________________
પીઠિકા
[ ૧૧૩ ]
66
Q.
*
ક્રૂડ આપણા ખજાનામાં આવે છે. રાજાએ મર્યાદાના રક્ષક છે. ” પછી રાણીએ હિંસા કરનાર, જૂહુ ખેલનાર, ચાર અને વ્યભિચારીના શે। દંડ કરવામાં આવે છે તે પૂછ્યું. રાજાએ જ્યારે એને ઉત્તર આપ્યા, ત્યારે ચંદ્રાભાએ કહ્યુ, “ દેવ ! તમે જાણવા છતાં પણ કનકરથ રાજાની પત્નીનું હરણ કરવામાં અયોગ્ય કયુ છે. ” પછી તેણે ત્યાં ફરતા તાપસ( કનકરથ )ને બતાવ્યા કે, “ આ આપણે લીધે આવુ દુ:ખ અનુભવે છે. ” મધુએ સ્વીકાર્યું કે, ‘ હા દેવ! મે' અયેાગ્ય કર્યું છે. ” ચંદ્રાભાએ કહ્યુ, “ આમાં મારેા જ દોષ છે, તમારા નથી. કેમકે જીવતી હાવા છતાં, હું ત્યાગ કરી શકતી નથી. માટે મને રજા આપે. હું પરલેાકનુ હિત આચરીશ. ” મધુએ કહ્યું, “ હુ પણ રાજ્યશ્રીના ત્યાગ કરું છું. પછી મધુએ પેાતાના નાના ભાઇ કૈટભને ખેલાવી રાજ્ય આપવા માંડ્યું, પરંતુ તેણે કહ્યું કે, “હું પણ તમારી સાથે દીક્ષા લઇશ. ” પુત્રને રાજ્ય આપીને મધુએ કૈટલ અને ચદ્રાભાની સાથે વિમલવાહન અણુગારની પાસે દીક્ષા લીધી. સૂત્ર અને અનુ ગ્રહણ કરીને તે સંવિગ્ન થયા, અને ખાર પ્રકારનાં તપ કરતા ઘણા કાળ સુધી સંયમ પાળીને કાળધર્મ પામી, મહાશુક્ર કલ્પમાં ઇન્દ્ર થયા. કૈટભ પણ તેના જ સામાનિક દેવ થયા. દેવી ચંદ્રાભા સૌધર્મ કલ્પમાં દેવી થઇ. કનકરથ તાપસ કાળધર્મ પામી ધૂમકેતુ વિમાનમાં દેવ થયેા. વેરભાવ રાખતા તે મધુની તપાસ કરતા હતા, પણ અપદ્ધિકપણાને લીધે તેને જોઈ શકતા નહેાતેા. ઇન્દ્ર થયેલેા મધુ સત્તર સાગરોપમનું આયુષ્ય ક્ષય થતાં ચવીને કૃષ્ણની પટ્ટરાણી રુકિમણીના ગર્ભમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયે!. વિપુલ સંસારમાં ભમીને કનકરથ દેવ ફરી પાછા તે કાળે ધૂમકેતુ દેવ થયા હતા. પૂવેરનું સ્મરણ કરતા તેણે મધુને જન્મતાં જ જોયેા. પછી જેને રાષ પેદા થએલા છે એવા ધૂમકેતુ દેવે તેને હરી લીધા અને શિલાતલ ઉપર મૂકી દીધા. વિદ્યાધર-મિથુન તેને પેાતાના નગરમાં લઈ ગયું. આ પ્રમાણે ( તે બાળકને જન્મતાંવેંત જ ) શત્રુવટ થઇ હતી. ’
આ પ્રમાણે સીમંધર જિને જેના સંશય દૂર કર્યો છે એવા નારદ રુકિમણી પાસે આવ્યા. રુકિમણીને તેમણે કહ્યું, “દૈવિ! તમારા પુત્ર જીવે છે, અને વિદ્યાધરવડે રક્ષાચેલેા તે ઉછરે છે. ” ભગવાને કહ્યો હતા તે પ્રમાણેના માતા-પિતા સાથેના બાળકના સમાગમ–કાળ પણ નારદે રુકિમણીને કહ્યો, પછી નારદ ત્યાંથી ઊડ્યા.
પ્રદ્યુમ્નને પ્રજ્ઞપ્તિ વિદ્યાની પ્રાપ્તિ
બીજી તરફ, પ્રદ્યુમ્ન વિદ્યાધર-નગરમાં મેટ્રો થતા હતા પૂર્વભવમાં પિરિચત એવી કલાએ તેણે, કહેવામાં આવતાં વેંત જ, ગ્રહણ કરી. વધતા જતા યોવન અને લાવણ્યવાળા, છત્રાકાર શિરવાળા, વિકસિત કમળ જેવાં નયનવાળા, લેાકેાનાં નયનાને વિશ્રામ આપનાર, સૂર્યનાં કિરણેાવડે આલિંગિત કમળ સમાન મનેાહર મુખવાળા, શ્રીવત્સથી અંકિત વક્ષ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org