SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - -- * નીલયશા સંભક [ ૨૨૫ ] w હશે તે પિતાનું ચરિત્ર જોઈને તેને જાતિસ્મરણ થશે. તેની સાથે તે નિશ્ચિન્તપણે વિષયસુખ અનુભવીશ.” પછી તેના અભિપ્રાય મુજબ, બન્ને જણીઓએ વિવિધ વર્ણની પદિકાઓ વડે પટ તૈયાર કર્યો. તેમાં સૌ પહેલાં નંદિગ્રામનું આલેખન કર્યું, પછી અંબરતિલક પર્વત ઉપર આવેલા પુષિત અશોકવૃક્ષની નીચે બેઠેલા ગુરુ તથા વંદન માટે આવેલ દેવયુગલ ચીતર્યું, ઈશાન ક૫માં દેવમિથુન સહિત શ્રીપ્રભ વિમાન આલેખ્યું, સ્વયં બુદ્ધ અને સંભિન્નત સહિત મહાબલ રાજા, તપથી સાયેલા શરીરવાળી નિર્નામિકા તથા નામ સહિત લલિતાગક અને સ્વયંપ્રભા પણ ચીતર્યા. આ પ્રમાણે આલેખન તૈયાર થતાં ધાત્રી તે પટ્ટને હાથમાં લઈને ધાતકીખંડ દ્વીપમાં જાઉં છું” એમ કહીને પિતાની વિદ્યાના પ્રભાવથી આકાશમાગે યુવતીના કેશપાશ, નીલ કમલ અને પલાશ સમાન શ્યામ ગગનતલમાં ઊડી. ક્ષણવારમાં જ તે પાછી આવી, એટલે મેં પૂછયું, “માતા આટલી જલદી કેમ પાછી વળી?” તેણે કહ્યું, “બેટા! એનું કારણ સાંભળ-અહીં અમારા માલીક અને તારા પિતાની વર્ષવર્તમાની નિમિત્તે વિજયવાસી ઘણા રાજાઓ આવેલા છે. જે તારો હદય-સ્વાધીન પ્રિયતમ અહીં જ હશે તે આપણું કામ થઈ જશે, એમ વિચારીને હું પાછી આવી. આવેલ રાજાઓમાં જે તે નહીં હોય તે પછી તેની શોધ માટે હું પ્રયત્ન કરીશ” સ્થિર હૃદયવાળી એવી તેને મેં (હા) કહી. બીજે દિવસે અપરાલંકાળે તે પટ્ટ લઈને આવી અને પ્રસન્ન મુખવાળી તે કહેવા લાગી, “બેટા! નિશ્ચિત્ત થજે. તે લલિતાગકને મેં જોયા છે” મેં પૂછયું, “માતા! કહે, તેને કેવી રીતે છે?” તેણે કહ્યું, “બેટા! મેં રાજમાર્ગ ઉપર પટ્ટ પાથર્યો હતે. તે જોઈને ચિત્રકળામાં કુશળ પુરુષ તે આલેખન કરનારના શાસ્ત્રજ્ઞાનને પ્રમાણભૂત માનતા પ્રશંસા કરતા હતા. જેઓ અકુશળ હતા તેઓ રંગ અને રૂપ જોતા હતા. દુર્મર્ષણ રાજાનો કુમાર દુદન્ત મુહૂર્ત માત્ર તે જોઈને મૂચ્છ પામ્યા. થોડી વાર પછી તેની મૂછ વળી ત્યારે માણસેએ પૂછયું, “સ્વામી! તમે કેમ મૂચ્છ પામ્યા હતા?” તેણે કહ્યું, “મારું ચરિત્ર પટ્ટમાં આલેખેલું જોઈને મને પૂર્વજન્મનું સ્મરણ થયું. હું લલિતાગક દેવ હતો અને સ્વયંપ્રભા મારી દેવી હતી.” મેં તેને પૂછયું, “પુત્ર! આ કયે સંનિવેશ છે?” એટલે તે બે, “પુંડરીકિશું નગરી છે.” પર્વતને તે મેરુ કહેવા લાગ્યા, આ સાધુ “કેઈ વિશ્વરતિ નામે છે” એમ કહ્યું, કલ્પને સૌધર્મ કહેવા લાગ્યું, “મંત્રી સહિત આ રાજા કેણુ છે તથા આ તપસ્વિની કોણ છે ?” (એમ પૂછતાં) “તેમનાં નામ હું જાણતા નથી ” એમ તે બોલ્ય. એટલે “આ તે ઠગારે છે” એમ જાણીને મેં તેને કહ્યું, “પુત્ર સત્ય છે, સત્ય છે, જન્માન્તરમાં તું કંઈક વિસરી ગયે તેથી શું થયું? ખરેખર તું લલિતાગક છે, તે સ્વયંપ્રભા દેવી નંદિગ્રામમાં કાંઈ કર્મદેષથી પાંગળી જન્મી છે. તને ૧. વાર્ષિક દરબાર ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy