SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯૪ ]. વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : મને લેપ અથવા ગુરુજનોની આજ્ઞાનું ઉલ્લંઘન નથી. આ તે દેવતાને શેષ છે, પીએ. મારા નિયમની સમાપ્તિમાં વિન ન કરશે, કૃપા કરે, ઝાઝે વિચાર ન કરશે.” પછી તે પ્રત્યેના બહુમાનથી મેં મઘ પીધું. પછી બે દિવસથી હું નિરાહાર રહ્યો હતો તથા પહેલાં કદી મધ પીધું નહોતું, તેથી મને મદ ચડ્યો. મદ વડે ઘેરાયેલાં લેનવાળા મેં પ્રિયાને જોરથી ઉપાડીને, જાણે તેની સાથે આ પ્રથમ સમાગમ હોય એમ માનતાં, શયન ઉપર સુવાડી. રતિના અંતે તે પણ ઊઠી. પછી તેણે વસ્ત્ર બદલ્યાં. પહેલાં પહેરેલાં રેશમી વસ્ત્રો તેણે ખીંટી ઉપર મૂક્યાં. નિદ્રા આવવાને લીધે તથા મદ વધવાને લીધે આ બધી વસ્તુઓને સ્વપ્નની જેમ જેતે હું ઊંઘી ગયો. રાત્રી વીતી પ્રભાત થતાં પરિકમ કરનારી દાસીઓ આવી. તેઓ પોતપોતાની ઉચિત ફરજમાં, ગમતું-અણગમતું વિચાર્યા સિવાય લાગી ગઈ. આ પ્રમાણે તેણીની સાથે પ્રમુદિત મનવાળા એવા મારા કેટલાક દિવસે વીતી ગયા. એક વાર અર્થે રાત્રે હું ભેજનના પરિણામથી જાગ્યો. તે વખતે દીવાના પ્રકાશમાં સ્કુટ દેખાતા શરીરવાળી દેવીને મેં જુદા જ રૂપમાં જોઈ. પછી ધીરે ધીરે ઊઠીને હું વિચાર કરવા લાગ્યું, “મારી જાણ બહાર જ મારી સાથે સૂઈ રહેલી આ રૂપસ્વિની કણ હશે ? દેવતા હશે ? આ તો મીંચાયેલાં લોચનવાળી છે તેથી દેવતા ન હોય. અથવા મારો છળ કરવાની ઈચ્છાવાળી કોઈ પિશાચી કે રાક્ષસી હશે ? તે પણ ન હોય, કારણ કે રાક્ષસો અને પિશાચ પ્રકૃતિથી જ રુદ્ર અને ભીષણ રૂપવાળાં તથા પ્રમાણુથી અતિશય મોટા શરીરવાળાં હોય છે, માટે આ તે પૈકીની ન હોય. અથવા અંતઃપુરમાંથી આ કોઈ સ્ત્રી દેવીને નિવેદન કરીને અહીં પ્રવેશી હશે ? ” પછી ધ્યાનપૂર્વક હું તેને જેવા લાગ્યા. સૂતેલી, શતપત્ર કમળ સમાન સોમ્ય વદનવાળી, સરખા કેશવાળા અને કુસુમવડે ભરેલા સિનગ્ધ અને વાંકડિયા કેશપાશવાળી, વદનના ત્રીજા ભાગ જેટલા પ્રમાણયુક્ત, અન્યૂન અને સૂર્યના તેજને ધારણ કરનાર લલાટવાળી, પહેળી, લાંબી, ધનુષના જેવી વાંકી અને ભમરાઓના સમૂહ જેવી કાળી ભ્રમરવાળી, બહુ ઊંચા નહીં એવા સપ્રમાણુ નાક્વાળી, શ્યામ અને કુટિલ પાંપણવાળાં નયનેવાળી, પૃથુલર અને ગેળ કપલવાળી, માંસલ અને સૂક્ષમ છિદ્રયુક્ત કાનવાળી તથા બિંબફળના જેવા સરસ અને રાતા ઓષ્ઠવાળી તેને મેં અવલોકી. તેનું શરીર જેતે જેતે હું વિચાર કરવા લાગ્યો કે, “આવી આકૃતિ તે શીલવતીની હોય છે, આવી વદનશોભા વૈરિણીની હેતી નથી, તો આ કોણ હશે?” પછી સરસ કમળ જેવાં કોમલ અને માંસલ તળિયાંવાળા, ઊર્ધ્વરેખાથી અંકિત અને પ્રશસ્ત લક્ષણેવાળા તેને ચરણ મેં જોયા એટલે મારા મનમાં નિશ્ચય થયે, “નક્કી આ સર્વાંગસુન્દરી ૧ મૂળમાંનું વાક્ય સંગત નથી. આ અર્થ કેવળ અનુમાને કર્યો છે. ૨ મળમાં ૩Mવાય......૪Mાણા એટલું વાક્ય અસ્પષ્ટ છે. તેમાંથી જે વાક્યખંડેનો અર્થ કરી શકાય છે તે જ અહીં આપે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy