________________
ગન્ધર્વદત્તા સંભક
[ ૧૭૩ ]
નહીં. જે કદાચ એ રીતે ઊતરવામાં આવે તે, એ વરતુ પ્રકૃતિ વિરુદ્ધ હોવાને કારણે, માણસને ખૂધાપણું, બહેરાપણું અથવા અંધાપો પ્રાપ્ત થાય છે. આ કારણને લીધે, વિશ્રામ લીધા પછી જ પાણીમાં ઊતરવું.” આ સાંભળીને મરુભૂતિ કહેવા લાગ્યા,
ગોમુખ તો મોટા ઘરને માણસ છે, માટે તમે બધા ઊતરો અને પગ ધૂઓ.” પછી અમે પગ પખાળીને ક્રીડા કરવા લાગ્યા, અને એક સ્થળે ધરામાં ઊગેલાં કમળ લઈને કમળપત્રો ઉપર અમારી ઈચ્છાનુસાર પત્રછેદ્ય કરીને આનંદ કરવા લાગ્યા. એમ કરતાં નદીના બીજા પ્રવાહ આગળ અમે પહોંચ્યા. ત્યાંથી ગોમુખે બેબાના જેવી આકૃતિવાળું આત્યંતર પદ્મપત્ર લીધું અને તે પાણીમાં તરતું મૂકયું, એની અંદર એગ્ય પ્રમાણમાં રેત મૂકી, એટલે તે નાવની જેમ ઉતાવળે ચાલવા લાગ્યું. મરુભૂતિએ પણ પદ્મપત્ર લીધું અને તેમાં પુષ્કળ રેતી નાખી. આથી કમળપત્રની તે નાવ ભારને કારણે ડૂબી ગઈ અને બધા મિત્ર મરુભૂતિની મશ્કરી કરવા લાગ્યા. એટલે કારણ સમજીને તેણે બીજું કમળપત્ર લઈને મૂછ્યું, પણ પ્રવાહની શિઘ્રતાથી–નાવ ઉતાવળે ચાલવાથી ગોમુખ જી. જોરથી ચાલતી એ પદ્મપત્રની નાવડીને મરુભૂતિ પહોંચી શક્યું નહીં, પણ દૂર સુધી જઈને પછી તે હર્ષપૂર્વક પિતાના મિત્રોને બોલાવવા લાગે, “આવે, આવે, જલદી આવો! આશ્ચર્ય જુઓ.” એટલે મેં તેને કહ્યું, “સુન્દર! કહે કેવું આશ્ચર્ય છે?” તે બે, “ચારુસ્વામી ! આવું તો મેં કદિ પણ જોયું નથી, જે તમારી પણ જોવાની ઈચ્છા હોય તે અહીં આવીને જુઓ.” આ સાંભળી ને મુખ મને કહેવા લાગે,
ચારુસ્વામી ! એમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. નકકી એ મરુભૂતિએ પત્થરમાંથી નીકળેલું વૃક્ષનું મૂળ જોયું હશે, એ જોઇને એનું થયું હશે કે, “આવા કોમળ મૂળવડે આ પત્થર કેવી રીતે ભેદાય?” અથવા બચ્ચાને ચાર આપતી હંસલી તેણે જોઈ હશે, અને તેનાં બચ્ચાંની મોટી સંખ્યા જોઈને તે વિસ્મય પામ્યું હશે. અથવા તમરાંને અવાજ સાંભળીને
આટલાં નાનાં તમરાં આટલો મોટો શબ્દ કેવી રીતે કરે છે?” એમ તેણે આશ્ચર્ય માન્યું હશે.” પછી મેં મરુભૂતિને પૂછયું, “આ સિવાય બીજું કંઈ છે ?” તેણે ઉત્તર આપે, “આ તે આશ્ચર્યોનું પણ આશ્ચર્ય છે; એમાં તમારે વિચાર કરવાનું શું છે? જુઓ.” મભૂતિ પ્રત્યેના માનની ખાતર અમે તે પ્રદેશમાં ગયા. ત્યાં અમને મભૂતિએ પ્રવાહના પાણીથી ભરેલું, અત્યંત સૂફમ રેતીના પુલિનમાં પડેલું હોવાને કારણે જાણે કે પહેરેલાં વસ્ત્રમાંથી પડેલું હોય તેવું, અળતાને કારણે કંઈક પીત વર્ણ વાળું કોઈ યુવતિનું પગલું બતાવ્યું. ગોમુખ બેલ્યા, “આવા પુલિન-ભાગમાં શું આશ્ચર્ય છે? આવાં પાણીથી
૧ મૂળમાં ગાવથરસપp ગુવતિગો એવા શબ્દ છે, તેને અર્થ “અળતાને કારણે પીત વર્ણવાળા યુવતિના સ્તન (ની મુદ્રા > એવો થાય. પરતું અળતો કદિ પણ સ્તન ઉપર લગાડાતો નથી તેમજ આગળના સન્દર્ભમાં કયાંય સ્તનની મુદ્રાની વાત આવતી નથી. આથી મેં સોફ્ટર ને બદલે પારં (મોઢા=ભાગ) પાઠ કપીને “પગલું' એ અર્થ કર્યો છે. આગળ (પૃ. ૧૭૬) “આ કારણથી સ્ત્રીનું એક પગલું અને વિદ્યાધરનાં બે પગલાં દેખાય છે' એમ ગેમુખ કહે છે, તે આ સ્થાનને અનુલક્ષીને જ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org