________________
પીઠિકા
[ ૯૯ ]
',
,,
રાહિણી અને દેવકીએ પણ વસ્ત્ર, આભરણુ અને દાસીએ આપવા વડે રુક્મિણીના સત્કાર કર્યા, પણ દેવી( સત્યભામા )ના પરિજનને ત્યાં પ્રવેશ નિષિદ્ધ કરવામાં આવ્યેા. આથી સત્યભામાએ વાસુદેવને કહ્યું, “ દેવ! તમે લાવ્યા છે તે કુમારી મને બતાવેા. ” કૃષ્ણે કહ્યું, “ કાણુ કુમારી ? કચાંથી આવી છે ? મશ્કરી શું કામ કરે છે ? પણ જ્યારે સત્યભામાએ ખૂબ આગ્રહ કર્યાં ત્યારે કૃષ્ણે કહ્યુ, “ રૈવતક પર્વતની પાસે નંદન ઉદ્યાનમાં બતાવીશ. ” પછી કૃષ્ણે પાતાના લેપ્યકારને આજ્ઞા કરી, “ઉદ્યાનમાં શ્રીગૃહમાંથી શ્રીની પ્રતિમા ઊપાડી લઇ, પીઠિકાને બરાબર તૈયાર કરી મારી આજ્ઞા પાછી આપ. ” તેણે આજ્ઞા મુજબ કર્યું. પછી અંત:પુરવાસીઓને ઉદ્યાનયાત્રાની આજ્ઞા આપવામાં આવી. પરોઢમાં રુકિમણીને રથમાં બેસાડીને દારુક સહિત કૃષ્ણ નંદનવનમાં ગયા. શ્રીગૃહમાં તેમણે રુકિમણીને એસાડી અને કહ્યુ, “ દૈવિ! રાણીઓના આગમનકાળે, તે અહીં આવીને પાછી જાય ત્યાંસુધી, મૂર્તિની પીઠિકા ઉપર નિશ્ચલ થઈને એસજે. આમ કહીને કૃષ્ણે ત્યાંથી નીકળી ગયા અને પેાતાના રથ પાસે આવીને બેઠા. પછી અંત:પુર આવ્યું. સત્યભામાએ પૂછ્યું, “ દેવ ! એ કુમારી કચાં છે ? ” કૃષ્ણે ઉત્તર આપ્યા, “ એ તા શ્રીગૃહમાં ગઈ છે, માટે ત્યાં જાઓ. ત્યાં તેને તમે જોશે. ” રાણીએ ત્યાં ગઈ અને “ અહા ! શિલ્પીએ ભગવતીનું શું રૂપ નિર્માણ કર્યું છે ! ” એમ ખેલતી તે બધીઓએ પ્રણામ કર્યાં. સત્યભામાએ માનતા કરી કે, “ હે ભગવતિ ! જે કુમારી હમણાં આવી છે તે હી ( લજ્જા) અને શ્રીથી રહિત થશે તે હું તમારી પૂજા કરીશ. ” આમ કહીને તે આસપાસ ફરીને તેને શેાધવા લાગી. દાસીએએ રાણીઓને કહ્યુ, “ સ્વામિનીએ ! એ તા કાઈ જંગલી રાજાની પુત્રી હશે. તમારી સામે ઊભા રહેવાની એનામાં શક્તિ કયાંથી હાય ? કાઈક ઝાંખરામાં સંતાઇ ગઇ હેશે. ” પછી તે મધી રાણીએ કૃષ્ણની પાસે જઇને કહેવા લાગી, “ દેવ ! તમારી તે વલ્લભા દેખાતી નથી. ” કૃષ્ણે કહ્યું, “ અવશ્ય તે ત્યાં જ હશે. ચાલે, એને જોઇએ. ” દેવીઓ સહિત કૃષ્ણ શ્રીગૃહમાં ગયા. એટલે રુકિમણીએ ઊભી થઈને પ્રણામ કર્યા અને એલી કે, “ દેવ ! કહા, કાને પ્રણામ કરું ? ” કૃષ્ણે સત્યભામાને બતાવી. રુકિમણીએ સત્યભામાને પ્રણામ કર્યાં. એટલે સત્યભામાએ કહ્યું, “ તમને તે। અમે પહેલાં જ પ્રણામ કર્યાં છે.” વાસુદેવે કહ્યું, “ કેવી રીતે ? ” સત્યભામાએ કહ્યુ, “ અમે અમારી બહેનને પ્રણામ કર્યાં, એમાં તમને શું કહેવું ? ” પછી અંતરમાં રાષ હાવા છતાં તેણે વસ્ત્ર અને આભરણુથી રુકિમણીના સત્કાર કર્યાં.
પ્રદ્યુમ્નકુમારના જન્મ, તેનુ હરણુ અને શેાધ
"
એક વાર રુકિમણીએ સ્વપ્નમાં પેાતાના મુખમાં સિહુને પ્રવેશતા જોયા, અને આ વાત તેણે કૃષ્ણને કહી. ‘તને ઉત્તમ પુત્ર જન્મશે ' એમ કહીને કેશવે તેને અભિનંદન આપ્યુ. પછી અન્ત:પુર સહિત માધવ ઉદ્યાનમાં ગયા. ત્યાં વિચરતી રુકિમણીએ ધ્યાનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org