SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ i નીલયશા લંભક [ ૨૧૫ ] તે કહમાં સ્નાન કરીને ગગનમાં ઊડ્યો. તેણે પોતાના પ્રભાવથી દશે દિશાઓને પ્રકાશિત કરી. પછી પેલે યુગલિક પુરુષ તે પ્રકાશ જોઈને કંઈક વિચાર કરતો મૂછ પામે. સ્ત્રીએ સંભ્રમપૂર્વક ઊઠીને પડિયામાં પાછું લાવીને તેને છાંટયું, એટલે સંજ્ઞા પ્રાપ્ત થતાં તે બોલવા લાગ્યા, “હા ! સ્વયંપ્રભે! તું કયાં છે? હા ! સ્વયંપ્રભે! તું કયાં છે? મને ઉત્તર આપ.” તેનું આવું વચન સાંભળીને તે સ્ત્રી પણ “મારું સ્વયંપ્રભા નામ ક્યારે હતું?” એમ વિચાર કરતી તેવી જ રીતે મૂછ પામી. ભાન આવતાં તે કહેવા લાગી, “આર્ય! જેનું નામ તમે લીધું તે સ્વયંપ્રભા હું જ છું.” એટલે અત્યંત પ્રસન્ન થયેલ તે પુરુષ બોલે, “આયેતું સ્વયંપ્રભા કેવી રીતે? એ મને કહે,” સ્ત્રી બેલી, “જે મેં અનુભવ્યું હતું તે હું તમને કહીશ. યુગલિક સ્ત્રીએ કહેલી પૂર્વભવની આત્મસ્થા ઈશાન નામે દેવલોક છે. તેને મધ્યભાગથી ઈશાન કોણમાં શ્રીપ્રભ નામે વિમાન છે. તેને અધિપતિ લલિતાગક નામે દેવ હતા, તેની માનીતી અગ્રમહિષી સ્વયંપ્રભા નામે હતી. સ્વયંપ્રભાની સાથે વિષયસુખના સાગરમાં રહેલા તે દેવને ઘણે કાળ એક દિવસની જેમ ચાલ્યા ગયે. એક વાર તે દેવને ચિંતાતુર, જેની પુષ્પમાળા પ્લાન થઈ ગઈ છે એ તથા નીચી દષ્ટિ કરીને વિચાર કરતે જોઈને મેં પર્ષદાની સાથે તેને પૂછ્યું, “દેવ! ઉદાસ કેમ દેખાઓ છે? તમારા મનમાં શો સત્તાપ છે?” તેણે ઉત્તર આપે, “પૂર્વભવમાં મેં થોડું તપ કર્યું હતું, આથી “તમારાથી મારો વિગ થશે ” એ વિચારથી મને ઘણો સત્તાપ થાય છે.” એટલે અમે તેને ફરી વાર પૂછયું, “કહે, તમે કેવી રીતે થોડું તપ કર્યું હતું? અને આ દેવભવ કેવી રીતે પ્રાપ્ત કર્યો હતે?” તે કહેવા લાગે લલિતાગક દેવે કહેલી પૂર્વભવની આત્મકથા જબૂદ્વીપમાં પશ્ચિમ વિદેહમાં ગંધિલાવતી વિજયમાં, ગન્ધમાદન અને વક્ષારગિરિની નજદીકમાં વૈતાઢ્ય પર્વત ઉપર ગંધારક નામે જનપદ આવે છે. ત્યાં સમૃદ્ધ જાવડે સેવિત એવું ગધસમૃદ્ધ નામે નગર છે. ત્યાં જનપદનું હિત કરવામાં રત અને વિકસિત કમળના જેવા વદનવાળો, શતબલને પૌત્ર અને અતિબલને પુત્ર મહાબલ નામે રાજા હતો. તે હું મહાબલ પિતા અને પિતામહની પરંપરાથી પ્રાપ્ત થયેલી રાજ્યલક્ષમીને અનુભવતો હતે. જિનવચન વડે જેની મતિ ભાવિત થયેલી છે એ સ્વયં બુદ્ધ નામે ક્ષત્રિયકુમાર મારે મિત્ર હતું અને અનેક કાર્યોમાં સલાહ પૂછવા લાયક એ સંન્નિશ્રોતા નામે મારે મંત્રી હતા. ઘણે કાળ વીતી ગયા પછી ગીત અને નૃત્યમાં આસક્ત એ હું એકવાર નૃત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy