SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ સમશ્રી લંક [૨૩૭] આર્યવદની ઉત્પત્તિ આ ભરતક્ષેત્રમાં યુગલિકે રૂપી કુમુદોને વિકસાવવામાં ચંદ્ર સમાન વિમલવાહન આદિ સાત કુલકર થઈ ગયા છે. તેમાંના સાતમા નાભિને મરુદેવા ભાર્યા હતી, તથા રષભ નામે ત્રિભુવનના ગુરુ તથા ઈક્વાકુ વંશના તિલક સમાન પુત્ર હતો. તેને જન્મ થતાંવેંત જ દેએ મેરુશિખર ઉપર તીર્થકરના અભિષેકથી તેને અભિષેક કર્યો હતે. પ્રજાહિત કરનાર શ્રી ઋષભદેવ મોટા થયા એટલે કલાવિધાન અને સેંકડે પ્રકારની કારીગરીનો ઉપદેશ કરીને, રાજધર્મ પ્રવર્તાવીને, વીસ લાખ પૂર્વ સુધી કુમારવાસમાં રહીને તથા ત્રેસઠ લાખ પૂર્વ સુધી રાજ્યલક્ષમી ભેગવીને, સો પુત્રને સે જનપદ વહેંચી આપીને ચાર હજાર ક્ષત્રિો સાથે તેમણે દીક્ષા લીધી. પછી એક હજાર વર્ષ પુરિમતાલપુરમાં તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ભરતના પુત્ર રાષભસેનને પ્રથમ ગણધર તરીકે તથા ભરતની બહેન બ્રાહ્મીને પ્રથમ પ્રવત્તિની પદે સ્થાપીને ભવ્ય જનને, શરદકાળને સૂર્ય જેમ કમલવનેને વિકસાવે તેમ, પ્રતિબોધ પમાડતા તેઓ વસુધામાં નિર્વિદને વિહરવા લાગ્યા. - ભરત એ ભગવાન રાષભદેવનો પહેલો પુત્ર હતો. ભગવાનના કેવલજ્ઞાનોત્પત્તિના દિવસે તે ભારતને ત્યાં ચકાદિ ચૌદ રત્ન ઉત્પન્ન થયાં હતાં. જેને ત્યાં રત્ન ઉત્પન્ન થયાં છે એવા તેણે સાઠ હજાર વર્ષે ભરતક્ષેત્ર ઉપર દિગ્વિજય કર્યો. પછી વિનીતા (અયોધ્યા)નગરીમાં તેને મહારાજ્યાભિષેક થયા. પછી ભગવાન ઋષભશ્રી રાશી હજાર ઋષિઓ અને ત્રણ લાખ આર્યાઓ સાથે વિનીતા નગરીમાં સમોસર્યા. પછી ભરતરાજાએ ૩૬. રસોઈયાઓને આજ્ઞા કરી, “જ્યાં સુધી ભગવાન તીર્થકરને વંદન કરવાને હું જાઉં ત્યાં સુધીમાં સાધુને યેગ્ય વિવિધ પ્રકારનાં આહાર-પાણું તૈયાર કરો.” ભરત ત્યાં પહોંચ્યો અને ભગવાન પરમગુરુને વંદન કરીને તેમની ઉપાસના કરવા લાગે. ઈન્દ્રાદિ દેવે પણ ત્યાં આવ્યા. પછી રસોડાના અધિકારીઓ ત્યાં આવ્યા, અને વંદન કરીને ભારતને કહેવા લાગ્યા, “સ્વામી ભેજન આપ્યું છે.” ભરતે વંદન કરીને શ્રીષભદેવને કહ્યું, “તાત! સાધુઓ અને સાધ્વીઓ આહાર–પાણું ભલે ગ્રહણ કરે.” રાષભસ્વામીએ કહ્યું, “ભરત! સાધુઓ માટે જે આહારપાણ અહીં લાવવામાં આવ્યાં છે તે રાજપિંડ હાઈને સાધુઓનાં વતેને માટે વિનકર છે; સાધુઓને એ ન કલ્પે.ભગવાને આમ કહ્યું એટલે “નાથે મારે સર્વથા ત્યાગ કર્યો” એમ વિચારીને ભરત ઉદાસ થઈને ઊભે રહ્યો. એટલે તેના ચિત્તને પ્રસન્ન કરવા નિમિત્તે ઈન્દ્ર ભગવાનને પૂછયું, “અવગ્રહ (ગ્રહણ કરવા ગ્ય વસ્તુ) કેટલા પ્રકાર છે?” ભગવાને કહ્યું, ઈન્દ્ર! પાંચ પ્રકારનો અવગ્રહ છે: દેવેન્દ્ર-અવગ્રહ, રોજ–અવગ્રહ, ગૃહપતિ–અવગ્રહ, સાગરિક (ઘરને માલીક)–અવગ્રહ અને સાધર્મિક–અવગ્રહ.” પછી દેવરાજે પૂછયું, વામી ! ભરત ઉપર મારે અધિકાર ખરો કે નહીં?” ભગવાને કહ્યું, “જ્યાં સુધી ચક્રવતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy