SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ----- પાા લંભક [ ૨૬૫ ] બારીઓમાં ઊભી રહીને મારા ઉપર પુષ્પોની તથા નાસિકા તથા મનને સુખ આપનાર સુગંધી ચૂર્ણની વૃષ્ટિ કરતી હતી. જ્યાં તેરણ અને વનમાલાઓ સારી રીતે બાંધી હતી એવા રાજભવન આગળ હું અનુક્રમે પહોંચ્યો. મારી અધ્યપૂજા કરવામાં આવી, એટલે હું હાથી ઉપરથી ઊતર્યો, અને રાજાનાં પરિજનોની સન્તોષથી વિકસિત એવી નયનમાલાઓ વડે જેવાતે હું દેવવિમાન જેવા રાજભવનમાં પ્રવેશ્યા. પાદશૌચ કર્યા પછી તૈલાશ્ચંગ વખતે ધારણ કરવાનું વસ મેં પહેર્યું, એટલે કુશળ દાસીઓએ સુગંધી તેલથી મને મર્દન કર્યું, અને મારું શરીર મસળ્યું. પછી હું સ્નાનગૃહમાં ગયે, ત્યાં મને મંગલપૂર્વક સ્નાન કરાવવામાં આવ્યું. ઉત્તમ વસ્ત્ર પહેરીને હું સુખપૂર્વક ભજનમંડપમાં બેઠો, અને ત્યાં સુવર્ણના થાળમાં લાવવામાં આવેલું સ્વાદિષ્ટ ભેજન જમે. પદ્યાનું પાણિગ્રહણ તે સમયે પ્રતિહારીએ મને કહ્યું, “દેવ! સાંભળ–અમારા સ્વામી અભસેનની પુત્રી પધા નામે છે. તે પદ્મવનમાં વિહાર કરવા નીકળેલી શ્રી જેવી રૂપાળી છે. લક્ષણ પાઠકે જેની પ્રશંસા કરેલી છે એવાં મુખ, નયન, નાસિકા, હોઠ, સ્તન, હસ્તકમળ, કટિ, જઘન, જંઘા, પીંડી અને ચરણકમળ વાળી છે, સરસ્વતીની જેમ પરમ મધુર વચનવાળી છે અને ગતિની બાબતમાં હંસને પણ ઉપહાસ કરનારી છે. રાજા તમને એ કન્યા અવશ્ય આપશે.” મેં તેને પૂછયું, “તું આ વૃત્તાન્ત કેવી રીતે જાણે છે?” તેણે કહ્યું, “આજે રાજા દેવીની પાસે તમારા ગુણોનું વર્ણન કરતા હતા તે મેં સાંભળ્યું હતું. રાજાએ શ્રીમતી દેવીને કહ્યું, “પ્રિયે! આજે પદ્માને' એવો પતિ મળે છે, જે દેવકમાં પણ દુર્લભ હોય, તે પછી મનુષ્યલોકની તો વાત કયાં કરવી?” એટલે દેવીએ પૂછયું, “સ્વામી ! તે કયાં છે અને કેવો છે?” રાજાએ ઉત્તર આપે, “મારા ભાગ્યથી પ્રેરાયેલે તે અહીં જ આવ્યા છે. કૌતુકપ્રિય જનોએ એની વાત મને કરી હતી, જેથી આજે હું તેની પાસે ગયે. લોકોની દષ્ટિવડે જેની સુન્દરતા જોવાતી હતી એવા, મુકુટના સ્થાનરૂપ તથા છત્રના જેવી આકૃતિયુક્ત મસ્તકવાળા, ભમરાઓના સમૂહ જેવા કાળા, વાંકા, દક્ષિણાવર્ત અને નિગ્ધ કેશવાળા, શરદઋતુના પૂર્ણચન્દ્ર જેવા સૌમ્ય વદનચંદ્રવાળા, અષ્ટમીના ચંદ્ર જેવા લલાટવાળા, રવિનાં કિરણેથી વિકાસ પામેલા કમળ જેવી આંખવાળા, સુન્દર નાસિકવાળા, ઈન્દ્રપ અને પરવાળાં જેવા રાતા હેઠવાળા, સર્પની બહાર કાઢેલી જીભના સમાન વર્ણયુક્ત જીભવાળા, કમળમાં મૂકેલી મેગરાની કળીઓની માળા સમાન દાંતવાળા, જેના ઉપર કુંડળ લટકી રહ્યાં છે એવા રમણીય શ્રવણવાળા, મટી હડપચીવાળા, ત્રિલેખાથી યુક્ત શંખ સમાન ડિકવાળા, ઉત્તમ મણિના શિલાતલ સમાન વિશાલ વક્ષ: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy