SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : અને છુપા ઘા કરનારા પેલા ચારે પેલા પુરુષાને ઊંઘી ગયેલા જાણીને તેમને મારી નાખ્યા. પછી તે મારી જગાએ આવ્યે પણ રક્તસ્જીદ લતાઓની બનાવેલી મારી પથારીમાં મને નહીં જોતાં તે મારી શેાધ કરવા માંડ્યો. એટલામાં વૃક્ષાની ઘટાથી જેનું શરીર ઢંકાયેલું છે એવા મેં દોડીને, તેની નજર ચુકાવીને, મારા ઉપર હુમલા કરવા આવતા હતા ત્યાં જ, તેના ખભા ઉપર તલવારના પ્રહાર કર્યા, જબ્બર વાથી જેનુ અં શરીર કપાઇ ગયુ છે એવે જમીન ઉપર પડ્યા. મૂર્છા વળતાં તેણે મને કહ્યું, “ વત્સ ! આ મારી તલવાર છે, તે લઇને તું સ્મશાનના છેવાડાના ભાગમાં જા. ત્યાં જઈને શાન્તિગૃહ( શાન્તિકર્મ કરવાનું સ્થાન )ની ભીંત આગળ અવાજ કરજે. ત્યાં ભોંયરામાં મારી મ્હેન રહે છે, તેને આ તલવાર આપજે. તે તારી પત્ની થશે અને તું મારા સર્વ દ્રવ્યને તથા તે લાંચરાના સ્વામી થઇશ. ગાઢ પ્રહારને લીધે મારા જીવનની તેા હવે આશા નથી.” પછી હું તલવાર લઈને સ્મશાનની નજદીકમાં આવેલા શાન્તિગૃહ પાસે ગયા. ત્યાં મેં શબ્દ કર્યો, એટલે તે ભવનમાંથી વનદેવતા જેવા દર્શનીય રૂપવાળી ભવનવાસી સુન્દરી નીકળી. તેણે મને પૂછ્યું, “ તમે કયાંથી આવા છે ? ” એટલે મેં તેને તલવાર આપી. વિષાદયુક્ત વચન અને હૃદયવાળી તથા પેાતાના શાક છુપાવતી તે મને સંભ્રમપૂર્વક શાન્તિગૃહમાં લઇ ગઈ અને આસન આપ્યું. ખૂબ વિશ્વાસ પડ્યા હાય એવું વન બતાવવામાં કુશળ એવા હું શંકાપૂર્વક તેનું ચિત્ર અવલેાકવા માંડ્યા. ક્રૂર હૃદયવાળી તે મારા માટે શય્યા તૈયાર કરવા માંડી અને મને કહ્યુ, “ અહીં આરામ લ્યે. ” પછી નિદ્રા લેવાના ઢોંગ કરીને હું ત્યાં ગયા. એનુ ધ્યાન અન્યત્ર હતુ એવે વખતે ત્યાંથી ઊઠી અન્ય સ્થળે જઇ છુપાઇને ઊભે રહ્યો. પછી તે શય્યા ઉપર પહેલાંથી જ તૈયાર કરી રાખેલા યંત્રમાંથી તેણે શિલા પાડી અને પલંગના ચુરા થઇ ગયા. સંતુષ્ટ થયેલી તે પણ મેલી, હાશ! મારા ભાઇના ઘાતકને મેં માર્યા ! ” એટલે દેાડીને તેના ચેટલે પકડીને હું મેલ્યા, “ દાસી ! કહે, કાણુ મને મારનાર છે ? ” આમ કહેતાં ‘હું તમારી શરણાગત છું’ એમ કહીને તે મારા પગે પડી. સ્ત્રીઓને સ્વાભાવિક એવા ભયથી વિર્તુળ તેને મેં આશ્વાસન આપ્યું કે ‘ડરીશ નહીં”. પછી તેને લઈને હું દરખારમાં ગયા અને ત્યાં રાજાને બનેલી બધી હકીકત કહી. તે ચારના મૃત શરીરને પણ રાજાએ મેકલેલા નગરજનાએ જોયું. એની વ્હેનને રાજકુલમાં દાખલ કરવામાં આવી. લેાકેાનુ ચેરાયેલું દ્રવ્ય તેમને પાછું અપાવવામાં આવ્યું. પછી રાજાએ અને પ્રજાએ મારા સત્કાર કર્યો. આ પ્રમાણે પૂજા-સત્કારથી જેને વૈભવ મળ્યા છે તથા જેને માટે જયશબ્દ થાય છે એવા હું એ નગરમાં રહેવા લાગ્યા. અગડદત્તનું શ્યામદત્તાની સાથે સ્વદેશગમન શ્યામદત્તાની અંગસેવિકા તથા સ્ફૂર્તી સગમિકા નામની યુવાન છેાકરી હતી. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy