SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ધમિલ્લ-હિંદી [ ૮૭ ] અને સર્વ સેવકો સહિત બસ્મિલ્લને વિદ્યુમ્મત મુહૂર્ત માત્રામાં કુશાગ્રપુર લઈ ગઈ, અને વસતતિલકાના ભવનમાં તેનો પ્રવેશ કરાવ્યું. રાજા અમિત્રદમને બધી વાત સાંભળી. સંતુષ્ટ થયેલા રાજાએ રાજ્યનો ત્રીજો ભાગ ધર્મિલ્લને આપે. સર્વ વૈભવ સહિત ભવન કરાવ્યું, અને વૈભવ અનુસાર યાન–વાહન અને પરિજન આપ્યાં. સર્વ પ્રિયા સહિત ધમિકલ ભવનમાં પ્રવેશ્યા. ધનવસુ સાર્થવાહ ધમિલના આગમનથી હર્ષ પામે, અને તે પણ પોતાની પુત્રી યશોમતીને ધમ્મિલ્લ પાસે લાવ્યું. પછી તે ધમિલ સર્વ પ્રિયાઓ સહિત આયંબિલ તપનું ફળ આ લોકમાં જ અનુભવત, દેવભવનમાં દેવ-યુવાનની જેમ, રહેવા લાગ્યા. મેઘમાલા વિદ્યાધરી સાથે બસ્મિલ્લનું ગાંધર્વ લગ્ન એક વાર પ્રિયાઓની સાથે તે અંદરની પડસાળમાં બેઠો હતો. તે વખતે વસઃતિલકાએ કહ્યું, “આર્યપુત્ર ! ગઈ કાલે અહીં આવતાં તમે અત્યંત કામો ભેગ-રમણીય વેશ અને અલંકાર ધારણ કર્યા હતાં. ” આ સાંભળીને શંકિત હૃદયવાળા તેણે વિચાર કરીને કહ્યું, “સુન્દરિ! એ તે તમને વિસ્મય પમાડવા માટે.” આમ કહીને તે ગયે. પછી તેણે વિચાર્યું, “ખરેખર, આ ભવનમાં બીજા કેઈન પ્રવેશ નથી. મારો વેશ ધારણ કરીને કેઈ વિદ્યાધર આવતો હશે.” પછી તેને વધ કરવાનો ઉપાય વિચારીને તેણે આખા ભવનમાં સિદ્ર વેર્યું, અને હાથમાં તલવાર લઈને તેના આગમનની રાહ તે ઊભો રહ્યો. થોડીવાર થઈ એટલે પગલાં પડતાં તેણે જોયા; એટલે એ પગલાને અનુસારે તેણે તલવાર ઘા કર્યો. આથી કપાઈને પેલાના બે ટુકડા થઈ ગયા તે તેણે જોયા. પછી એ વિદ્યાધરના શબની અંતિમ વ્યવસ્થા કરી, અને એ ભૂમિ શુદ્ધ કરી. પછી પોતાને હાથે પુરુષવધ થઈ ગયે, તેથી શાન્તિ નહીં પામતા ધમિલ બીજે દિવસે પિતાના ઉપવનમાં પ્રવેશ્યો, અને પશ્ચાત્તાપથી સંતપ્ત હૃદયવાળો અશોક વૃક્ષ પાસેના ધરે જેવા લીલાછમ પૃથ્વી–શિલાપટ્ટ ઉપર વિચાર કરતો બેઠે. તે વખતે જેણે પોતાના શરીર ઉપર અશોકમંજરીઓ ધારણ કરી છે એવી, નવયૌવનશાળી, સ્તનભારથી નમેલાં ગાત્રવાળી, પુષ્ટ જઘનવાળી, ધીરે ધીરે પગ મૂકતી, એક જ લાલ વસ્ત્ર પહેરેલી, આશ્ચર્ય પૂર્વક દર્શનીય એવા રૂપવાળી અને થોડાં પણ મેંઘાં આભૂષણે પહેરેલી એક સુન્દરી તેની પાસે આવી. જેના રૂપનું પાન કરતાં તૃપ્તિ ન થાય એવા દર્શનીય રૂપવાળી, અત્યંત રાતા, બિંબ જેવા હોઠ અને શુદ્ધ દંતપતિવાળી તથા પ્રસન્ન દર્શનવાળી તેને ધમિલે ઈ. પેલી સુન્દરી પણ કહેવા લાગી— “હે આર્યપુત્ર! ધ્યાનપૂર્વક સાંભળે. વૈતાઢ્ય પર્વતની દક્ષિણ એણિમાં અશોકપુર નામે વિદ્યાધર-નગર છે. ત્યાં વિદ્યાધર-રાજા મેઘસેન નામે છે, અને તેની પત્ની શશિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy