________________
પીઠિકા
[ ૧૧૭ ]
આમ કહેવામાં આવતાં પ્રદ્યુમ્ન આચમન કરીને નીકળ્યો અને ક્ષુદ્રક-નાના સાધુનું રૂપ ધારણ કરીને રુકિમણીની પાસે ગયે. રુકિમણુએ તેને વંદન કરીને પૂછયું, “હે શુદ્રક ! તમારે શું જોઈએ છે? ” પ્રદ્યુમ્ન ઉત્તર આપ્યો કે, “હે શ્રાવિકા ! મેં લાંબા ઉપવાસ કર્યા છે. વિચાર કરું છું કે, માતાના સ્તનનું પણ આ પહેલા મેં પાન કરેલું નથી. માટે પારણામાં મને જલદી ખીર આપો.” રુકિમણીએ કહ્યું, “ ભલે ખીર આપીશું. થોડી વાર વીસામો લો, ખીર તૈયાર નથી, માટે થોડી વાર બેસો.” એટલે પ્રદ્યુમ્ન જઈને કૃષ્ણના સિંહાસન ઉપર બેઠો. રુકિમણીએ કહ્યું, “ક્ષુદ્રક! આ આસન તો દેવતા વડે રક્ષાયેલું છે. રખેને તમને કંઈ હાનિ થાય, માટે બીજા આસન ઉપર બેસો.” પ્રદ્યુ.
ને કહ્યું, “અમ તપસ્વીઓ ઉપર દેવતાનું કંઈ ચાલી શકે એમ નથી.” પછી દેવીએ દાસીઓને આજ્ઞા આપી, “ જલદી ખીર તૈયાર કરે, જેથી તપસ્વી દુઃખી ન થાય” પણ પ્રદ્યુમ્ન અગ્નિને જ થંભાવી દીધે, આથી દૂધ ગરમ જ થઈ શકતું નહતું. એટલામાં સત્યભામાએ મોકલેલે ઘાયજે રુકિમણ પાસે આવીને કહેવા લાગ્યા, “દેવિ ! તમારા કેશ આપો.” પ્રદ્યુને કહ્યું, “કાશ્યપ (હજામ)! મુંડન કરતાં આવડે છે?” ઘાંયજાએ કહ્યું, “હા!” પ્રદ્યુમ્ન પૂછયું, “ બદરમુંડન આવડે છે?” ઘાંયજાએ ઉત્તર આપ્યો “એ તે નથી આવડતું.” પ્રદ્યને કહ્યું, “આમ આવ; તને એ શિખવું.” પછી તેણે ઘાંયજાની ચામડી સાથે વાળ ઉખાડીને નસો હાથમાં આપી, અને કહ્યું, “બદરમુંડન આવું થાય છે.” રુધિરથી રંગાયેલા શરીરવાળો હજામ ત્યાંથી ગયે. આ તરફ, સાધુ સાથે વાતચીત કરતી અને દાસીઓને ત્વરા કરવા માટે પ્રેરતી રુકિમણીને પાને ચાલ્યો અને તેનાં લચને પ્રફુલ્લ થયાં. શુદ્રક પણ માતાનું દર્શન કરતાં પ્રફુલ મુખવાળે થયે. એટલામાં યાદવકુળના વૃદ્ધો ઘાંયજાઓને સાથે લઈને આવ્યા, અને તેમને આસન આપવામાં આવ્યાં તે ઉપર બેસીને કહેવા લાગ્યા કે, “અમને દેવે મોકલ્યા છે, માટે હે દેવિ ! કેશ આપે.” રુકિમણીએ કહ્યું, “જ્યારે ફુરસદ મળશે ત્યારે કેશ આપી શકાશે, માટે તમે જાઓ.” ત્યાં અને કહ્યું, “અરે, એક વસ્તુ પૂછું છું. શું યાદવોનો એ કુલાચાર છે કે વિવાહમાં વાળથી મંગલકમ કરવામાં આવે છે?” વૃદ્ધોએ કહ્યું, “એ કુલાચાર નથી, પણ આ તે દેવીઓ વચ્ચે શરત થઈ હતી.” પછી એ વૃદ્ધનાં વસ્ત્રો આસનો સાથે ચોંટી ગયાં. સાધુએ કહ્યું, “અરે, તમે આસને ઉપાડી જવા માટે આ વસ્ત્રો ચોંટાડી દીધાં કે શું ?” આથી શરમાઈને તે વૃદ્ધો ચાલ્યા ગયા. પછી પ્રદ્યુમ્ન હજામને કહ્યું, “અરે ! દેવીનું મુંડન કરવાની તમને આજ્ઞા આપવામાં આવી છે, માટે કરો.” એટલે ભાન ભૂલીને તે હજામે એકબીજાનું મુંડન કરવા લાગ્યા. જેઓમાંના કોઈના માથાનો એક ભાગ મુંડાય છે, કોઈનું અધું માથું મુંડાયું છે, કેઈની અર્ધી દાઢી મુંડાઈ છે અને કેઈએ
૨. બોરનું છોતરું ઉખાડી લેવાય તેવી રીતે જેમાં વાળ સાથે ચામડી પણ ઉખાડી લેવામાં આવે એ પ્રકારનું મુંડન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org