SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૮ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : જે માણસ અગાઉથી જ પરલેકના હિત માટે ઉદ્યમ કરતો નથી તે વૃદ્ધાવસ્થામાં જ્યારે બળ ઘટી જાય, મર્મસ્થાને ક્ષીણ થાય, દેહને બંધ શિથિલ થાય અને પોતે અત્યંત દુઃખથી ઘેરાઈ જાય તે વખતે પરલોકનું હિત કેવી રીતે આચરી શકવાનો હતો? આ બાબતમાં વિચક્ષણ પુરુએ કહેલે ઉપદેશ તું સાંભળ– કાગડાનું દૃષ્ટાન્ત એક ઘરડે હાથી ઉનાળાની ઋતુમાં કઈ પહાડી નદી ઊતરતે હતા તે વખતે વિષમ કિનારા ઉપર પડી ગયે. ભારે શરીર અને ક્ષીણ બળને કારણે ઊઠવાને અશક્ત એવો તે ત્યાં જ મરણ પામે. વરુ અને શિયાળેએ તેને ગુદાભાગમાં ખાધે. તે જ માગે કાગડાએ અંદર ગયા અને માંસને આહાર કરનાર અંદર રહ્યા. ગરમીને કારણે કલેવર ઊનું થતાં તે પ્રવેશ સંકુચિત થઈ ગયો. કાગડાએ પ્રસન્ન થયા કે, “ અહો ! આપણે વાસ નિર્વિઘ થયે.” પણ વર્ષાઋતુમાં પહાડી નદીના વેગને લીધે ફેંકાયેલું તે કલેવર કેઈ મોટી નદીના પ્રવાહમાં પડીને સમુદ્રમાં પહેપ્યું અને ત્યાં મગરમચ્છાએ તેના ટુકડા કરી નાખ્યા. જળથી ભરાયેલા તે કલેવરમાંથી કાગડાઓ બહાર નીકળ્યા, પણ કિનારે નહીં જોતાં તેઓ ત્યાં જ મરણ પામ્યા. જે તેઓ અગાઉથી બહાર નીકળી ગયા હતા તે સ્વછંદપણે ફરીને લાંબા કાળ સુધી લેહીમાંસનો આહાર કરી શકત. એ દષ્ટાતને ઉપસંહાર આ પ્રમાણે છે–જેમ કાગડાઓ તેમ સંસારી છે, જેમ હાથીના કલેવરમાં પ્રવેશ તેમ મનુષ્ય શરીરની પ્રાપ્તિ, જેમ એ કલેવરમાંનું લેહી–માંસ તેમ વિષયની પ્રાપ્તિ, જેમ બહાર નીકળવાના માર્ગને નિરોધ તેમ સંસારમાં આસક્તિ, જેમ નદીના પ્રવાહથી ફેંકાવું તેમ મરણુકાળ, જેમ કાગડાઓનું બહાર નીકળવું તેમ બીજા ભવમાં સંક્રમણ. માટે હે સંભિન્નશ્રોત ! એમ જાણે કે-જે માણસ તુચ્છ, નિસાર અને અલપકાલિક કામોને ત્યાગ કરીને સંયમમાં ઉદ્યોગ કરશે તે સદગતિમાં જશે અને તેને પસ્તાવું નહીં પડે; પણ જે મનુષ્ય વિષયમાં લુબ્ધ થઈને મરણ સમયની રાહ જોશે, અને શરીરને ત્યાગ કરતી વખતે જેની પાસે પરભવનું ભાથું નહીં હોય તે લાંબા કાળ સુધી દુઃખી થશે. શિયાળની જેમ તુછ અને કલ્પનામાત્ર સુખમાં આસકત થઇને વિપુલ અને દીર્ઘકાલીન સુખની તું અવગણના ન કર.” સંભિન્નશ્રોતે કહ્યું, “શિયાળની તુચ્છ સુખની કલપના કેવી હતી, તે કહે” સ્વયં. બુદ્ધે કહ્યું: “સાંભળ– શિયાળનું દષ્ટાન્ત કઈ વનચર ભીલ વનમાં ફરતો હતો તે વખતે એક વૃદ્ધ હસ્તીને જોઈને વિષમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy