________________
| [ ૮૮ ].
વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ :
પ્રભા છે. તેમને બે બાળકો થયાં–મેઘજા પુત્ર, અને હું મેઘમાલા પુત્રી. એક વાર વિદ્યાધરરાજા મારી માતાની સાથે વિચાર કરવા લાગ્યો, “મારું અવસાન થતાં રાજા કોણ થશે?” પછી વિદ્યાથી જોઈને તેણે મારી માતાને કહ્યું, “આ અવિનીત મેઘજવ મેઘમાલાના પતિના હાથે નાશ પામશે. આથી બીજો કોઈ અહીં રાજા થશે. ” આ સાંભળીને મારી માતા વિષાદ પામી. મેઘજવ પણ મારા પ્રત્યેના નેહથી ઉદ્યાન, કાનન, નદી અને ગિરિએમાં રમણીય ક્રિીડાઓ દરરોજ માણતે હતો, અને એક મુહૂર્ત પણ મારે વિરહ ઈચ્છતો નહોતો. હું પણ ભાઈમાં નેહાનુરક્ત હૃદયને કારણે તેને વિરહમાં તેના દર્શન માટે ઉત્સુક બનતી હતી. આ પ્રમાણે અમારો સમય જતો હતો. આજથી ત્રીજા દિવસે,
હે મેઘમાલા ! હું કુશાગ્રપુર જાઉં છું,” એમ મને કહીને તે નીકળે છે. તે પાછો નહીં આવવાથી હું અહીં આવી છું. ધમિલે વિદ્યાધરને માર્યો છે” એમ મેં સાંભળ્યું. આથી રોષ પામેલી હું આ અશોકવનમાં આવી. ત્યાં મેં તમને જોયા, જોતાં જ મારો રોષ નાશ પામે, અને લજજા આવી. માટે કૃપા કરો અને હું અશરણનું શરણ થાઓ.” આ પ્રમાણે કહી તે ધર્મિલના ચરણમાં પડી. ધમ્મિલે પણ ઉત્તમ હાથીની સૂંઢ જેવા બાહુઓ વડે તેને સ્પર્શ કર્યો, ગાંધર્વ વિવાહધર્મથી તેની સાથે વિવાહ કર્યો, અને રતિવિદથી તેને ગાઢ આલિંગન કર્યું. મેઘમાલાનો પિતાના ભાઈના મરણ સંબંધી શક દૂર થયે, અને માનવસુખને સાર તે પામી. તેને લઈને ધર્મિલ પિતાના ભવનમાં ગયે. વિમલસેનાને પુત્રજન્મ
જેને તૃષ્ણાપૂર્વક ત્યાગ કરી શકાય (અર્થાત દત્યજ ) એ તે ધમ્પિલ સર્વે પ્રિયાઓની સાથે આમ સમય ગાળતા હતા. આ પ્રમાણે ઘણો કાળ જતાં રાજપુત્રી વિમલસેનાને પુત્ર થયે, અને તેનું પદ્મનાભ એવું નામ પાડવામાં આવ્યું. અનુક્રમે તે માટે થયે અને વિદ્યાઓનું ગ્રહણ કરીને પિતાના પૂર્વકના પુણ્યદયના પરિણામને તથા પિતાનાં સત્કર્મોના વિશિષ્ટ ઉદયને અનુભવને રહેવા લાગ્યા. એ પ્રમાણે મિત્ર, બંધુ, પુત્ર અને પ્રિયાઓની સાથે સુખથી ધમ્પિલને સમય વીતતે હતે.
હવે, અનેક જનપદોમાં જિનભગવાને ઉપદેશેલ વિધિ પ્રમાણે વિહાર કરતા, જગતના સર્વ જીવડે સ્મરણીય, કૃતમાં બતાવેલી રીતે ધર્મને ઉપદેશ કરતા, અનેક શિષ્યના પરિવારવાળા અને શ્રમણના સમૂહમાં મુખ્ય એવા ધર્મચિ નામે અણગાર એક વાર કુશાગ્રપુર નગરમાં આવ્યા, અને વૈભારગિરિના શિખર ઉપર સમેસર્યા. સાધુને યોગ્ય પ્રાસુક પ્રદેશમાં ગ્ય સ્થાન ગ્રહણ કરીને સંયમ અને તપથી પોતાને ભાવતા તેઓ વિચરતા હતા. રાજા અમિત્રદમને સાંભળ્યું કે, “મતિ, કૃત, અવધિ અને મન:પર્યવ એ. પ્રમાણે ચાર જ્ઞાન ધારણ કરનાર, મેઘનાદ જેવા ગંભીર સ્વરવાળા અને ધર્મરુચિ મનવાળા ભગવાન ધર્મરુચિ નામે અણગાર અહીં સમેસર્યા છે.” એટલે હર્ષથી રોમાંચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org