________________
[ ૧૦૦ ]
વસુદેવ–હિ'ડી: : પ્રથમ ખંડ :
નિશ્ર્ચલ નયનવાળા એવા આકાશગામી શ્રમણને જોયા, અને પૂછ્યું, “ કડા, ભગવન્ ! મારા ઉદરમાં શું હશે ? ” એ પછી સત્યભામાએ પણ એજ પ્રમાણે પૂછ્યું. પાતાના ધ્યાનમાં ભંગ પડવાના ભયથી તે શ્રમણ ‘ કુમાર થશે' એમ ખેલતા અદશ્ય થઈ ગયા. એ પછી તે રાણીએ વચ્ચે ‘ મુનિએ પુત્રજન્મનું ભવિષ્ય મારે માટે ભાખ્યુ છે, મારે માટે ભાખ્યું છે' એ પ્રકારના વિવાદ થયા. રુકમણીએ કહ્યુ, “મેં મુનિને પહેલાં પ્રશ્ન કર્યા હતા. ” સત્યભામા એલી, “તે પહેલાં પ્રશ્ન કર્યા હતા એ વાત સાચી, પણ એ પ્રશ્નના જવાબમાં તેમણે કઇ કહ્યું નહતું. મેં પૂછ્યું, એટલે તેમણે ઉત્તર આપ્યા, માટે પહેલાં મને પુત્ર થશે; તને નહીં. ” આ પ્રમાણે વિવાદ થતાં સત્યભામાએ કહ્યુ, “ આપણામાંથી જેને પહેલાં પુત્ર થાય તેના પુત્રના લગ્ન પ્રસંગે દર્ભની જરૂર પડે ત્યારે મીજીએ એ કામને માટે પેાતાના કેશ કાપીને આપવા.' રુકિમણીને પ્રચ્છન્ન ગર્ભ હતા, આથી સત્યભામા તેને એ વિષે આગ્રહપૂર્વક પૂછવા લાગી. ખૂબ આગ્રહથી પૂછ્યું ત્યારે રુકિમણીએ સ્વીકાર્યું કે, “ કદાચ એમ હુશે. ” પછી તે ખન્ને જણીએ વાસુદેવ કૃષ્ણ પાસે ગઇ, અને તેમને ચારણુશ્રમણુના આદેશ તથા પેાતાની પ્રતિજ્ઞા કહી. કૃષ્ણે કહ્યુ, “ તમને બન્નેને પુત્રા થશે, માટે વિવાદ કરશેા નહીં, ” પછી તે ત્યાંથી ગઇ. તે ગઇ એટલામાં ઉત્તરાપથના રાજા દુર્યોધન ત્યાં દામેાદરની સેવા કરવા માટે આણ્યે. સભાસ્થાનમાં બેઠેલા રાજાને કૃષ્ણે રાણીએના વિવાદની વાત કહી. દુર્યોધને કહ્યું, “ દેવ ! જે દેવીને પહેલાં પુત્ર થશે તેને હું મારી પુત્રી આપીશ. ” આ પ્રમાણે વિનાદ કર્યાં પછી યદુનાથ કૃષ્ણ પેાતાના પિરવાર સાથે દ્વારવતીમાં આવ્યા.
પૂરા દિવસે રુકિમણીએ પુત્રને જન્મ આપ્યો. જાતકર્મો કર્યો પછી વાસુદેવના નામથી અંકિત મુદ્રા તેને બાંધવામાં આવી. અને પછી દાસીએએ કૃષ્ણને કુમારના જન્મ થયાની ખબર આપી. રત્નની દીપિકાથી માર્ગ બતાવવામાં આવતાં કૃષ્ણ રુકિમણીના ભવનમાં ગયા. એ કુમાર તેમની નજરે પડ્યો ત્યાં તા કેઇ દેવે તેને હરી લીધેા. દાસીએએ આક્રંદ કર્યું કે, “ કુમારને કાઇ હરી ગયું! '” રુકિમણી કૃષ્ણને જોઇને મૂર્છા પામી. પછી મૂર્છા વળતાં વિલાપ કરવા લાગી કે, “ દેવ ! મારા નિષિ તે જોતાં વેંત જ નાશ પામ્યા. હું મંદાગિનીના હમણાં જ ઊગેલા ખાલચંદ્રને રાહુ ગળી ગયા. અંધકારમય બની ગયેલી દિશાઓમાં એને કયાં શેાધું? હે સ્વામી ! મારું રક્ષણ કરા. દેવતાઓના મે કેવા અપરાધ કર્યો હશે, જેથી મારા પુત્રનું હરણ થયું? મને કંઈ સમજાતુ નથી. આ માટે કંઇક વિચાર કર.” આ પ્રમાણે રાતી દેવીને યદુપતિએ આશ્વાસન આપ્યુ કે, “ દૈવિ ! વિષાદ ન કર, તારા પુત્રની શેાધ કરું છું. જેણે મારા અવિનય કરીને માળકનુ હરણ કર્યું છે તેને જોતાં વેંત જ, જો તે બાળક પાછા નહીં આપે તેા, હું માતની શિક્ષા કરીશ. આમ કહીને કૃષ્ણ પેાતાના ભવનમાં પાછા આવ્યા.
,,
ત્યાં વૃદ્ધા સહિત કૃષ્ણુ ચિન્તાતુર બેઠા હતા, એવામાં નારદ ત્યાં આવ્યા. ચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org