SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ગધવદત્તા લ’ભક [ ૧૭૧ ] ગધ દત્તાની સખીએ છે; ગન્ધદત્તાની અનુમતિ હાય તા તે બન્ને જણીએ તમારા જમાઇની સેવા કરે, ” પછી ચારુદત્તે આ વાત મને જણાવી, એટલે મે' પ્રિયાને પ્રમાણુભૂત ઠરાવી...અર્થાત્ ગન્ધ દત્તાના નિણૅય પ્રમાણે ચાલવાનું કહ્યું. ગન્ધ દત્તાની અનુમતિ મળતાં એ બન્ને જણીઓના ઘણું! સત્કાર કરવામાં આવ્યા. એ ત્રણે ભાર્યાઓ સાથે હું રમણ કરતા હતા, તેા પણ વિશેષપણે ગન્ધ દત્તામાં મારી પ્રીતિ વધતી હતી. હું તે ગુણામાં આસક્ત થતા હતા, જો કે ભાગની ખાખતમાં તેા કોઇની ન્યૂનતા નહેાતી. ર ઘણા દિવસ ગયા બાદ એક વાર જમીને આસનગૃહમાં હું મારા આસન ઉપર બેઠા હતા. ત્યાં શ્રેષ્ઠી ચારુદત્ત આવ્યે અને હાથ જોડીને કહેવા લાગ્યા, “ સ્વામીના જય થાએ ! પ્રિયાએની સાથે તમે હજારા વર્ષોં સુધી પ્રજાનું પાલન કરા! ” વડિલહાવાથી મેં તેની પૂજા કરી અને આસન આપ્યું એટલે તે બેઠા. પછી તે કહેવા લાગ્યા, “ સ્વામી ! મેં તમને પહેલાં કહ્યું હતું કે · આ છેકરી તમારા સરખી અથવા કદાચ તમારાથી વિશિષ્ટ પણ હાય; તેનું કારણુ આપને કહીશ; આજ્ઞા કરી. ” મેં કહ્યું, “ પ્રસ્તાવ સહિત કહેા. ” એટલે શ્રેષ્ઠી લાગ્યા, “ સાંભળેા, સ્વામી ! — 6 ચારુદત્તની આત્મકથા આ નગરમાં ઘણા કાળની જૂની કુલપર’પરાવાળા, માતા તેમજ પિતાના વંશમાં વિશુદ્ધ એવા કુળમાં જન્મેલે, શ્રમણેાપાસક, જેણે જીવ અને અજીવ પદાર્થોનું સ્વરૂપ જાણ્યુ છે એવા અને દયાવાન્ ભાનુ નામે શ્રેણી હતા. તેને અનુરૂપ કુલમાં જન્મેલી ભદ્રા પત્ની હતી. એ ભદ્રા ઉચ્ચપ્રસવા હાવાથી ( રજની નાડી ઊંચી થઇ ગએલી હાવાથી ) તેને પુત્ર થતા નહાતા. આથી પુત્રની ઇચ્છાવાળી તે દેવતાઓને નમસ્કાર કરતી તથા તપસ્વી જનાની પૂજા કરતી વિહરતી હતી. એક વાર પેાતાની પત્ની સહિત જેણે પૌષધ કર્યા હતા એવા તે શ્રેષ્ઠી જિનપૂજા કરીને, દીવા સળગાવવામાં આવ્યા હતા તે સમયે, દર્ભના સંથારામાં સ્તુતિમગલમાં પરાયણ થઇને બેઠા હતા. એ વખતે ભગવાન ચારુ નામે ગગનચારી અણુગાર ત્યાં આવ્યા. જિનેશ્વરની સ્તુતિ કરીને તથા કાર્યોત્સર્ગ કરીને મુનિ ત્યાં બેઠા. શેઠે તેમને આળખ્યા. પછી સંભ્રમપૂર્વક ઊઠીને • આ તે ચારુ મુનિ ' એમ ખેલતા શ્રેષ્ઠીએ તેમને આદરથી વંદન કર્યું. મુનિએ મધુર વચનથી તેને કહ્યું, “ શ્રાવક ! તું નીરાગી છે ? તારાં તપ અને વ્રતમાં નિર્વિજ્ઞ છે ? ” શ્રેષ્ઠીએ કહ્યુ, “ ભગવન્! તમારાં ચરણની કૃપાથી. આ પછી ચારુ મુનિ તીર્થંકર નિમનાથના ચિરત સધી કથા કહેવા લાગ્યા. 6 ,, કથાન્તરમાં શ્રેષ્ઠીની પત્નીએ હાથ જોડીને ચારુ મુનિને કહ્યુ, “ ભગવન્ ! અમારી પાસે વિપુલ ધન છે. લેાકષ્ટિએ એ ધનના ભાક્તા તથા અમારી કુલપરપરાને ચાલુ રાખનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy