SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ નવમો [દમયંતીનું એકાગ્રચિત્તે નળનું નિરીક્ષણ ] J હરણના જેવી નેત્રવાળી દમયંતીને લાંબે, વક, સ્નિગ્ધશ્યામ, આંતરારહિત ને મૃદુ : -- -- કેશપાશ આંબેડો ) સર્પની લીલાને કરતો હતો, અર્થાત તેણીને અંબોડો સપના જેવા આકારવાળો હતો. ઉજજવળ રેશમી વસ્ત્રથી ઢંકાયેલા કેશને પ્રાંતભાગ પુષ્પસમૂહથી વ્યાપ્ત હતું તે જાણે કે શરદઋતુના વાદળાથી આચ્છાદિત થયેલ ચંદ્ર રાહથી ઘસાયો હોય તેમ દેખાતો હતો. તેના ભાલસ્થલમાં રહેલ તિલક ઊગતા અરૂણની શોભાને ધારણ કરે છે, જેની નજીકમાં રહેલ અંબોડો રાત્રિની જેમ દૂર થઈ ગયો જણાય છે. (અરુણ ઉદય પામે ત્યારે રાત્રિ ચાલી જાય છે. કબરી એટલે વેણી, અંબેડે, કબરીકાળી રાત્રિ.) મુખરૂપી અમૃતકુંડની હમેશને માટે રક્ષા કરવાને માટે, ડોકિયું કરવાના બહાનાથી સર્ષ પિતે જ તેણીના કંઠને સેવે છે–કંઠની આસપાસ રહે છે. આ પ્રમાણે તેણીનો દેહ અતિમનોહર હોવા છતાં આ એક મોટો દેષ છે કે સેંકડો વર્ષ પર્યત જેનારને કદી તૃપ્તિ થતી નથી. જે કદાય ઇંદ્રની માફક હજાર નેત્રો હોય અને તેમાં પણ નેત્રને મીંચવારૂપી અંતરાય ન હોય, વળી મનુષ્યને અમર્યાદિત જીવન હોય તો પણ એવી કઈ વ્યક્તિ છે કે જે દમયંતીને જોઈને તેના સ્વરૂપને પાર પામી શકે? “હે સ્વામી કામ દેવ! તમને હું નમસ્કાર કરું છું. મારી પર દયા કર. આ સામે કોણ દેખાય છે? તું સાચે સાચું કહે. શું આ દમયંતી છે? ખરેખર હું ચક્કસ પ્રકારે હણાયો છું તેણીનું આવા પ્રકારનું કુળ, શીલ ને રૂપવિભાવ તેમજ મારા પ્રત્યેનો પ્રેમ પ્રત્યક્ષ નિહાળીને મારી કઈ ગતિ થશે! હું કઈ રીતે કાર્ય કરી (સાધી) શકીશ ?” આ પ્રમાણે અદશ્ય રહેલા નળ માનસિક વિચારો કરી રહ્યો હતો તેવામાં દૂરથી આવેલા પ્રાણવલભના સમાગમનું જાણે સૂચન કરતું હોય તેમ દમયંતીનું વામ(ડાબું) નેત્ર વિહ્વળ માણસની માફક ફરકયું, એટલે જેમ મલયાચલના પવનથી આલિંગન કરાયેલ માધવી લતાઓને જેમ સર્વાગે અત્યંત પલવલાસ થાય તેમ ફરકેલા ડાબા નેત્રવાળી દમયંતીને નિહાળીને નેત્રને અદશ્ય એવા નળના સમી૫૫ણાથી સખીઓને અપૂર્વ રોમાંચ થે. પછી કોઈપણ પ્રકારને શરીરકંપને અટકાવીને રાજાઓને વિષે તિલક સમાન નળરાજા, દમયંતીના સખી. સમૂહની વચ્ચે અચાનક પ્રગટ થયે, તે જાણે કે કુમુદિનીના વનમાં નૂતન ચંદ્રની જે જણાવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy