________________
[ ૨૨૪]
વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ :
રહેતા તેઓ નરકપાલાએ ઊભાં કરેલાં સેંકડો કારણે-દુઃખેને વિવશપણે અનુભવતા ઘણે કાળ ગુમાવે છે. તિર્યંચે પણ સ્વપક્ષ અને પરપક્ષથી ઉત્પન્ન થયેલાં જે ટાઢ, તાપ, ભૂખ, તરસ અનુભવે છે તેનું વર્ણન ઘણે કાળે પણ થઈ શકે તેમ નથી. તારું સુખદુઃખ તે સાધારણ છે. પૂર્વનાં સુકૃત્યોથી ઉપાર્જિત થયેલી બીજાઓની રિદ્ધિ જોઈને તું પિતાની જાતને દુઃખી માને છે. તારાથી હીન એવા જે લેકે બંદીખાનામાં કલેશ પામે છે, જે દાસ અને નેકરી પરાધીન દશામાં નાના પ્રકારનાં પીડાજનક કર્મો કરતા દુઃખ પામે છે તથા તુચ્છ અને અનિષ્ટ એ આહાર કરતા જીવન ગાળે છે તેમને તું જે.” મેં પ્રણામ કરીને “આપ કહો છો તેમજ છે ” એમ કહીને તે વસ્તુ સ્વીકારી. ત્યાં ધર્મ સાંભળીને કેટલાક લોકોએ દીક્ષા લીધી, અને કેટલાક ગ્રહવાસીને યોગ્ય શીલવ્રતો સ્વીકાર્યા. મેં પણ આચાર્યને વિનંતી કરી, “જે નિયમનું પાલન હું કરી શકું તેમ હેઉ તેને ઉપદેશ મને કરો.” એટલે તેમણે પાંચ અણુવ્રતને ઉપદેશ મને કર્યો. તેમને વંદન કરીને સંતુષ્ટ થઈને હું નંદીગ્રામમાં ગઈ અને ત્યાં પ્રસન્ન થઈને વ્રતો પાળવા લાગી. કુટુંબના આદરને લીધે હું પૂર્ણ પણે શાન્તિથી ચોથ, છઠ્ઠ અને અઠ્ઠમનાં તપ કરવા માંડી.
એ પ્રમાણે સમય જતાં એક વાર મેં અનશન કર્યું હતું ત્યારે રાત્રે મેં પરમ દર્શનીય દેવને છે. તેણે મને કહ્યું “નિર્નામિકે! મને જે, અને ચિન્તન કર કે “હું આની ભાર્યો થાઉં,” એટલે તું મારી દેવી થઈશ અને મારી સાથે દિવ્ય ભેગો ભોગવીશ.” એમ કહીને તે અદશ્ય થયો. પરિતોષથી વિકસિત થયેલા હદયવાળી હું પણ “દેવદર્શનથી દેવત્વ પામીશ” એમ વિચારીને સમાધિથી કાલધર્મ પામી, અને નિયાણું કર્યું હોવાને કારણે ઈશાન ક૯૫માં શ્રીપ્રભ વિમાનમાં લલિતાગક દેવની અગ્રમહિષી સ્વયંપ્રભા નામે થઈ. અવધિજ્ઞાનથી મારા દેવભવનું કારણ જાણુને હું લલિતાગક દેવની સાથે યુરંધર ગુરુને વંદન કરવાને માટે આવી. તે સમયે તેઓ તેજ અંબરતિલક પર્વત ઉપર મનોરમ નામે ઉદ્યાનમાં ગણુ સહિત સમોસર્યા હતા. પછી સનતેષથી વિકસિત મુખવાળી મેં ત્રણ પ્રદક્ષિણાપૂર્વક તેમને નમસ્કાર કર્યા, તથા મારું નામ નિવેદન કરીને અને નાપહારથી તેમને મહિમા કરીને હું મારા વિમાનમાં ગઈ અને ત્યાં દેવની સાથે દિવ્ય કામગ ઘણા કાળ સુધી અનુભવવા લાગી. હે માતા ! દેવ તેના આયુષ્યનો ક્ષય થતાં યુત થયે, પણ તે ક્યાં ગયો તે હું જાણતી નથી. હું પણ તેના વિયોગથી આવીને અહીં આવી છું, અને દેવદ્યોતના દર્શનથી જાતિસ્મરણ થતાં, તે દેવને મારા હૃદયમાં ધારણ કરીને ‘તેના વિના શી વાત કરવી?” એમ વિચારીને મૂંગી રહી છું. આ સાચી વાત છે. ” મનુષ્યજન્મ પામેલા લલિતાંગકની શોધ
એ સાંભળીને ધાવમાતા મને કહેવા લાગી, “બેટા! તેં ઠીક કહ્યું, તારું આ પૂર્વભવનું ચરિત્ર પટ ઉપર ચિતરાવીને તે બધે ફેરવું. તે લલિતાંગજે મનુષ્યભવમાં આવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org