SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ નીલયશા લભક શ્રીમતીએ કહેલી પેાતાના નિર્વાસિકાના ભવની આત્મકથા ધાતકીખંડ દ્વીપમાં પૂર્વ વિદેહમાં મંગલાવતી વિજયમાં નંદીગ્રામ નામે સંનિવેશ છે. ત્યાં હું આથી ત્રીજા ભવમાં એક દરિદ્ર કુળમાં સુલક્ષણા, સુમંગલા, ધન્નિકા, ઉન્નિકા આદિ છ વ્હેનેાની પછી જન્મી હતી. માતાપિતાએ મારું નામ પાયું નહેાતુ અને મને ‘નિર્દેમિકા’ (નામ વિનાની) કહીને ખેલાવવામાં આવતી હતી. પેાતાનાં કર્મોથી બંધાયેલી હું તેમની પાછળ જીવતી હતી. [ ૨૨૩ ] કાઇ એક વાર ઉત્સવમાં ધનાઢચેાનાં બાળકો હાથમાં વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો લઇને પેાતાના ઘરમાંથી નીકળ્યાં. તેમને જોઇને મેં મારી માતાને યાચના કરી, “ મા ! મને લાડુ કે એવું ખીજું ખાવાનું આપ, એટલે હું બાળકાની સાથે રમુ પણ તેણે રાષ કરીને મને મારી તથા ઘરમાંથી કાઢી મૂકી અને કહ્યું, “ અહીં તારે માટે ખાવાનુ કયાં છે ? અંબરતિલક પર્વત ઉપર જા, ત્યાં ફળ ખાજે અથવા મરી જશે. ” પછી હું રાતી રાતી નીકળી. આશ્રય શેાધતી એવી મેં અબરતિલક પર્વત તરફ જતા લેાકેાને:જોયા. તેમની સાથે હું પણુ ગઈ. પૃથ્વીતલના તિલક સમાન, વિવિધ પ્રકારનાં ફળાના ભારથી નમેલાં વૃક્ષેા વડે સંકુલ, પક્ષીઓ અને પશુઓના કુલગૃહ (પિયર) જેવા અને પેાતાના શિખરરૂપી હાથ વડે ગગનતલનુ માપ લેવાને જાણે ઉદ્યત હૈાય એવા અખરતિલક પત મેં જોયા. ત્યાં લેાકેા ફળ લેવા માંડ્યાં, મેં પણ પાકાં તથા નીચે પડેલાં સ્વાદિષ્ટ ફળ ખાધાં. Jain Education International 66 ગિરિવરની રમણીયતાને કારણે તેમાં લેાકેાની સાથે કરતાં અમે અતિ મનેાહર અને ગંભીર શબ્દ સાંભળ્યેા. એ શબ્દને અનુસરતી હું લેાકેાની સાથે તે પ્રદેશમાં ગઈ. ત્યાં વિવિધ નિયમાને ધારણ કરનારા, ચૌદ પૂર્વધર અને ચાર જ્ઞાનવાળા તથા ત્યાં આવેલા દેવા અને મનુષ્યને જીવાના બંધ-મેાક્ષના ક્રમ સમજાવતા અને તેમના સંશયેાને દૂર કરતા એવા યુગધર નામે આચાર્ય ને મે' જોયા. લેાકેા સહિત મેં પણ તેમને પ્રણામ કર્યા અને એક ભાગમાં બેસીને તેમનાં પરમ મધુર વચન હું સાંભળવા માંડી. કથાન્તરમાં તેમને મેં પૂછ્યું, “ ભગવન્ ! મારા કરતાં દુ:ખી કેાઇ જીવ આ જીવલેાકમાં હશે ?” એટલે તેઓએ કહ્યું, “ નિર્નામિકે! શુભ અને અશુભ શબ્દો તારા શ્રવણુપથમાં આવે છે, સુન્દર અને અસુન્દર રૂપે તુ જુએ છે, શુભ અને અશુભ ગધ લે છે, મનેાજ્ઞ અને અમનેાજ્ઞ રસેના આસ્વાદ લે છે, ઇષ્ટ અને અનિષ્ટ સ્પર્શીને વેઢે છે, ટાઢ, તાપ, ભૂખ અને તરસને પ્રતિકાર કરી શકે છે, સુખપૂર્વક આવતી ઊંધનુ સેવન કરે છે, સુખદુ:ખમાં તને શરણુ અને આશ્રય પણ મળે છે, અંધારામાં તું દીવાના પ્રકાશથી કામ કરે છે. પણુ નરકમાં નારકી અશુભ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પ ર્હંમેશાં ભાગવે છે, જેના પ્રતિકાર ન થઈ શકે તેવી ઠંડંડી અને ગરમી અને ભૂખ-તરસ અનુભવે છે, સેંકડા દુ:ખાથી પીડાતા એવા તેમને ક્ષણવાર પણ નિદ્રાનું સુખ મળતુ નથી, નિત્ય અંધકારમય નરકામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy