SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ સામશ્રી લલક [ ૨૩૯ ] જમણેા હાથ ઊંચા કરીને રાજાધિરાજને ‘આપ જીતાયેલા છે!' એમ કહેવા લાગ્યા. એટલે તે ભરત વિચાર કરવા લાગ્યા, “ સાગર અને હિમવત પર્યંત જેની મર્યાદા છે એવા ભારતવર્ષ મે જીત્યા છે. મને કાણુ જીતી શકવાનું હતું? ” પણ પછી પેાતાની બુદ્ધિથી વિચારતાં તેના મનમાં એમ થયું, “ સત્ય છે, ઇન્દ્રિયાના વિષયેામાં આસક્ત એવા મને અનિયંત્રિત રાગદ્વેષે પરાજિત કરે છે. ” એ પ્રમાણે સમય જતા હતા ત્યારે રાજદનને દેવદન સમાન ગણતા કેટલાક લેકા કુતૂહલથી પણ શ્રાવકાની સાથે રાજમહેલમાં પ્રવેશતા અને આશીર્વાદ આપતા હતા. ભેાજનના અધિકારમાં દ્વાર ઉપર ઊભા રાખવામાં આવેલા પુરુષાએ તેમને તે પ્રમાણે આવેલા જાણીને રાજાંને નિવેદન કર્યું, “ દેવ ! શ્રાવકપણાના બહાના નીચે ઘણા લોક ભાજનસ્થાનમાં આપતું દન કરવાને માટે પ્રવેશે છે; માટે આ બાબતમાં આપની આજ્ઞા પ્રમાણુ ગણાશે. ” એટલે ભરતે વિચાર કરીને કહ્યું, “ ભલે, તેના નિર્ણય હું કરીશ.” હવે, પેલા( કુતૂહલથી પ્રવેશતા લેાકેા )ની પ્રતિજ્ઞા હતી કે-પ્રાણિવધ કરવા નહીં. જીવાને નહીં હણવાના કારણથી તેઓ માદળ (બ્રાહ્મણ) કહેવાતા હતા. તેમને મેલાવીને રાજાએ પૂછ્યું, “ તમારામાંથી જેનાં જેટલાં વ્રતા હાય તે તેટલાં મને કહેા, ” એટલે તેમાંના પ્રત્યેક જણ પેાતાનાં તપ, શીલ અને ગુણવ્રતા કહેવા લાગ્યા. પછી તેમાં જે પાંચ અણુવ્રત ધારણ કરનારા હતા તેમને રાજાએ કાકિણી-રત્નથી એક વૈક્ષિક (ઉત્તરીય નંખાય તે પ્રમાણેની) રેખા કરી; જે ત્રણ ગુણવ્રત અને અણુવ્રત ધારણ કરનારા હતા તેમને એ રેખાએ કરી; જેએ અણુવ્રત, ગુણુવ્રત અને શિક્ષાવ્રત ધારણ કરનારા હતા તેમને ત્રણ રેખાએ કરી. આ પ્રમાણે અંકિત કરવામાં આવેલા બ્રાહ્મણેા પ્રસિદ્ધ થયા. તેમના જે આચારધર્મ તે એક લાખ લેાકપ્રમાણ ગ્રન્થમાં બાંધવામાં આવ્યેા. પછી તેએ અગિયાર ઉપાસકપ્રતિમા( શ્રાવકોએ કરવા ચેાગ્ય નિયમવિશેષ )ના વિધાન સહિત, શીલવ્રતા અને નિયમે વડે વિભૂષિત, મરણવિધિ, સુગતિગમન, સુકુલમાં પ્રત્યાગમન આદિથી તથા બેાધિપ્રાપ્તિના ફળથી યુક્ત, નિર્વાણુમાં જવાના સારભૂત ઉપદેશ જેમાં આપેલે છે એવા તથા પરમ ૠષિએ ઉપદેશેલા આ વેદનું અધ્યયન કરવા લાગ્યા. શ્રીઋષભદેવનું નિર્વાણુ ભગવાન જગદ્ગુરુ ઋષભસ્વામી ૯૯ હજાર પૂર્વ સુધી કેવલી અવસ્થામાં વિહરીને ચૌદ ભક્ત પર્યંત અપવાસ કરીને વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં તેરશના દિવસે અભિજીત નક્ષત્રમાં અષ્ટાપદ પર્વત ઉપર દશ હજાર સાધુએ તથા નવાણું પુત્રા અને આઠ પૌત્રાની સાથે એક સમયે નિર્વાણ પામ્યા. બાકીના અણુગારા પૈકી દસ હજારમાં એક સેા આઠ જેટલા આછા(૯૮૯૨)અણુગારા તેજ નક્ષત્રમાં જુદા જુદા સમયાન્તરમાં સિદ્ધિમાં ગયા. પછી તીથંકરના સિદ્ધ શરીરને તથા ઇક્ષ્વાકુવંશના તેમજ અન્ય અણુગારાનાં સિદ્ધ શરીરને ત્રણ શિખિકાઓમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy