SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ નીલયશા સંભક [ ૨૧૧ ] ભેગ ભેગવે તે ભેગ, સ્વામીના સમવયસ્ક મિત્રો તે રાજન્યો, અને કાર્યનિવેદક નોકર તે નાગ. એ પ્રમાણે ગણુસહિત શ્રીષભદેવ કેસલા જનપદનું પાલન કરવા લાગ્યા. પછી તેમણે સે જનપદ અને સો નગરે પિતાના (સે) પુત્રોને આપ્યાં. પુત્રીઓ સહિત પુત્રના સન્માનિત સંબંધ કર્યા. પછી પ્રજાજનો ભગવાન પાસે આવ્યાં અને કહ્યું, “ધા અમને પચતાં નથી, માટે હે પ્રભુ! આજ્ઞા કરે. ” ભગવાને કહ્યું, “પાણીમાં પલાળીને ફેતરાં કાઢી નાખીને ખાઓ.” ફરી પાછા કાલાન્તરે તેઓ આજ વસ્તુ કહેવા માટે આવ્યાં, ત્યારે ભગવાન બેલ્યા, “પડિયામાં ભીંજવી તરાં કાઢી નાખે, પછી પડિયાઓમાં જ તેમને ઊનાં કરીને પછી ખાઓ.” ફરી પાછા લોકો આવ્યા, ત્યારે ઉત્તમ હાથીની પીઠ ઉપર બેસીને ભગવાન નીકળ્યા અને વૃક્ષના સંઘર્ષથી પેદા થયેલે અગ્નિ પ્રજાને જણાવ્યું. પછી માણસને કહ્યું, “આ અગ્નિ હવે ઉત્પન્ન થયે છે. પચન (રસોઈ), પ્રકાશન (પ્રકાશ) અને દહનના ગુણવાળો તે તમારા ઉપકારને માટે પેદા થયો છે. હવે માટી લાવે.” તેઓ પુષ્કરિણીમાંથી માટીને પિંડ લાવ્યા અને હાથીના કુંભસ્થળ ઉપર મૂકો. જિનેવરે કહ્યું, “આ પ્રકારનાં માટીનાં પાત્રો કરીને તે અગ્નિમાં પકવો. પછી પાણીમાં પલાળેલાં ધાને તેમાં રાંધે. તે ધાન્ય ઉપયોગી અને તમારા શરીરને માટે પચ્ચ થશે.” એમાં જે બુદ્ધિમાને હતા તેમણે અનેક પ્રકારનાં પાત્ર બનાવ્યાં, તેમાંથી કુંભાર ઉત્પન્ન થયા. જેઓ લેખંડનાં, રૂપાનાં અને સુવર્ણનાં વાસણે બનાવતા હતા તેમાંથી લુહારો ઉત્પન્ન થયા. વઢવૃક્ષ ( વસ્ત્ર આપનારાં ક૯૫વૃક્ષ) ક્ષીણ થયાં એટલે માણસોને ભગવાને વસ્ત્ર વણવાને ઉપદેશ કર્યો, તેમાંથી વણકરે પેદા થયા. તેમણે વસ્ત્ર વણવાની વિધિ તૈયાર કરી. ગુહાગાર કલ્પવૃક્ષ ક્ષીણ થતાં ભગવાને સુતારી કામ કરનારા માણસો તૈયાર કર્યા. રામ અને નખની વૃદ્ધિ થતાં હજામે તૈયાર થયા. આ પાંચ મૂલશિપ છે; અને તે પ્રત્યેકના વીસ ભેદ છે. તૃણહારક વગેરે કર્મો પણ એમાંથી જ પેદા થયાં. અલંકારે પણ ઉત્પન્ન થયા, કારણ કે દેાએ આપેલા રાજાના અલંકારો જોઈને લોકો પણ તેનું અનુકરણ કરવા લાગ્યા. પોતાના ખોળામાં બેઠેલી બ્રાહ્મી અને સુન્દરી એ બે પુત્રીઓને ભગવાને પિતાના જમણા અને ડાબા હાથવડે અનુક્રમે લિપિ અને ગણિત શિખવ્યાં. રૂપકમન્નાટયશાસ્ત્રને ભરતને ઉપદેશ કર્યો, ચિત્રકામ તથા સ્ત્રી-પુરુષ વગેરેના લક્ષણનું શાસ્ત્ર બાહુબલીને ઉપદેશ્ય. અનુક્રમે કુમારને મણિરત્નનાં અને મૌક્તિકનાં આભૂષણની કલાઓ પણ ઉપદેશી. આચાર્યથી થયેલ (ઉપદેશાલ) વિવિધ રોગચિકિત્સા અને વાણિજ્ય પ્રવર્યા. શ્રીગષભદેવની દીક્ષા એ પ્રમાણે ગ્રામ, આકર અને નગરથી મંડિત ભરતક્ષેત્રમાં ત્રેસઠ લાખ પૂર્વ સુધી રાજ્યપાલનનું કાર્ય કરીને, એક વર્ષ સુધી કિમિછિત દાન-જેને જે જોઈએ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy