SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ | [ ૧૭ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : શાભને ભરવામાં આવએ એના દડદ્ર પર કરવામાં આવ્યા છે કોની મી 19 પુત્ર અમને થશે? આપ અમેઘદશી છે, માટે આનો ખુલાસો આપ.” ભગવાન ચારુ મુનિએ કહ્યું, “ભદ્રે ! તને અલ્પકાળમાં પુત્ર થશે.” પછી તે શ્રેષ્ઠીને “શ્રાવક! શીલવ્રતના પાલનમાં અપ્રમાદી થજે” એમ કહીને મુનિ અદશ્ય થયા. આ પછી કેટલેક કાળે શ્રેણીની પત્નીને ગર્ભ રહ્યો. વૈદ્યોએ સૂચવેલી ભેજનવિધિથી પૂરા કરવામાં આવ્યા છે એવી તે સ્ત્રીએ પ્રસવકાળે પુત્રને જન્મ આપે. જાતકર્મ કર્યા પછી નામકરણ–સંસ્કારના દિવસે તેનું ચારુદત્ત એવું નામ પાડવામાં આવ્યું, કારણ કે ગુરુ ચારુમુનિએ એ પુત્રજન્મનું ભવિષ્ય ભાખ્યું હતું. ધાત્રી વડે રક્ષાએ તથા પરિજનો વડે લાલનપાલન કરાત તે છોકરી મંદર પર્વતની કંદરામાં ઊગેલા સંતાનક નામના ક૯૫વૃક્ષની જેમ નિર્વિદને મોટે થયે. શરીરના પાંચ ભૂતની જેમ અથવા નિરંતર શોભાયમાન રૂપાદિ પાંચ ગુણાની જેમ સર્વદા સાથે ને સાથે રહેતા એ ભાનુ શ્રેષ્ઠીના પાંચ મિત્રો હતા. એ પાંચેના મારી સાથે જ ઊછરેલા અને મારામાં સ્નેહવાળા પુત્ર હતા. તેમનાં નામ હરિસિંહ, મુખ, વરાહ, તમન્તક અને મરુભૂતિ એવાં હતાં. એમની સાથે ક્રીડા કરતો ચારુદત્ત આનંદ પામતો હતે. એ ચારુદત્ત તે હું જ છું એમ તમે જાણો. હે સ્વામી! પછી મને કલાચાર્ય પાસે લઈ જવામાં આવ્યું અને મેં કલાઓ ગ્રહણ કરી. વિદ્યા ભણ્યા બાદ પિતાએ મને શ્રાવકધર્મ ગ્રહણ કરાવ્યું, અને મિત્રે સહિત હું રહેવા લાગે. એક વાર કૌમુદી–ચાતુર્માસિકાના ઉત્સવ નિમિતે જિનેશ્વરને પુષ્પ ચઢાવવા માટે મિત્ર સહિત હું નીકળે અને અંગમન્દિર ઉઘાન તરફ ગયે. ત્યાં ચૈત્યને ઉત્સવ થતા હતા. મારી આજ્ઞા ઊઠાવનાર દાસ અને પુષ્પ વીણનાર છેકરાની સાથે પગે ચાલતો હું રમણીય ઉપવન અને ઝરણાઓ તથા મેઘની ઘટા જેવી શ્યામ અને પક્ષીઓના ગણના મધુર કિલકિલાટથી યુક્ત વનરાજિ જેતે હતો. આ બધું જોવાની લાલચથી વૃક્ષે, ગુઓ અને લતાઓમાં દૂર સુધી ગયેલા અમે પ્રસન્ન વહેતાં પાણીવાળી અને બારીક અને ધવલ રેતીવાળી રજતવાલુકા નામની નદીના કિનારે પહોંચ્યા. જોઈતાં પુપ અમે ચૂંટ્યાં. પછી દાસોને મોકલ્યા કે, “જાઓ, અંગમન્દિર ઉદ્યાનમાં જિનાયતનની પાસે અમારી રાહ જુઓ.” એટલે તેઓ ગયા. પછી મિત્રની સાથે હું નદીકિનારે ઊભો રહ્યો. મરુભૂતિ નદીમાં ઊતર્યો અને કહેવા લાગે, “ઊતરે, શા માટે વિલંબ કરો છો?” ગોમુખે તેને કહ્યું, “તું કારણ જાણ નથી.” એટલે તે બોલ્યા, “શું કારણ છે?” ગોમુખ બે, “વેદ્યો કહે છે કે-રસ્તો કાપીને આવ્યા પછી એકદમ પાણીમાં ન ઊતરવું જોઈએ. પગના તળિયે રહેલી બે શિરાઓ ઊંચે જાય છે, અને કંઠ પાસે આવીને તે જુદી પડે છે. તે પૈકી બે નેત્ર તરફ જાય છે. એ શિરાઓનું રક્ષણ કરવા માટે ઉષ્ણુ અને તપેલા શરીરવાળા મનુષ્ય પાણીમાં ઊતરવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy