________________
શ્યામા-વિજયા લંભક
[ ૧૪૦ ]
હે નંદિષણ! આ પ્રમાણે સુપ્રત્યે પેલી રાજકન્યાને કહ્યું. રાજકન્યા પણ એ બધું અહીં પિતાની નજરે જોઈને પતીજ કરશે કે-પરલેક છે અને ધર્મનું ફળ પણ છે. ”
સુસ્થિત અણગાર આમ કહી રહ્યા ત્યાં તો પેલા ઇભ્યપુત્રો તેમની પાસે આવ્યા અને દીક્ષા લીધી. (સુપ્રભ સહિત ત્યાં આવેલી) કુમારી સુમિત્રા પણ સાધુને વંદન કરીને સુપ્રભને વિનંતી કરવા લાગી, “તમે મારા ઉપર અધિકાર ધરાવે છે, પણ મારા ધર્મકાર્યમાં વિદન ન કરેશે.” સુપ્રભે પણ “ભલે” એમ કહીને તે વાત સ્વીકારી. રાજપુત્ર રાજકન્યા સુમિત્રા સાથે નગરમાં ગયે.
આ રીતે પરલોકના અસ્તિત્વનું અને ધર્મફળનું પ્રમાણ જેણે પ્રત્યક્ષ જોયું છે એવા નંદિષેણે અત્યંત વિરક્ત થઈને દીક્ષા લીધી. જેણે સૂત્ર અને અર્થ જાણ્યા છે એ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળ, તપમાં ઉઘત, જેની શ્રદ્ધા વધતી જાય છે તથા જેનો વૈરાગ્ય અવિચલિત છે એવો તે વિચારવા લાગ્યું. લાભાન્તરાયના ક્ષપશમથી તે જેવી રીતે અને જ્યારે જે વસ્તુ છે તેવી રીતે અને ત્યારે તે વસ્તુ એને મળતી. તેણે અભિગ્રહ લીધો હતો કે–મારી સર્વ શક્તિથી મારે સાધુઓની વૈયાવૃત્ય કરવી. આ પ્રમાણે ભારતમાં તે મહાતપસ્વી તરીકે પ્રખ્યાત થયા. દેવાએ કરેલી નદિષેણુની પરીક્ષા
એક વાર પોતાની સભામાં બેઠેલા દેવરાજ ઈન્દ્ર હાથ જોડીને નંદિણના ગુણ ગાવા માંડ્યા-“વૈયાવૃત્યમાં ઉદ્યત અને દઢ નિશ્ચયવાળા આ નંદિપેણને દેવે પણ ક્ષોભ પમાડી શકે તેમ નથી.” ઈન્દ્રના આ વચનમાં અશ્રદ્ધા રાખતા બે દે સાધુનું રૂપ ધારણ કરીને નંદિણ પાસે આવ્યા. એમને એક ગામ બહાર માંદગીને દેખાવ કરીને બેઠે, અને બીજો નંદિણની વસતિમાં આવ્યો તેણે નંદિષણને તીખાં, આકરાં અને નિષ્ફર વચનોથી તિરસ્કાર કર્યો અને કહ્યું, “બહાર માંદા સાધુ પડી રહ્યા છે, અને અહીં તું વયાવૃત્યનો અભિગ્રહ લઈને સૂઈ રહ્યો છે.” એટલે નંદિણ એકદમ ઊભે થયો અને બે, “જે કાર્ય હોય તે કહે.સાધુના રૂપમાં રહેલા દેવે કહ્યું, “અતિસારથી પીડાતા અને અત્યંત તરસ્યા થયેલા સાધુ ગામની બહાર પડ્યા છે, માટે જે યે લાગે તે કર.” એટલે પારણાં કર્યા સિવાય જ નંદિષેણ પાણી લેવા માટે નીકળ્યો. પણ અનુકંપાથી સ્પર્શાવેલા હૃદયવાળા દેવે અનેષણ કરી–પાણી મળવા દીધું નહીં. પણ તેના ઉપર વિજય મેળવીને, પાછું લઈને નંદિષેણ માંદા સાધુની પાસે ગયો. સાધુએ તેની સાથે લડવા માંડયું, “હું આવી અવસ્થામાં તારી આશા રાખીને આવ્યા હતા, પણ ખાવાને લાલચુ તું મારી સામે પણ જેતે નથી. હે મદભાગ્ય ! “હું વૈયાવૃત્ય કરનાર છું”
૧. આ ઉપરથી સુપ્રભ રનપુરને રાજકુમાર હોય એમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org