________________
નીલયશા લંભક
[ ૨૦૯ ]
માલાને ગુચ્છ) ચંદરવામાં મૂકે, વિપુલ રત્નરાશિ આપીને તથા (ભગવાનની) રક્ષા નિમિતે ઘેષણ કરીને મઘવા પિતાના નિવાસસ્થાને ગયે. જિનેશ્વરને પ્રણામ કરવા વડે જેમણે પુણ્યને સંચય કર્યો છે એવા બાકીના દેવે પણ પિતા પોતાના સ્થાને ગયા.
પછી ઈન્દ્રની આજ્ઞાથી પલ્યોપમ સ્થિતિવાળી દેવતા ભગવાનનું પાલન-પોષણ કરવા લાગી. દેવકુર આદિ ક્ષેત્રમાં થતાં ફલેના રસને સુરપતિએ આપેલે આહાર જે કરતા હતા એવા તથા યુગલિકેના સમૂહુરૂપી પોયણુઓને વિકસાવવામાં બાલચન્દ્ર સમાન ભગવાન સુખપૂર્વક વધવા લાગ્યા. સ્વપ્નમાં માતાએ વૃષભ જે હેવાને કારણે માતાપિતાએ “ ત્રાષભ” એવું તેમનું નામ પાડયું. ભગવાન જ્યારે એક વર્ષના થયા ત્યારે સહસ્ત્રનયન ઈન્દ્ર વામનરૂપ ધારણ કરીને તથા શેરડીને ભારો લઈને નાભિ કુલકરની પાસે આવ્યા. ત્રિવિધ( મતિ, શ્રુત, અવધિ )જ્ઞાનના પ્રભાવથી દેવેન્દ્રને અભિપ્રાય ભગવાને જા અને લક્ષવડે ઉત્તમ એવા પિતાને જમણે હાથે તેમણે લાંબે કર્યો. પછી સતુષ્ટ થયેલા ઈન્ટે કહ્યું “શું ઈ (શેરડી) ખાશો?” ભગવાને ઈક્ષની અભિલાષા કરી હતી, માટે તેમના વંશનું “ઈફવાકુવંશ” એવું નામ રાખવામાં આવ્યું.
પછી ભગવાન સુમંગલાની સાથે ઊછરવા લાગ્યા.
એ કાળમાં એક મિથુન જ કે તુરતજ તેને તાલવૃક્ષની નીચે મૂકવામાં આવ્યું. તેમાંને છોકરો હતો તે ઉપરથી તાલનું ફળ પડવાને કારણે મરણ પામ્યું. પેલી કન્યા મટી થઈ એટલે નાભિ કુલકરને નિવેદન કરવામાં આવી. દેવકન્યાની જેમ ઉત્કૃષ્ટ શરીરવાળી તે કન્યાનું નાભિએ સંરક્ષણ કર્યું. તે કાળથી બાલમૃત્યુ શરૂ થયું.
જેમણે ભગવાનના જેવું જ (બાળકનું) રૂપ ધારણ કર્યું છે એવા લોકાન્તિક જંભક દેવડે સેવાતા ભગવાન વધતા હતા. ચક્ષુષ્માન, યશવંત અને પ્રસેનજિત એ કુલકરો અને એ કુલકરાની પત્નીએ પ્રિયંગુ સમાન શ્યામ હતી; બાકીનાઓ તપાવેલા સુવર્ણ સમાન વર્ણવાળાં હતાં. યુવાવસ્થામાં આવતાં શ્રીજીષભદેવ છત્ર સમાન મસ્તકવાળા, દક્ષિણાવર્ત અને શ્યામ વાળવાળા, પૂર્ણ ચંદ્ર સમાન મનહર વદનવાળા, લાંબી બે ભૂકુટિઓવાળા, પુંડરીક સમાન વિકસિત નયનવાળા, સીધી અને વદનના અલંકાર સમાન નાસિકાવાળા, પ્રવાલની શિલા સમાન કેમલ અધરવાળા, ધવલ અને વિમલ દંતપંક્તિવાળા, ચાર આંગળપ્રમાણ કંબુ કંઠવાળ, નગરની ભેગળ જેવા દીર્ઘ બાહુવાળા, ઉત્તમ લક્ષણોના જાળવડે અલંકૃત હથેળીવાળા, શ્રીવત્સવડે અલંકૃત વિશાળ વક્ષ:સ્થળવાળા, ગદા( ને પકડવાના પાતળા ભાગ) અને વજ સમાન મધ્યભાગવાળા, વિકસિત પદ્ધ જેવી નાભિવાળા,
૧. ઋષભદેવની સાથે યુગલધર્મે જન્મેલી કન્યાનું નામ સુમંગલ હતું. ૨. આ કન્યા તે જ સુનંદા, વયમાં આવતાં તેને શ્રીત્રકષભદેવ સાથે વિવાહ કરવામાં આવ્યો હતો, ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org