________________
[ ૨૯૮ ]
વસુદેવ–દ્ધિ'ડી : : પ્રથમ ખંડ:
(૧૪) મદનવેગા લભક
એક વાર સભાગમુખના આસ્વાદના થાકથી નિદ્રાવશ થયેલા હું કાઇ વડે ઉપાડી જવાતા હતા ત્યારે શીતળ પવનથી મારું અંગ વીંજાતાં હું જાગ્યા, અને વિચારવા લાગ્યા, “ મને કાણુ હરી જાય છે ? ” મેં ( મને ઉપાડી જતા ) એક પુરુષને જોયા, અને તેને ધ્યાનપૂર્વક અવલેાકયેા. વેગવતીના વદન સાથે તેની કઇક સમાનતા હેાવાથી મારા મનમાં નિશ્ચય થયા કે, “ આ દુરાત્મા માનસવેગ મારા વિનાશ કરવાને માટે મને ક્યાંક લઈ જાય છે. હું મરીશ તેા તેની સાથે જ મરીશ, પણ તેને વશ નહીં થાઉં. આમ કરીને મૂઠી વાળો ‘તારું માત આવ્યુ છે' એમ ખેલતાં મે' તેના ઉપર ઘા કર્યા, એટલે તે ( મને મૂકીને ) નાઠા. કાઇ પ્રકારના આધાર વગરના હું નીચે ગંગાના જળમાં પડ્યો. ત્યાં પરિવ્રાજકના વેશ ધારણ કરેલા કાઇ પુરુષ પાણીમાં ઊભેલા હતા, તેની ઉપર પડતાં પડતાં હું અશ્વની ઉપર બેસું તેમ ચઢી બેઠો. તે સંતુષ્ટ થઈને મને કહેવા લાગ્યા,
,,
66 તમારા
દ નથી મારી વિદ્યા સિદ્ધ થઇ છે. કહા, તમે કયાંથી આવે છે ? ” મે તેને કહ્યુ, “ આકાશમાં મારા નિમિત્તે ‘ મારા-તારા ’ એમ કરીને લડતી એ યક્ષિણીએએ મને છેડી શ્વેતાં હું અહીં પડ્યો છુ. આ કયા પ્રદેશ છે તે હું જાણવા ઇચ્છું છું.” તે એલ્યેા, “ આ પ્રદેશ કણયખલદાર ( કનખલદ્વાર ) નામથી ઓળખાય છે. ” વળી તે પરિવ્રાજક-વેશધારી કહેવા લાગ્યા, “ આજ્ઞા કરો, તમને હું શું પ્રીતિદાન આપું ? હું વિદ્યાધર છું, ” મે કહ્યુ, “ જો તમે પ્રસન્ન થયા હા ! મને પણ આકાશગામિની વિદ્યા આપેા. ” તે એયા, “ જો પુરશ્ચરણ કરવા જેટલી સહનશક્તિ તમારામાં હોય તે આપણે કાઇ બીજા સ્થાનમાં જઈએ. ત્યાં તમને દીક્ષા ( મન્ત્રદીક્ષા ) આપવામાં આવે, એટલે એકાગ્રચિત્ત થઇને વિદ્યાનું સ્મરણ કરતા એસો. ’” મેં સ્વીકાર્યું કે, “ તમે આજ્ઞા આપેા, વિદ્યાને અર્થે હું સર્વ કરીશ. ” પછી તે મને ખીજા સ્થાનમાં લઇ ગયા, અને કહ્યુ, “ અહીં અનેક પ્રકારનાં વિઘ્ના ઉત્પન્ન થાય છે; સ્ત્રીરૂપધારી વિઘ્ન કરનારી દેવતાએ શૃંગારિક શબ્દોથી અને હાવભાવાથી માહ પમાડે છે. સાસિક એવા તમારે તેમની વચ્ચે તટસ્થ બની અને માનવ્રત ધારણ કરીને તે સર્વ સહન કરવું.” મે ‘ ભલે ’ એમ કહીને તે વસ્તુ સ્વીકારી, એટલે તે મને દીક્ષા આપીને ગયા. · એક દિવસ-રાત્રિ પૂરાં થશે એટલે હું તમારી પાસે આવીશ; પુરશ્ચરણુ સંપૂર્ણ થતાં વિદ્યા સિદ્ધ થશે એમાં સ ંદેહ નથી' એ પ્રમાણે કહીને તે ગયા. હું પણ તે કાર્ય માં (વિદ્યાના જાપમાં ) સમય ગાળવા લાગ્યા.
.
સંધ્યાકાળે નૂપુર અને કટિમેખલાના શ્રવણને સુખ આપનાર શબ્દ કરતી, ઉલ્કાની જેમ દીપતી, તથા નયનાને લેાભાવનારા હાવભાવ દર્શાવતી કેાઇ યુવતી પ્રદક્ષિણા કરીને મારી સામે આવી ઊભી રહી. વિસ્મિત થયેલા હું જોવા લાગ્યા કે, “ જેણે મહામૂલ્યવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org