________________
વેગવતી લ'ભક
[ ૨૯૭ ] ખરીદાયેલી ( દાસી ) છું. જા, ગગનપથમાં તારા માર્ગ શુભકારી થાઓ. ” પછી હે આ પુત્ર ! તેના પ્રત્યેની અનુક ંપાથી અને વિદ્યાના પ્રભાવથી ઉતાવળે હું અહીં આવી. અનુક્રમે મેં તમને અત્યંત દુ:ખી દશામાં જોયા. એટલે મને વિચાર થયા, “ જો એમને સાચી વાત કહીશ તે તે માનશે નહીં, અને સામશ્રીમાં આસક્ત ચિત્તવાળા તે મરણુ પામશે; આવા પુરુષવિશેષ પેાતાની જાતનેા, સેામશ્રીના કે મારા પણ નહીં થાય. ( અર્થાત્ મરણુ પામશે. ) એમ કરવાથી શું વળશે ? ” આમ વિચારી ‘ આ અવસ્થામાં રહેલા તેમને માટે સેામશ્રીનું રૂદન એ ઔષધ છે, બીજો કાઈ ઉપાય નથી ' એમ ધારી તમારું રક્ષણ કરવાને માટે મેં સામશ્રીનું રૂપ ધારણ કર્યું, નિયમને અનુસરીને વિવાહકાતુક કર્યું, દેવતાના શેષ હાવાનુ કહીને મદ્ય પાયું, મારી કન્યાઅવસ્થાનું સૂચન કરનારું. આ વચ્ચે ખીંટી ઉપર મૂકયું. મારું ( કુટુંબીાવડે) કન્યાદાન દેવાયા સિવાય હું શય્યામાં આરૂઢ થઈ અને સામશ્રીના રૂપથી તમને માહ પમાડ્યો, તે મારા અપરાધની ક્ષમા કરો. આમ કહીને તે વેગવતીએ મને પ્રણામ કર્યા. પછી મેં તેને કહ્યું, “ સુતનુ ! તારે અપરાધ નથી; તે મને જીવિત આપ્યું છે. તું જો અહીં આવી ન હાત અને સોમશ્રીનું રૂપ મને ન દર્શાવ્યું હાંત તા હું મરણ પામત.
""
,,
r
આ પ્રમાણે વાર્તાલાપ કરતાં બાકીની રાત્રિ વીતી ગઈ. પ્રભાત થતાં ( રાજાએ અને દેવીએ ) યથાચિત કાર્યો કરવાને માટે દાસીએ મેાકલી. તે દાસીએ વેગવતીને જોઇને વિસ્મિત થઇ, અને ધ્યાનપૂર્વક તેને અવલેાકીને પરસ્પર વાત કરીને દેવી પાસે ગઇ. તેઓએ દેવીને નિવેદન કર્યુ, “ કાઇ પરમ રૂપવાળી યુવતી વાસગૃહમાં છે. સેામશ્રી સ્વામિની નથી. ’’ એટલામાં દેવી અને રાજા ( ત્યાં આવીને ) વેગવતીને પૂછવા લાગ્યાં. તેણે પ્રણામ કરીને મને કહ્યુ હતુ તે પ્રમાણે પેાતાના આગમનનું ધારણ કહ્યું. રાજાએ તેને કહ્યું, “ પુત્રિ ! તારું' સ્વાગત હા! તું વિનાસ'કાચે અહીં રહે. અહીં તને જોતાં અમને જાણે કે સેામશ્રીનું દર્શન થાય છે, એટલે તારી પ્રત્યે અમારે અભેદભાવ છે. ” વેગવતીએ રાજા અને દેવીને કહ્યું, “ તાત ! અહીં આવતાં મેં સેામશ્રીને પુત્રીભાવથી આશ્વાસન આપ્યું હતુ અને ખવડાવ્યુ હતું; દેવતાની કૃપાથી તેણે પાતાના મરણના નિશ્ચય ફ્રબ્યા છે. તમા સહિત આ પુત્રને જીવન પ્રાપ્ત થયું છે. ” પછી પ્રસન્ન થયેલા રાજાએ વેગવતીના વિવાહસત્કાર કર્યો. એ પ્રમાણે તે રાજકુલમાં ભવનમાં રહીને વેગવતીની સાથે વિષયસુખ ભાગવતાં મારા કેટલેક કાળ વીતી ગયા. વેગવતીના આભિજાત્યથી પરિજના પ્રસન્ન થયાં. મારી પરભાગવિધિ-ભાગવિલાસમાં કોઇ પ્રકારની ખામી આવતી નહેાતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org