SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ નીલયશા લલક [ ૨૧૭ ] શબ્દને અનુસરનાર સ્ત્રી અથવા પુરુષ સાધારણુ શબ્દમાં મમત્વભુદ્ધિ રાખીને તથા એના હેતુનું સંરક્ષણ કરવાની ( યાદ રાખવાની ) ઇચ્છાથી હૃદયમાં કપટ રાખી બીજા ઉપર દ્વેષ રાખે છે. આ પ્રમાણે રાગ-દ્વેષની પરપરામાં પડીને તે કર્મ બાંધે છે. આ નિમિત્તે ગીત ઉપર રાગ રાખનારાએ સોંસારમાં દુ:ખ ભાગવે છે. એ જ પ્રમાણે રૂપમાં આસક્ત અને મુગ્ધ થયેલે માણુસ સાધારણ વિષયસમુદ્રમાં સમત્વબુદ્ધિ રાખીને રૂપનું રક્ષણ કરવાની ઈચ્છાથી બીજાને દ્વેષ કરે છે અને આ રીતે કિલષ્ટ ચિત્તવાળા તે પાપકર્મ બાંધે છે, અને તેને પરિણામે સ’સારમાં ભમતે તે દુઃખ ભાગવે છે. એ પ્રમાણે મધ, રસ અને સ્પવિષયક ભાગેામાં આસક્ત તથા બીજાને દ્વેષ કરતે જીવ મૂઢતાથી કર્મ બાંધે છે, અને તેને પરિણામે જન્મ-જરા-મરણુહુલ સંસારમાં ભમે છે; માટે દુ:ખદાયક એવા વિષયે અને ભાગાને શ્રેયની ઇચ્છા રાખનારાએ ત્યાગ કરવા.” " 66 આ પ્રમાણે ખેલતા સ્વયંબુદ્ધને મેં કહ્યુ, હું કે જે હિતકાર્ય કરી રહ્યો છુ તેનું તું અહિત ઇચ્છે; તુ દુષ્ટ બુદ્ધિવાળા છે, કે જે પરલેાકના સ ંશયગ્રસ્ત સુખ વધુ અને લેાભાવતા અને વમાન સુખની નિંદા કરતા મને દુ:ખમાં પાડવા ઇચ્છે છે. ” પછી સભિન્નતાએ કહ્યું, “ સ્વામી ! માંસલેાભી શિયાળ જેમ માંસને ટુકડા છેડીને નિરાશ થયેા હતેા તે પ્રમાણે સંદિગ્ધ સુખની આશામાં પ્રત્યક્ષ સુખને ત્યાગ કરતા આ સ્વયુદ્ધ પછી પસ્તાશે. ” સ્વયંભુઅે કહ્યુ, “ તુચ્છ કલ્પનામાત્ર સુખથી મેાહિત થયેલા તુ જે કહે છે તેને કયે સચેતન મનુષ્ય પ્રમાણભૂત ગણશે ? કાચમણુની પાછળ પાછળ જતે જે માણસ કુશલ જનેાએ પ્રશસેલા અને સહેલાઇથી મળેલા રત્નને ઇચ્છતા નથી તેને તું કેવા ગણીશ ? હૈ સભિન્નશ્રેત ! શરીર અને વૈભવ અાદિને અનિત્ય જાણીને તથા ભાગાને ત્યાગ કરીને સયમ વડે નિર્વાણુ અને દેવસુખનુ` સપાદન કરનાર ધીર અને તપસ્વી પુરુષ' જય પામે છે. ”સભિન્નશ્રેાતાએ કહ્યું, સ્વયં બુદ્ધ! મરણ નક્કી થવાનુ છે એટલા ખાતર તુ સ્મશાનમાં રહી શકવાના હતા ? ગગન નીચે પડવાની આશકા રાખતી ટીટોડી તેને અટકાવવા માટે જેવી રીતે ઊંચા પગ રાખીને સૂએ છે તેવી રીતે ‘ મરણુ થશે ' એ પ્રકારને વધુ પડતા ખ્યાલ રાખીને તું સાંપ્રત સુખના ત્યાગ કરીને ભાવી સુખની પ્રશંસા કરે છે. જ્યારે મરણને સમય નજીક આવશે ત્યારે અમે પરલેાકનું હિત આચરીશું. ” સ્વયંભુઅે કહ્યું, “ મુગ્ધ ! જે વખતે યુદ્ધ શરૂ થાય તે વખતે હાથી અને ઘેાડાઓને લેાટવાનું કામનું નથી, અથવા નગર ઘેરાય ત્યારે દાણા, પાત્ર અને બળતણના સંગ્રહ કરવાનું કામનું નથી તેમજ ઘરમાં આગ લાગે તે વખતે કૂવા ખાદવાનું કામનું નથી. હાથી ઘેાડાનુ પāાટવું, દાણા આદિના સંગ્રહ અને ફૂવાનું ખેાદકામ એ અગાઉથી જ કરવામાં આવે છે અને તેથી અનુક્રમે શત્રુસત્યના પરાજય, ચિરકાળ સુધી ઘેરા સામે ટકાવ અને અગ્નિશાન્તિ સહેલાઇથી થઇ શકે છે. તે જ પ્રમાણે ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy