુનિઓને તે જોયા. પછી ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કરીને તે બેઠે. પછી કેવલી તે દેવ-મનુષ્યોને રોગ્ય તીર્થંકરપ્રણીત ચાતુર્યામ ધર્મ કહેવા લાગ્યા તથા આ ભવના અને પરભવના સંશય દૂર કરવા લાગ્યા. જે વસ્તુ હજાર અથવા કરોડ જન્મ પૂર્વે બનેલી હોય, તે સમયે જેનું જે નામ અને જેવા ગુણ હોય, જે આયુષ્ય અને ચારિત્ર્ય હાય-વધારે શું કહેવું ?–અતીત કાળમાં જેણે જે વસ્તુનું સેવન કર્યું હોય અને અનાગત–ભવિષ્ય કાળમાં જેને જે વસ્તુ પ્રાપ્ત થવાની હોય તે સર્વ કેવલી કહેવા લાગ્યા. પછી કથાન્તરમાં મેઘનાદે કેવલીને વંદન કરીને પૂછ્યું, “ભગવાન ! મારી પુત્રી પદ્મશ્રી ચક્રવર્તીનું સ્ત્રીરત્ન થશે એ આદેશ નૈમિત્તિક આપે છે, તે તેણે પૂર્વભવમાં એવું શું આચર્યું છે જેથી એ પ્રધાનપુરુષ-ચક્રવતીની ભાર્યા તથા સર્વ સ્ત્રીઓમાં વિશિષ્ટ થશે ?” એટલે કેવલીએ કહ્યું, “ સાંભળપશ્રીના પૂર્વભવ મથુરા નગરીની નજદીક આવેલ શૂરસેન જનપદમાં સુદિત સંનિવેશમાં સોમ નામે બ્રાહ્મણ હતું. તેની વસુમતી ભાર્યા હતી. આજથી ચોથા ભવમાં આ પદ્મશ્રી તેમની અંજનસેના નામે પુત્રી હતી. તે અંજનસેના દુર્ભગનામકમાદયને કારણે મંદ રૂપવાળી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy