SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - [ ૧૭ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : પછી ચારુદત્ત શ્રેણીએ મને કહ્યું, “તમે દિવ્ય પુરુષાર્થથી મારી પુત્રી ગન્ધર્વદત્તાને પ્રાપ્ત કરી છે, હવે નિવિદને તેનું પાણિગ્રહણ કરો. લેકશ્રુતિ એવી છે કે–બ્રાહ્મણને બ્રાહ્મણ, ક્ષત્રિયાણી, વેશ્યા અને શુદ્રાણુ એ પ્રમાણે ચાર ભાર્યાઓ થઈ શકે છે. આ ભાર્યો તમને અનુરૂપ છે, પણ કોઈ કારણથી તે તમારાથી પણ ઉત્તમ હોય, એમ હું ધારું છું.” મને વિચાર છે કે, “આ છોકરી તમારા કરતાં ઉત્તમ છે એવું શ્રેષ્ઠીએ શા સારુ કહ્યું?” પછી શ્રેણીના અંતઃપુરમાં મને લઈ જવામાં આવ્યું. ત્યાં દાસીઓ આવી. તેમણે રાજાને ગ્ય એવી રીતે મારા સ્નાનાદિ સંસ્કારો કર્યા. પછી મને નવાં વસ્ત્ર આપવામાં આવ્યાં, તે મેં પહેર્યા. પછી મારું વરકતક-વરને ગ્ય પીઠી વગેરે સંસ્કારો – કરવામાં આવ્યા. આ પછી વૃદ્ધજન સહિત હું શ્રેષ્ઠીના સ્વજને જ્યાં એકત્ર થયા હતા એવી ચેરીમાં આવ્યું. સ્ત્રીઓ મારી પ્રશંસા કરવા લાગી, “ગન્ધર્વદત્તાને વર મળતાં ઘણે વિલંબ થયે, પણ ખરેખર યોગ્ય વર મળે છે. અથવા કહો કે જેની ઉપમા આપી ન શકાય એવા રૂપવાળે આ કામદેવ જ છે.” પછી સરસ્વતી સમાન રૂપવાળી, બાલ સૂર્યના બિબ જેવી પ્રભાવાળી, કુંડલ-યુગલની કાન્તિ વડે લેપાયેલાં નયને વડે મોહક એવા વદન કમળવાળી, વિસ્તારવાળાં, નિરંતર હારવડે સુશોભિત અને તાલ-ફલનું અનુકરણ કરનારાં પુષ્ટ સ્તનવાળી, સ્તનના ભારથી વિલાસયુક્ત અને ત્રિવિડે શોભાયમાન સૂક્ષ્મ મધ્યભાગવાળી, કમલિનીપત્ર જેવા પહોળા અને માંસલ શોણિભાગવાળી, પપત્ર જેવા સુકુમાર, સુસ્થિત અને પુષ્ટ ઉરુવાળી, કમલતંતુઓના કલાય જેવી મૃદુ, અલંકારે વડે ઉજવલ અને મને હર હથેળીએરૂપ પુષ્પોથી યુક્ત બહુલતાઓવાળી, જેમાં શિરાઓ બહાર દેખાતી નથી એવી જ ઘાવાળી, સુન્દર પ જેવા કોમળ અને પ્રશસ્ત ચરણવાળી તથા હંસના જેવી મદભર અને લલિત ગતિવાળી તે ગન્ધર્વદત્તાને મારી સમક્ષ લાવવામાં આવી. જાણે લજજાવડે અનુસરાતી હોય તેવી તેને, લક્ષમીને જેમ કુબેરની પાસે બેસાડવામાં આવે તેમ, કુલવૃદ્ધાઓએ મારી પાસે બેસાડી. પછી શ્રેષ્ઠીએ મને કહ્યું, “સ્વામી! તમારે કુલ-ગોત્રનું શું કામ છે ? કાં તે તમે અગ્નિમાં હેમ કરો અથવા મારી પુત્રી કરે.” મેં વિચાર કર્યો, “આ તો ઈશ્યપુત્રી છે, તે પછી શા કારણથી શ્રેષ્ઠી આમ બેલે છે?” પછી મેં વિસ્મય બતાવીને કહ્યું, “આ બાબતમાં તમારે જ નિર્ણય પ્રમાણભૂત છે.” એટલે મારા અભિનય ઉપરથી સમજીને તે કહેવા લાગ્યા, “સ્વામી ! મેં તમને આવી વિનંતિ કરી તેનું કારણ હું પછી કહીશ. જે રત્ન આભારણનું સ્થાન પ્રાપ્ત ન કરે તેને વિનાશ થાય છે.” પછી વિધિપૂર્વક અગ્નિમાં હેમ કરવામાં આવ્યું. શ્રેષ્ઠીએ મને ગન્ધર્વદત્તાનું પાણિગ્રહણ કરાવ્યું. પ્રિયા સહિત મને મંગલપૂર્વક ગર્ભગૃહમાં લઈ જવામાં આવ્યો. પ્રસન્ન મનવાળા મને સંગસુખનું ફળ આપનાર તે રાત્રિ વીતી ગઈ. લગ્નના દિવસો પૂરા થતાં સુગ્રીવ અને યશગ્રીવ (જ્યગ્રીવ) ચારુદત્તની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, “ગૃહપતિ ! શ્યામા અને વિજયા એ બે છોકરીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy