SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ નીલયશા લ ભક [ ૨૧૯ ] પ્રદેશમાં ઊભું રહ્યો. પેાતાના એક જ બાણુના પ્રહારથી હાથીને પડેલા જોઇને પણછ ચડાવેલા ધનુષ્યને નીચે મૂકીને હાથમાં ફરશી લઈને હાથીદાંત તથા કુંભસ્થળનાં મેાતી લેવા માટે હાથી ઉપર પ્રહાર કરવા લાગ્યા. તે વખતે હાથીના પડવાથી દબાયેલા મેાટા સપે તેને દશ કર્યાં અને તે ત્યાં જ મરણ પામ્યા. એક રખડતા શિયાળે હાથી, માણુસ, સર્પ અને ધનુષ્ય જોયાં. ભીરુતાને લીધે શિયાળ પહેલાં તે પાછે હઠયા, પણ માંસની લાલચને લીધે ફરી ફરી ત્યાં આવવા લાગ્યા. પછી એ બધા નિર્જીવ છે. એમ જાણીને ભયરહિત અને સન્તુષ્ટ થયેલે તે જોવા લાગ્યું અને વિચાર કરવા લાગ્યા, “ હાથી તે મારી આખી જીંદગીને ખારાક છે, માણસ અને સર્પ એ અમુક સમયના ખારાક છે, માટે પહેલાં હું ધનુષ્યની દેરી ખાઉં. ” આ પ્રમાણે નિશ્ચય કરી ( દેરી ખાવા જતાં ) જોરથી મોંધાયેલી ઘેરી કપાતાં ધનુષ્યને છેડા વાગવાથી તે મંદબુદ્ધિ શિયાળનું તાળવું વીંધાઇ ગયું અને તે મરણ પામ્યા. અલ્પ મહત્વની દેરીના ત્યાગ કરીને હાથી, મનુષ્ય અને સર્પનાં લેવાને ખાવાની તે શિયાળે ઇચ્છા કરી હાત તે તે તથા અન્ય કલેવર પણુ ઘણા કાળ સુધી ખાઇ શકત. એ પ્રમાણે માનવસુખામાં આસકત જે જીવ પરલેાકનુ સાધન કરવામાં બેદરકાર છે તે શિયાળની જેમ વિનાશ પામે છે. વળી ૮ પરલેાકનુ અસ્તિત્વ સદિગ્ધ છે, આથી પરલેાકના સુખનુ અસ્તિત્વ પણ સદિગ્ધ છે ’ એમ તમે કહેા છે, પણ તે ( પરલેાક તેમજ પરલેાકના સુખનું અસ્તિત્વ ) છે. સ્વામી! તમે જ્યારે કુમાર અવસ્થામાં હતા ત્યારે મારી સાથે દેવાના ઉદ્યાન નંદનજનમાં ગયા હતા. ત્યાં એક દેવ ઊતરી આવ્યો હતેા. આપણે તેને ઇને આઘા ખસી ગયા: તે દેવ દિવ્ય દેવતિથી ક્ષણ વારમાં આપણી પાસે પહોંચ્યા. સૌમ્ય રૂપવાળા તેણે આપણુને કહ્યું હતું. “ મહાબલ! હું તારા પિતામહ શતખલ રાજ્યશ્રીના ત્યાગ કરીને વ્રત પાળીને બ્રહ્મલેાક કલ્પના અધિપતિ થયા છું. માટે તમે પણ પ્રમાદી ન થશે, જિનવચનથી તમારા આત્માને પવિત્ર કરજો; એ રીતે તમે સતિ પામશેા. ” આમ કહીને દેવ ગયેા. તા હૈ સ્વામી ! આ વાત જો તમને સાંભરતી હાયતા પરવેાક છે” એમ શ્રદ્ધા રાખા. ” મેં કહ્યું “ સ્વયંબુદ્ધ ! પિતામહનુ' દર્શીન મને સાંભરે છે. ’ તક મળતાં સ્વયં બુદ્ધ મને ફરી પાછા કહેવા લાગ્યા, “ આપણા પૂર્વજોનું વૃત્તાન્ત સાંભળેા— સહાબલ અને સ્વયંબુદ્ધના પૂર્વજોનુ' વૃત્તાન્ત તમારા પૂર્વજ ગુરુચન્દ્ર નામે રાજા હતા, તેની કુરુમતી દેવી હતી અને હરિશ્ચન્દ્ર કુમાર હતા. તે રાજા નાસ્તિકવાદી હતા. · આત્મા વિષેની કલ્પના એ ઇન્દ્રિયાના સમા ગમથી વધુ કંઇ નથી; જેમ મદ્યની અંગભૂત વસ્તુએ એકત્ર કરવાથી મઢ પેદા થાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy