SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ વેગવતી લભક [ ૨૯૫ ] રાજપુત્રી છે, આ કેાઇ પાપાચારી સ્ત્રી નથી. ” આ પ્રમાણે મેં વિચાર કર્યાં. તે પણુ જાગીને મને કહેવા લાગી, “ આ પુત્ર ! જાણે હું કેાઇ અપૂર્વ વસ્તુ હાઉં તેમ મારી સામે સતત શુ' જોઇ રહ્યા છે ? ” પછી કંઇક વિચારીને તે એકદમ શયનમાંથી ઊઠી, અને પાણીના કુંભ ઉપાડીને પેાતાના શરીર ઉપર રેડ્યો. તેમાંથી એના શરીર ઉપર એક પશુ બિન્દુ રહ્યું નહીં; પાણી કયાં ગયું તે પણુ જણાયુ નહીં. પછી મને હાથ જોડીને તે કહેવા લાગી, “ આ પુત્ર ! સાંભળા વેગવતીની આત્મકથા વૈતાઢ્યની દક્ષિણ શ્રેણિમાં સુવર્ણીભ નામે નગર છે. ત્યાં ચિત્રવેગ નામે વિદ્યાધરરાજા હતા. તેની અગારમતી નામે મહાદેવી છે. તેમને માનસવેગ નામે પુત્ર અને વેગવતી નામે પુત્રી છે. તમે મને તે વેગવતી જાણેા. વૈરાગ્યના માર્ગ ઉપર ચઢેલ તે ચિત્રવેગ રાજાએ અનેક પૂર્વ પુરુષાની પર પરાથી ઊતરી આવેલી રાજ્યલક્ષ્મી પુત્ર માનસવેગને તથા રાજ્યના એક અંશ હું કે જે તે સમયે માલિકા હતી તેને આપીને પેાતાના વંશના નિકાયવૃદ્ધોને કહ્યું, “ આ પુત્રી વેગવતી માટી થાય તે વખતે તેને ભાઈ જો તેને વિદ્યા ન આપે તે મારી પાસે લાવજો, ’ આ પછી નિરપેક્ષ એવા તે રાજાએ તાપસ તરીકેની દીક્ષા લીધી. હું પણ મેાટી થઇ, પરન્તુ મારેા ભાઇ માનસવેગ મને વિદ્યાએ ગ્રહણ કરાવતા નહાતા. એટલે વડેરાએ મને મારા પિતા પાસે લઇ ગયા. ત્યાંથી વિદ્યા ગ્રહણ કરીને હું મારી માતા પાસે આવી, અને મારા રાજ્યભાગ ભાગવતી સુખેથી કાળ વીતાવવા લાગી. માનસવેગે કેાઇ એક માનવ ને ઉપાડી લાવીને પ્રમદવનમાં રાખી હતી. આ . પુત્ર ! નાગરાજે વિદ્યાધરાના સબંધમાં મર્યાદા બાંધેલી છે કે—“ જે કઇ વિદ્યાધર જિનગૃહમાં આશ્રય લઈને રહેલા અણુગારને અથવા સ્ત્રી--પુરુષના મિથુન( જોડલા )ને સતાવશે અથવા નહીં ઇચ્છતી એવી પરસ્ત્રીને પરાણે ગ્રહણ કરશે તે વિદ્યાથી ભ્રષ્ટ થશે. ” આથી તે સ્રી રૂપાળી હાવા છતાં માનસવેગ તેને અંતઃપુરમાં ન લાવ્યેા; અને મને કહ્યું, “ વેગતિ ! તે માનવ સ્રીને સમજાવ, જેથી અહીં રહેતી એવી તે મારામાં પ્રેમ આંધે, ” પછી રાજાની સૂચનાથી હું ત્યાં ગઇ, તેા એકાન્ત ષ્ટિથી ધ્યાન કરતી અને પાસ્તકની અનાવેલી લક્ષ્મી જેવી( સ્થિર ) એ સ્ત્રીને જોઇ. મેં તેને કહ્યું, “ આવે ! આ પ્રમાણે ઉદાસ ન થઇશ. પુણ્યકાર્ય કરનાર શ્રી દેવલાકમાં આવે તેમ તને વિદ્યાધરલેાકમાં લાવવામાં આવી છે. હું રાજાની હૅન વેગવતી છું. રાજા માનસવેગ મારા ભાઇ છે, વિદ્યાધરલેાકમાં પ્રસિદ્ધ છે. મહાકુલીન, રૂપસ્વી, યુવાન, કલાઓમાં કુશળ અને પ્રશંસા કરવા ચેાગ્ય છે. માનવ પતિનું તારે શુ` કામ છે ? ઉત્તમ પુરુષને વરેલી સ્રો હીન કુલ ૧. લેપ્ચક્ર એક પ્રકારના પ્લાસ્ટર.’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy