SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ you .00000000000000000000000000 ? સર્ગ આઠમે રૂ૦૦ , છે | [ દૂતકાર્ય માટે નળ દમયંતીના અંતઃપુરમાં પ્રવેશ ]. مرغداریفرفارمحالیف 3 વિશ્વનું કલ્યાણ કરનાર તેમજ પ્રતિજ્ઞાના ભારને વહન કરનાર નળરાજાએ દમ mm —યંતીના મુખદર્શનને જ વિશ્રાંતિનું સ્થાન માન્યું. “જે દમયંતી મારા શ્રેષ્ઠ દૂતપણાને સફળ બનાવે તે” આવા પ્રકારની તેની માનસિક ચિંતાથી દેવોનું કાર્ય તેનું પોતાનું જ કાર્ય બની ગયું. પછી દમયંતીને ભેટશું આપવા માટે નળે પુષ્કરાક્ષ મંત્રીની સાથે પિતાના મુંજ નામના મંત્રીને રત્નાભરણને ડાબલે લઈ મેકલ્યા. તેઓના આવવાની રાહ જોતો અને મહેલના શિખર પર બેઠેલે નળ કુંડિનપુરના જવા-આવવાના માર્ગો જેવા લાગ્યું. પિતાના પંડિત એવા શ્રતશીલ નામના મંત્રીને નળે કંઈપણ ન પૂછતાં દૂતપણાના કાર્યને નિર્ણય પોતે જ કરી લીધે. આ બાજુ દમયંતીએ આપેલા આભૂષણેથી જાણે જુદા જ સ્વરૂપવાળ બન્યું હોય તેવા મુજ મંત્રીએ ભાવને જાણવાવાળા નળને વિજ્ઞપ્તિ કરી કે–“હે સ્વામિન! દ્વારને ઓળંગી ગયેલા તેમજ બહાર રાકેલા પરિવારવાળા મને, સામે આવેલી કેશિની (વિદ્યાધરપુત્રી) ચંદ્રશાલા(અગાસી)માં લઈ ગઈ. જો કે તેમના વડીલ તરફથી મને મળવા માટે સ્પષ્ટ આજ્ઞા મળવા છતાં તમારા પ્રત્યેના નેહને લીધે પડદામાં જ રહેલી દમયંતીએ મારા પ્રણામ સ્વીકાર્યા. વજ, વૈદુર્ય, ગદા, ચક્ર અને કર્કતન વગેરે રત્નોના ગુણેને તેમજ તે આભૂષણોના જડતર કાર્ય તેમજ ગૂંથનકાર્યને તે વખાણવા લાગી. ને આભૂષણોના ઘડતર કાર્ય સંબંધમાં ઝવેરીઓને પૂછવા લાગી. સખીઓને તે આભૂષણે દેખાડયા અને તરતજ તેણે પોતે તે પહેરી લીધા. બાદ મને પણ સર્વ અંગના આભૂષણે આપીને, કેશિની દ્વારા મારું સ્વાગત કરાવીને, યાનામાં મને બેસારીને મને વિદાય આપી. એવામાં હું ઊભું થયે તેવામાં પડદામાંથી બહાર આવેલી દમયંતીની સખીઓને વિવિધ પ્રકારને મંગળ ગીતવનિ થવા લાગ્યું.” પછી પિતાના સંક૯પને હૃદયમાં ગોપવીને નળરાજા લેકપાલના કાર્ય માટે કુંડિનપુર તરફ ચાલી નીકળ્યા. અદશ્યરૂપે નગરમાં પ્રવેશ કરતા મહાબલિષ્ઠ નળવડે જાણે દમયંતીના પ્રાણે જ દાખલ થતાં હોય તેવું સ્પષ્ટ આચરણ કરાયું. સ્વયંવર પ્રસંગે આવેલા રાજાઓના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy