SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ મુખ [ ૧૩૩ ] * *** નહેતું કહ્યું.” એટલે સાબે “ભલે” એમ કહીને સાક્ષી રાખ્યા. પછી સાંએ વિચાર કર્યો, “ગંધયુક્તિ-સુગંધી પદાર્થોના મિશ્રણની બાબતમાં ભાનુને જીતી નહીં શકાય, કારણ દેવ પાસેના સુગંધી પદાર્થોથી તે વિલેપન કરશે, માટે નાસિકાને પ્રતિકૂળ એવાં દ્રવ્યનું મિશ્રણ હું કરું.” પછી તેણે ડુંગળી, લસણ, દારૂ, હીંગ વગેરે બકરાના મૂત્રમાં મિશ્રિત કરીને કેડિયાના સંપુટમાં આપ્યાં. સુભાનુ સુગંધી પદાર્થોનું વિલેપન કરીને એ પહેલાં જ સભામાં આવીને બેઠે હતો. ગંધ-વિધાનમાં કુશળ પુરુષોએ તેની પ્રશંસા કરી હતી. સાંબે સભાના દ્વાર આગળ જ નાસિકાને પ્રતિકૂળ એવા લસણ વગેરેના મિશ્રણથી વિલેપન કર્યું. એની દુર્ગધથી આક્રાન્ત થએલા સભામાં બેઠેલા કુમારો પિતાનાં નાક બંધ કરીને સબસ્વામી! આ ગંધ તે અતિ ઉત્કટ છે, માટે પ્રસન્ન થાઓ, અમને જવા દે, કૃપા કરે,” એમ બેલતા ચારે બાજુ નાસવા લાગ્યા. સાંબે કહ્યું, “ નિર્ણય આપે.” એટલે તેઓ બોલ્યા, “ભાઈ, તમે જીત્યા.” ભાનુએ કહ્યું, “પણ આની તે અશુભ દુર્ગધ છે.” સાંબે કહ્યું, “ઉત્કટ ગંધ વિશે હડ કરી હતી, શુભ અથવા અશુભ ગંધ વિષે કંઈ સ્પષ્ટતા કરી નહોતી.” મધ્યસ્થાએ સાંબને પક્ષ કર્યો. ભાનુને પરાજય થયે, એટલે તેને ત્યાં રોકવામાં આવ્યું. દેવી સત્યભામાએ રડતાં રડતાં આ વસ્તુ કૃષ્ણને કહી. કૃણે કંચુકી મોકલે, છતાં સાંબે ભાનુને છોડ્યો નહીં. જ્યારે શરત પ્રમાણેનું ધન આપવામાં આવ્યું ત્યારે જ તેને જવા દીધો. સાંબે એ ધન પિતાના સેવકમાં વહેંચી આપ્યું તેમજ પિતાના જબરા ગોઠિયાઓને આપ્યું. કેટલાક દિવસ વીત્યા બાદ ભાનુએ સાંબને કહ્યું, “આપણે ચાર કેટિની હોડ બકીએ; જેનાં આભૂષણોની શોભાની વિશેષતા હોય તે જીતે.” સાંબે કહ્યું, “તારી સાથે હોડ નથી બકવી, તું હારે છે એટલે દેવ પાસે જઈને ઊભો રહે છે.” પણ ભાનુએ જ્યારે આગ્રહ કર્યો ત્યારે સાંબે હોડ બકવાની હા પાડી. સાક્ષીઓ નક્કી કરવામાં આવ્યા. પછી સાંબ પ્રદ્યુમ્ન પાસે ગયો અને આ પ્રમાણે હોડ થયાની વાત તેને કરી. પ્રધુને કહ્યું, “થયું, કુમાર ! હવે તમે સુભાનુને જીતી રહ્યા! જે હવે તું જીતાઈશ તે નક્કી કર્યા પ્રમાણેનું ધન તેને આપવું પડશે.” સાંબે કહ્યું, “એ ભાનુ મને જીતી જાય પછી મારે જીવવાથી પણ શું? માટે મારે જય થાય તેમ કૃપા કરો.” પ્રદ્યુમ્ન સ્વીકાર્યું કે, “જા, એમ કરવામાં આવશે. નિરાંતે બેસ” પછી પ્રદ્યુમન શિવાદેવી (નેમિનાથની માતા) પાસે ગયે અને સાંબ-સુભાનુની હેડની વાત કરી તથા વિનંતી કરી કે, “માતાજે આભરણે દેએ અમારા કાકા અરિષ્ટનેમિને આપ્યાં હતાં તે પહેરવા માટે આપે.” શિવદેવીએ કહ્યું, “પુત્ર! પ્રદ્યુમ્ન ! તારે માટે કંઈ અદેય નથી, પરંતુ તારા કાકાનાં જે આભૂષણે છે તે ક્ષત્રિયે ધારણ કરતા નથી. તેથી તે માત્ર પહેરવા પૂરતાં લઈ જા. જો એમ ન હેત તો હું તે આભૂષણે તને આપી દેત.” શિવાદેવીને પ્રણામ કરીને તથા આભૂષણે લઈને પ્રદ્યુમ્ન ગયા અને સાંબને તે આપ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy