SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ - - -- - -- ગન્ધર્વદત્તા સંભક. [ ૧૬૭ ] ય, રાક્ષસ, તિષ્ક દે અને મહારગે એકબીજા તરફ જેસભેર દોડી “તમે કોણ છો? કયાં જાઓ છો? અને શું કરવા ઈચ્છો છો ?” એ પ્રમાણે ગાભરા ગાભરા અને ફાટ્યા અવાજે બૂમો પાડવા લાગ્યા, જેમનાં સર્વ ગાત્રો કંપી રહ્યાં છે એવા તથા વિમિત મુખવાળા તે ગગનચારીઓ વડે, જંગમ મંદર પર્વતની જેમ, જેવાતા તે વિષ્ણુનું શરીર ક્ષણવારમાં લાખ જન ઊંચું થઈ ગયું. અત્યંત તેજસ્વિતાને કારણે તે વિષણુને કેટલાકએ સળગતા અગ્નિના સંઘાત જેવા જોયા; કેટલાકએ તેમને શરદકાળના સંપૂર્ણ બિંબયુક્ત ચંદ્રના જેવા મનોહર અને સૌમ્ય વદનચંદ્રવાળા જોયા. વૃદ્ધિ પામતા શરીરવાળા એ વિશગુના અનુક્રમે વૃક્ષ:સ્થળમાં, નાભિપ્રદેશમાં, કટિભાગમાં અને ઢીંચણમાં જ્યોતિ:ચક્રોને માર્ગ આવી રહ્યો. પછી ભૂમિ કંપી. વિષ્ણુએ મંદર પર્વત ઉપર પોતાને જમણે પગ મૂક્યો. એ પગ પાછો ઊપાડતાં સમુદ્રનું જળ ક્ષોભ પામ્યું. પછી વિષ્ણુએ પિતાની બે હથેળીઓ અફળી, તેના શબ્દથી મહદ્ધિક દેવના અંગરક્ષકો ત્રાસી ઊઠ્યા. એ સમયે જેનું આસન કંપી ઊઠું છે તથા વિપુલ અવધિજ્ઞાનથી જેણે એનું કારણ જાણી લીધું છે એવા ઈન્દ્ર સર્વ દેવોની સમક્ષ પોતાની સંગીત અને નૃત્યની મંડળીના અધિપતિઓને કહ્યું, “અરે ! સાંભળે–નમુચિ પુરોહિતનાં અનાચારી કૃત્યોથી કેપેલા આ ભગવાન વિષ્ણુ અણગાર ગેલેક્યને પણ ગળી જવાને સમર્થ છે તે ગીત અને નૃત્યના ઉપહારથી તેમને નમ્રતાપૂર્વક શાન્ત કરે.” આ પ્રમાણે સીધર્મપતિએ આજ્ઞા કરતાં તિલોત્તમા, રંભા, મેનકા અને ઉર્વશીએ વિષ્ણમુનિની દૃષ્ટિ સમક્ષ નૃત્ય કર્યું, વાજિંત્રે વાગ્યાં, “હે ભગવન્! શાન્ત થાઓ !” એ પ્રમાણે મુનિના કાન પાસે કર્ણમધુર સ્તુતિ કરતા તથા જિનેશ્વરોનાં નામ અને તેમના ક્ષમાગુણને વર્ણવતા તુંબરુ, નારદ, હાહા, હૂહૂ અને વિશ્વાવસુએ ગાન કર્યું. ભગવાન વિષ્ણુકુમારને પ્રસન્ન કરવા નિમિત્તે ઈન્દ્ર સહિત દેવોના સમૂહને આવેલ જાણુને દિવ્ય મતિથી પ્રેરિત તથા વૈતાઢયની શ્રેણિઓમાં નિવાસ કરનારા મહદ્ધિક વિદ્યારે વરાપૂર્વક આવીને દેવેની સાથે ભળ્યા. આગમને અનુસરતાં ગીત ગાતા તથા કમલદલના સમૂહની કાન્તિને ધારણ કરનાર ભગવાન વિષ્ણુના ઊંચા થયેલા ચરણકમળમાં, રસમૂચ્છિત ભ્રમરે જેમ કમળમાં લીન થાય તેમ, લીન થતા તે વિદ્યાધરો પણ એ જ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. સન્તુષ્ટ થએલા તુંબરુ અને નારદે તેમને કહ્યું, “અહો ! આશ્ચર્ય છે ! અહા ! તમે માત્ર મનુષ્ય હવા છતાં દેવની સાથે જ સ્તુતિગાન કર્યું છે અને તેમાં તમારી દક્ષતા બતાવી છે.” પછી વળી વિદ્યાધરને તેમણે કહ્યું, “તમારા ઉપર અમે કૃપા કરીશું, જેથી સંગીતકળામાં તમારી પરમ આસક્તિ થશે. વિષ્ણુગીતિકાનો જેમાં વિષય છે એવો, સપ્ત સ્વરની તંત્રીમાં આશ્રિત તથા મનુષ્ય લેકને દુર્લભ એ ગાન્ધાર સ્વરનો સમૂહ તમે ધારણ કરે उपसम साहुवरिट्ठया ! न हु कोवो वण्णिओ जिणिंदेहिं । हुँति हु कोवणसीलया, पावंति बहूणि जाइयवाई ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy