________________
[ ૧૩૪ ]
વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ :
સાંબ તે પહેરીને સભામાં ગયે, તે પહેલાં જ ભાનુ ખૂબ મૂલ્યવાન આભરણે પહેરીને સભામાં પહોંચી ગયો હતો તથા પ્રેક્ષકોએ તેની પ્રશંસા પણ કરી હતી કે, “નકકી, આ વખતે તું જીતીશ.” પરંતુ નક્ષત્રમાલા(એક પ્રકારની માળા) વડે વિરાજિત વક્ષ:
સ્થળવાળે સાંબ વિદ્યુલલતા વડે અલંકૃત મેઘની જેમ શોભવા લાગે અને તેનાં આભૂષણની તિ વડે, સૂર્યના પ્રકાશથી જેમ આગિયાની ચમક નાશ પામે તેમ, સુભાનુનાં આભરણેની કાન્તિ ઝાંખી પડી ગઈ. “સાંબ જીત્યો છે” એમ મધ્યસ્થોએ નિર્ણય આપે.
આ વાત સત્યભામાએ સાંભળી, એટલે તેણે રડતાં રડતાં કૃષ્ણને વિનંતી કરી, તમે લાડમાં ફટવી મૂકેલો આ સાંબ મારા પુત્રને જીવવા પણ દેતો નથી, માટે તમારાથી બની શકે તે તેને આમ કરતાં અટકાવો.” આ પ્રમાણે સત્યભામાએ વિનંતી કરી એટલે કૃણે કંચુકીને મોકલ્યો. તેણે સાંબને કહ્યું, “કુમાર ! સુભાનને છોડી દે, એને હવે હેરાન ન કરો–એ પ્રમાણે દેવે આજ્ઞા કરી છે.” સાંબે ઉત્તર આપ્યો, “હોડમાં તેને પરાજય થયો છે, એ વિષયમાં દેવને અથવા દાનવને શું કહેવાનું છે? શાસકે અપરાધીને શિક્ષા કરવી જોઈએ અને ન્યાયકારીનું પાલન કરવું જોઈએ.” કંચુકી પાછો ગયે અને તેણે સાંબનું વચન કૃષ્ણને કહ્યું. દેવી સત્યભામાએ કૃષ્ણને કહ્યું, “દેવ! મારા ઉપર જે તમારી કૃપા હોય તો સર્વસ્વ આપીને પણ મારા પુત્રને સાંબ પાસેથી છોડાવ.” આ પ્રમાણે પ્રેરાયેલા કૃણ સભામાં ગયા. ત્યાં તેમણે સભાસદોને પૂછયું. સભાસદોએ સાંબને વિજય થયાનું કહ્યું. ઈન્દ્રની જેમ અલંકૃત શરીરવાળા સાંબને કૃષ્ણ જે. કૃષ્ણ સાંબને કહ્યું, “સુભાનુને જવા દે; તમારી હાડ પ્રમાણેનું ઘન અમે આપીશું.” સાંબે કહ્યું, “સિંહના દાંત કોણ ગણી શકવાનું હતું? સુભાન તમને વહાલે હોય તેથી તેને લઈ જવો હોય તો ભલે લઈ જાઓ. અવધિ (સમય) થશે પછી આપવું હશે તે આપશે.” કણે કહ્યું, “અવધિ (હદ) તો તારામાં થાય છે, બીજે ક્યાંય નહીં. આ છોકરાને તું સુખે જીવવા પણ દેતો નથી અને તે પણ તારાથી આટલે હેરાન થયા છતાં રહેતો નથી. ” આ પ્રમાણે ધમકાવીને કૃષ્ણ સભામાંથી બહાર નીકળ્યા. જ્યારે ચાર કરોડ ધન આપ્યું ત્યારે જ સાબે ભાનુને છોડ્યો.
બીજે દિવસે કૃષ્ણનું રૂપ ધારણ કરીને તથા નક્ષત્રમાલા વડે વિભૂષિત થઈને સાબ સત્યભામાના ભવન પાસે ગયો, અને સત્યભામાં જુએ તેમ ઊભા રહીને કુન્જાને આંગળીથી તેણે બેલાવી. વેશ, ભાષા, વર્ણ અને આકૃતિની બાબતમાં સાંબે ધારણ કરેલું રૂપ કૃષ્ણના જેવું જ હોવાથી કુજા તેને ઓળખી શકી નહીં. સાંબે કુબ્બાને કહ્યું, “મેં એક અશુભ સ્વપ્ન જોયું છે, તેને પ્રતિકાર કર પડશે, માટે દેવીને કહે કે-જ્યારે હું અહીંથી પાછે જાઉં ત્યારે, હું વારું તે પણ, મને પંચગવ્યથી સ્નાન કરાવે.” આ પ્રમાણે કહીને તે ચાલ્યો ગયો. કુન્શાએ જલદીથી જઈને આ આજ્ઞા સત્યભામાને સંભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org