________________
[ ૨૬૬ ]
વસુદેવ-હિંડી ઃ : પ્રથમ અંક :
સ્થળવાળા, જેના પ્રકાઇ તથા શરીરના સાંધાઓ સુશ્લિષ્ટ છે એવા નગરની ભેગળ જેવી દીર્ઘ ભુજાવાળા, ઉત્તમ લક્ષણોથી અંકિત અને પુષ્ટ હસ્તકળવાળા, મનહર રામરાજથી વ્યાસ અને હાથના પંજામાં ગ્રહણ કરી શકાય એવા મધ્યભાગવાળા, વિકાસ પામતા પદ્મ સમાન નાભિવાળા, ઉત્તમ અશ્વના જેવી ગેળ કટિવાળા, હાથીની સૂંઢ જેવા રમ્ય અને સ્થિર ઉરુવાળા, (માંસલ સ્નાયુઓમાં ઢંકાયેલા જાનુવાળા, હરિના જેવી ઘંટીવાળા, શંખ, ચક્ર અને છત્રવડે અંતિ, કેમલ અને કૂર્મ જેવા આકારયુક્ત ચરણવાળા, મસ્ત વૃષભ જેવી લલિત ગતિવાળા, શ્રવણમનહર, ઉત્તમ અર્થ યુક્ત અને રિભિત વાણીવાળા, તથા આખા મહીતલનું પાલન કરવાને ગ્ય એવા તેને મેં જોયે, માટે હવે હું વિલંબ સહન કરી શકતું નથી. કાલે કુમારી પદ્માવતીનું પાણિગ્રહણ થાય એવી મારી ઇચ્છા છે.” દેવીએ કહ્યું, “સ્વામી ! જે કુમારી પદ્માવતી માટે જેનાં કુળ અને વંશ અજ્ઞાત છે એવો વર તમે પસંદ કર્યો છે, તો તે બાબતમાં નૈમિત્તિકને પ્રમાણ કરે (અર્થાત્ નૈમિત્તિકને પૂછો).” રાજાએ કહ્યું, “દેવિ ! એનાં કુળ અને વંશ અજ્ઞાત છે–એમ ન બોલ. સૂર્યનાં કિરણે વાદળાંના પટલમાં ઢંકાઈ ગયેલાં હોય તો પણ કમળવનના વિકાસવડે સૂર્ય ઉદય સૂચિત થાય છે. એ જ પ્રમાણે ઉત્તમ મનુષ્ય તેની ચેષ્ટાઓથી જણાય છે. ટૂંકમાં એટલું જ કે જે તે દેવ નહીં હોય તે વિદ્યાધર અથવા ઉત્તમ માનવ રાજવંશમાં તે જરૂર જન્મેલે હશે. તે હાથી ઉપર ચઢ્યો તે વખતે કૌતૂહલિક જનોએ તેને જયશબ્દથી વધાવ્યા હતા. નિધિ જોયા પછી તેનો સ્વીકાર કરવો કે નહીં એ વિષે નૈમિત્તિકને પૂછવા કોણ જાય ? માટે તું પ્રસન્ન મનવાળી થા. ઉત્તમ વરની પ્રાપ્તિરૂપ કલ્યાણ કલ્યાણશાળીઓને પ્રાપ્ત થાય છે.” આમ કહીને રાજા દેવી પાસેથી ગયા. પછી તેમણે મંત્રીને આજ્ઞા આપી, “પઢાના વિવાહ માટે કાલે સામગ્રી અને અલંકારો તૈયાર રાખે ”હે દેવ ! આ પ્રમાણે હકીકત છે...” એમ કહીને પ્રણામ કરીને પ્રતિહારી ગઈ. | મારી રાત્રિ પણ સુખશામાં વીતી ગઈ. પછી રાજાએ મોકલેલી મહરિકાએ આવી. તેમણે વરને યોગ્ય એવો મારો શરીરસંસ્કાર કર્યો. પછી કર્ણિકારની કેસરાઓના સમૂહ સમાન ગૌર વર્ણવાળે, સફેદ રેશમી વસ્ત્રનું જેણે ઉત્તરાસંગ કર્યું હતું એવો, જેણે પિતાના મસ્તક ઉપર ધરનાં અંકુર અને માલતીપુષ્પો મૂક્યાં હતાં એ, પુષ્ટ શરીરવાળે તથા ગંભીર અને મધુર વાણવાળ શાન્તિ નામે પુરોહિત આવ્યો. તેણે જયાશીષથી મને વધાવ્યું. જેની મંગલ-વેદી સારી રીતે બનાવવામાં આવી હતી એવી ચોરીમાં તે મને લઈ ગયે. તારાઓ વડે વીંટળાયેલી હિણી જેમ ચન્દ્રની પાસે આવે તેમ રાજકન્યા પહ્મા પોતાની સખીઓ સહિત રાજાના વચનથી મારી પાસે આવી. સૂક્ષમ નામે ઉપાધ્યાયે અગ્નિમાં હોમ કર્યો, એટલે અગ્નિસેન રાજાએ મને પદ્માનું પાણિગ્રહણ કરાવ્યું. અમે અગ્નિની પ્રદક્ષિણા કરી, લાજા જલિઓ નાખી, રાણીઓએ મંગલ ગીતે ગાયાં, પુરોહિતે અક્ષત નાખ્યા અને સંતુષ્ટ થયેલાં પરિજનોની સાથે અમે ગર્ભગૃહમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org