SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩૦ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : જેમણે દેહનું મમત્વ છોડી દીધેલું છે એવા આ સાધુ ઔષધ પીવાને ઇચ્છતા નથી, માટે તેલાવ્યંગ અને માલીશ વડે તેમની સારવાર કરવી જોઈએ. તેમાં મારી પાસે શતસહસ્ત્ર તૈલ તે છે, પણ ગશીર્ષ ચંદન અને કંબલરનની જરૂર છે.” અમે તેની વાત સ્વીકારીને કહ્યું, “તમે સારવાર કરો, અમે બધી વસ્તુ લાવી આપીશું. ” રાજપુત્રે કંબલરત્ન આપ્યું તથા ચંદન પણ મેળવી આપ્યું. પછી પ્રતિમામાં રહેલા સાધુને અમે વિનંતી કરી. “ભગવન્! અમે આપના પ્રત્યેની હિતબુદ્ધિથી જે કંઈ પીડા કરીએ તે માટે ક્ષમા કરજે.” પછી અમે તેમને તૈલાભંગ કર્યું, તેથી કૃમિઓ વધુ પ્રમાણમાં સંચલન કરવા લાગ્યા તથા સાધુને અત્યંત વેદના કરતા બહાર નીકળ્યા. તેનાથી તપસ્વી મૂછ પામ્યા, એટલે તેમના ઉપર કંબલ વીંટી. તે શીતલ લાગી એટલે કૃમિએ તેને વળગી પડયા, એટલે શીતલ પ્રદેશમાં તે ખંખેરી નાખ્યા અને સાધુને ચંદનનો લેપ કર્યો. તેઓની મૂચ્છ વળી, એટલે ફરી પાછું તેમને તેલાવ્યંગ કર્યું. એ રીતે કૃમિ નીકળવા લાગ્યા, અને સાધુને વેદના થતાં અમે તેમને ચંદનથી સ્વસ્થ કરવા લાગ્યા. જ્યારે કૃમિ નીકળી રહા ત્યારે સાધુને ચંદનનો લેપ કરી અમે ઘેર ગયા. ધર્મ સાંભળીને અમે સર્વેએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. સાધુની વૈયાવૃત્યમાં પરાયણે કેશવ વિશેષ કરીને ઉગ્ર શીલવ્રત અને તપ-ઉપધાન વડે પિતાના આત્માને ભાવતો હતો. સમાધિથી કાલધર્મ પામીને (અમે) અશ્રુત કલ્પમાં ઈન્દ્રના સામાનિક દેવ થયા. દિવ્ય સુખ અનુભવ્યા પછી આયુષ્યને ક્ષય થતાં ત્યાંથી ચવીને કેશવ પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિ નગરીમાં વજાન રાજાની મંગલાવતી દેવીનો પુત્ર વજનાભ થયે; અને રાજપુત્ર વગેરે (રાજપુત્ર, પુરોહિતપુત્ર, મંત્રીપુત્ર અને સાર્થવાહપુત્ર) ચાર જણ અનુક્રમે કનકનાભ, રુણ્યનાભ, પીઠ અને મહાપીઠ નામે કુમારો થયા. હું તે જ નગરમાં (અન્ય) રાજપુત્ર થયે, અને બાળપણમાં જ વજનાભની સેબતમાં રહીને સુયશ નામે તેને સારથિ થયે. લોકાન્તિક દેવો વડે પ્રતિબંધ પમાડાયેલા વજસેન રાજાએ વનાભ આદિ કુમારને રાજ્ય આપીને તથા એક વર્ષ સુધી ધનનું દાન આપીને દીક્ષા લીધી, અને જેમને કેવલજ્ઞાન થયું છે એવા તે સ્વયં બુદ્ધ ધર્મદેશના દેવા લાગ્યા. સમસ્ત વિજયને અધિપતિ વજનાભ ચક્રવતીને ભેગો ભેગવવા લાગ્યા. એક વાર તીર્થકર ભગવાન્ પુંડરીકિ નગરીના અગ્રોદ્યાનમાં સમોસર્યા. વજનાભ પિતાના પરિવાર સહિત તેમને વંદન કરવાને ગયે. જિનેશ્વરના વચનામૃતથી સંસિકત હદયવાળો તથા જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એવા તેણે પુત્રને રાજ્યલક્ષમી સેંપીને પિતાના ભાઈઓ સહિત દીક્ષા લીધી. મેં પણ પૂર્વના નેહાનુરાગથી વજનાભની સાથે દીક્ષા લીધી. લબ્ધિસંપન્ન એવો વજનાભ થોડા સમયમાં જ ચતુર્દશપૂવ થયે. કનકનાભ તેમની વૈયાવૃત્ય કરતા હતા. ભગવાન તીર્થકરે નિર્દેશ કર્યો હતો કે, “આ વજનાભ ભરતક્ષેત્રમાં ઋષભ નામે પ્રથમ તીર્થંકર થશે ” અને એમ કહ્યું હતું કે, “આ કનકનાભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy