SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ધમિલ્લ-હિંડી L[ ૪૯] કરેલ છે એ, સામ્યવાદીઓની જેમ કપડાના ટુકડાથી જેણે કેડ બાંધી છે એ, જેણે ડાબા ખભા આગળ ત્રિદંડ તથા કમંડળ રાખેલ છે એવો, માળાના મણકા ગણવામાં વ્યાપૃત હાથવાળો, તાજાં ઓળેલાં વાળ અને દાઢીવાળો અને મોઢેથી કંઈક ગણગણાટ કરતા એક પરિવ્રાજક તે જ આંબાના ઝાડની છાયામાં આવ્યું. એકાન્ત જગાએ ત્રિદંડને રાખીને એક પલ્લવશાખા પકડીને તે બેઠો. દીર્ઘ અને ઊંચા નાકવાળા, જાડી નસવડે વીંટાયેલા પગવાળા અને સ્નાયુબદ્ધ પીંડીઓ અને લાંબી જંઘાઓવાળા તેને મેં જે. અને જોઈને મારા હૃદયમાં શંકા થઈ કે, “નક્કી ચેરનું પાપકર્મ સૂચવનારાં આ ચિહ્નો જણાય છે, તે નક્કી આ પાપકારી ચોર હશે.” તેણે મને કહ્યું, “વત્સ! અધેર્ય. વડે સંતપ્ત એ તું કોણ છે? શા માટે કરે છે ? કયાંનો રહેવાસી છે અને કયાં જાય છે?” પછી તેના હૃદયનું હરણ કરવામાં ચતુર એવા મેં કહ્યું, “ભગવન્! હું ઉજજયિનીને વતની છું, અને વૈભવ ક્ષીણ થતાં આમતેમ રખડું છું.” બીજાઓને ભેળવનારા તેણે કહ્યું, “પુત્ર! તું ડરીશ નહીં. હું તને વિપુલ ધન અપાવીશ.” મેં કહ્યું, “ભગવદ્ ! મારા પિતા સમાન આપે મારા ઉપર અનુગ્રહ કર્યો. ” આમ અમારો પરસ્પર વાર્તાલાપ થતો હતો ત્યાં સાક્ષી સૂર્ય અસ્ત પામ્યો, સંધ્યા પણ વીતી ગઈ. પછી તે પરિવ્રાજકે ત્રિદંડમાંથી શસ્ત્ર કાઢીને કેડ બાંધી. ઊઠીને મને તે કહેવા લાગે, “અરે ! ચાલ, નગરમાં જઈએ.” એટલે શંકાયુક્ત એવો હું પણ યુક્તિપૂર્વક તેની પાછળ પાછળ જવા લાગ્યો. મેં ધાર્યું કે, “નગરમાં ખાતર પાડનાર ચેર તે નક્કી આ જ હશે.” પછી અમે નગરમાં પેઠા. ત્યાં ઊંચી નજર કરીએ ત્યારે જોઈ શકાય એવું તથા પુણ્યવિશેષની શ્રીને સૂચવનારું કોઈનું ભવન હતું. જેના મુખમાં આરા છે એવા હથિયારવડે એ મકાનમાં સહેલાઈથી ખોદી શકાય એવા ભાગમાં તેણે ખોદવા માંડ્યું. શ્રીવત્સના આકારનું ખાતર પાડીને જેણે મારી શંકાને પ્રબળ કરી છે એ તે અંદર પેઠે. અનેક પ્રકારને માલ ભરેલી પેટીઓ તેણે અંદરથી આણી; અને મને તે સંપીને ત્યાંથી ગયે. એટલે મેં વિચાર્યું કે, “રખેને આ મારો જ વિનાશ ન કરે, માટે આને ઠેઠ સુધી પીછો પકડવો જોઈએ.” એટલામાં તે યક્ષના દેવળમાંથી પોતાના સાથીદાર દરિદ્રપુરુષોને લઈને આવ્યું. પેલી પેટીઓ એ પુરુષને તેણે ઉપડાવી, અને અમે નગરની બહાર નીકળ્યા. પછી એ ચારે મને કહ્યું, “પુત્ર! આ જીર્ણોદ્યાનમાં થેડીવાર ઊંધી લઈએ; જ્યારે રાત ગળશે ત્યારે અહીંથી જઈશું.” મેં કહ્યું, “ભલે એમ કરીએ.” પછી અમે જીર્ણોદ્યાનમાં એક બાજુએ ગયા. ત્યાં પેલા પુરુષોએ પેટીઓ મૂકી અને તેઓ ઊંધી ગયા. પણ પેલે ચેર અને હું તે પથારી પાથરીને બેઠું છેટું ઊંઘવાનો ડોળ કરતા જાગતા જ રહ્યા. પછી હું ત્યાંથી સ્પેરપણે ઊઠીને વૃક્ષની પાછળ છુપાઈ ગયે. દયાહીન હૃદયવાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy