SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ સમશ્રી લંભક [ ૨૪૩] અધિક બળવાળે છે.” એ વખતે દેવતાએ તેના હાથ ઉપર ચક્ર મૂકયું. તે જોઈને બાહુબલિ બોલ્યો, “ તું અધમ યુદ્ધને આશ્રય કરે છે, અને મુણિયુદ્ધથી છતા, એટલે હાથમાં આયુધ લે છે.” ભરત બોલે, મારી ઈચ્છાથી મેં એમ કર્યું નથી; દેવતાએ મારા હાથમાં શસ્ત્ર મૂક્યું છે. ” પછી બાહુબલિ બોલ્યો, “લકત્તમ પુરુષને પુત્ર હોવા છતાં પણ તું જે મર્યાદાનું ઉલ્લંઘન કરે છે, તે પછી પૃથજનની તે વાત જ શી ? અથવા તારો દોષ નથી; “ આ તે શ્રીષભદેવનો પુત્ર છે ” એ પ્રમાણે લોકો વડે પ્રશંસા પામેલા તે વિષયલોલુપતાને કારણે અકાર્ય કર્યું છે. જે તારા જેવા પ્રધાન પુરુષો પણ વિષયને વશ થઈને અકાર્ય કરવામાં ઉદ્યત થાય છે, તે પછી જેને આ પ્રકારને પરિણામ છે એવા વિષયભેગોથી મારે બસ થાઓ. ” એમ વિચારીને સર્વ હિંસક પ્રવૃત્તિઓને બાહુબલિએ ત્યાગ કરી દીધું. “ જેને કેવલજ્ઞાન થયું નથી એવો હું મારા નાના ભાઈઓને કેવી રીતે મળું ? ' એમ વિચારીને તે શરીરને વસરાવીને રહ્યો. જેને પશ્ચાત્તાપ થયો છે એ ભરત તેને મનાવવા લાગ્યા, પરંતુ આખાયે ભરતનું રાજ્ય આપવાનું કહ્યાા છતાં, પ્રશસ્ત ધ્યાનમાં રહેલા તથા મંદર પર્વતની જેમ સ્થિર અધ્યવસાયવાળા તે ભગવાને એ અનુનય-વચને ચિત્તમાં ધર્યા નહીં. પછી ભરત રાજા બહુબલિના પુત્રને રાજ્ય આપીને પિતાના નગરમાં આવે. બાહુબલિ વૃક્ષના કૂઠાની જેમ એક સંવત્સર સુધી ઊભા રહ્યા અને નજીકમાં ઊગેલી અતિમુક્તકની વેલે તેમને વૃક્ષની જેમ વીંટી વળી. ગણુ સહિત વિહાર કરતા ભગવાન બાષભદેવ તક્ષશિલામાં સમોસર્યા. બ્રાહ્મી આર્યાએ તેમને પૂછ્યું, “ ભગવન્! દુષ્કર તપમાં ઉઘત અને પૃથ્વીની જેમ સર્વ સ્પર્શીને સહન કરતા પરમ ભેગી બાહુબલિને કેવલજ્ઞાન કેમ ઉત્પન્ન થતું નથી ? ” ભગવાને કહ્યું, “ આયે ! માનરૂપી પર્વત ઉપર આરૂઢ થયેલા તેને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. “ કૃતાર્થ એવા મારા નાના ભાઈઓને હું કેવી રીતે વંદના કરું ?” એવો પરિણામ તેના મનમાં થયેલો છે. એમાંથી જે નિવૃત્ત થાય તો તેને કેવલજ્ઞાન થાય. ” બ્રાહ્મીએ ભગવાનને પૂછયું, “મારી પ્રેરણાથી જે તે માન મૂકી દે તો કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય ખરી? ” ત્યારે ભગવાને કહ્યું, “હા.” પછી બાહુબલિના અંતઃપુર સહિત ભગવતી બ્રાહ્મી જે પ્રદેશમાં મહાત્મા બાહુબલિ રહેલા હતા ત્યાં ગઈ. પ્રતિમામાં રહેલા, તપના તેજથી દેદિપ્યમાન, જેમને માટે તાપસ “ આ તો અમારા દેવતા છે ” એમ બહુમાનપૂર્વક માનતા હતા, પલાશપટ્ટ ( એક પ્રકારના વસ્ત્ર ) વડે વીંટળાયેલે જાણે કે ઈન્દ્રધ્વજ હોય તેવા, જમરના સમૂહનું રૂપ ધારણ કરનાર જટાઓ વડે શિખર ઉપર અંજન ધાતુ ધારણ કરનાર જાણે કે કનકપર્વત-મેરુ હોય તેવા દેખાતા તથા એક જ વસ્તુ ઉપર સ્થિર કરેલી પ્રસન્ન દષ્ટિવાળા બાહુબલિને તેમણે જોયા. “ અહો ! આશ્ચર્ય છે કે જંગમમાં શ્રેષ્ઠ હોવા છતાં સ્વામી સ્થાવર થયા છે ! સુખ ભેગવવાને લાયક ત્વચા વડે તેમણે ટાઢ, તડકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy