SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ દશમે. કર્ક : [દમયંતીએ નળના સ્વરૂપને જોઈ કરેલ પ્રશંસા.] shix Dowારxxબઝ # યથથી ભ્રષ્ટ થવાને લીધે ભયભીત બનેલ હરણીઓ સરખી ને આશ્ચર્ય પામેલી Review vieતે સખીઓએ સૌમ્ય ને વિકસિત નેત્રવાળા નળને પિતાની સમક્ષ છે અને તેને જોયા બાદ તેની દષ્ટિ સાથે પિતાની નજર મેળવવાને તેઓ શક્તિમાન થઈ શકી નહીં, અર્થાત્ નળને જોઈને સખીઓ શરમાઈ ગઈ. કામદેવ સરખા નળને પિતાની સન્મુખ જોઈને અન્ય સ્ત્રીઓને શરમ વગેરે ભાવો પ્રગટયા ને પિતાની જાતને પણ તેઓ ભૂલી ગઈ. રોમાંચરૂપી બખ્તરથી વ્યાપ્ત ને મહાસક્ત સખીઓને તે સમરત સમૂહ નળવડે ક્ષુબ્ધ બની ગયે-ગભરાઈ ઊઠે. શાંત આકૃતિવાળા તેમજ અસાધારણ શક્તિવાળા નળને જોઈને ચતુર એવી તેણીઓએ, પહેરેગીર આવી જવાની શંકાથી, બૂમાબમ ન કરી. આનંદને માટે રાખવામાં આવેલા મૃગ, મયૂર, કેયલ ને પિપટ વિગેરે પણ નળરાજાને જોવાથી જાણે ચિત્રમાં આલેખાયેલા હોય તેમ ક્ષણમાત્ર સ્તબ્ધ થઈ ગયા-શાન્ત થઈ ગયા. દમયંતીની કામદેવને આધીન બનેલી, સફેદ કેવડાના પત્રના ઉપહાર (ભેટ) સરખી દષ્ટિ તેના પર પડી, અર્થાત્ પિતાની દષ્ટિથી નળને નિરખે. તે સમયે બંનેની દ્રષ્ટિથી જાણે ફેંકાયેલ હોય તેવા કામદેવના બાણેએ બંનેના અંગેને આરપાર છેદી નાખ્યા-બંને કામદેવના શરથી વીંધાયા. દમયંતીએ પ્રથમ તો તેને નળ તરીકે માનીને જે, પણ તરત જ તેને સંશય થયે. નળે પણ તેને વિષે પિતાનું મન આસક્ત બતાવ્યું પણ તરત જ તે દૂત બનીને આવ્યું હોવાથી મનને વાળી લીધું. નળને જોવાથી દમયંતી જાણે પરમ બ્રહ્મમાં લયલીન બની ગઈ હોય, અમૃતસાગરમાં ડૂબી ગઈ હોય તેમ તન્મય બની ગઈ. “મારા નેત્રના કેટલાક પુણ્યને કારણે દષ્ટિગોચર થયેલા, પ્રાણથી પણ અધિક પૂજ્ય અને નવીન અતિથિરૂપ તમને સ્વાગત હો ! જગતના લોકોને નેત્રોનું ફળ આપનાર છે અતિથિ ! કન્યાને આચાર આપ સમજે. પ્રથમ દર્શને જ અમારા ચિત્તને વશ કરનાર આપ, ક્ષેત્રકાળને ઉચિત આ મારા આસન પર કેમ બેસતા નથી ? કઈ મહાન કાર્યને માટે બીજી બાજુ જવાની આપની ઈચ્છા હોય તો પણ અયોગ્ય એવા આ સ્થાનમાં આપ ક્ષણમાત્ર વિશ્રામ કરો. કેઈના આગ્રહથી મહામૂલ્યવાન વસ્તુ પણું અપાય છે, તે અમને આપને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy