________________
સર્ગ પાંચમો.
[ કે નળને દમયંતી નિમિત્તે પિતાને દૂત બનવાનું કરેલ સૂચન: નળની મનોવ્યથા: લોકપાલના આગ્રહથી દૂતપણને કરેલ સ્વીકાર.]
U૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૭૭૦૦૪
છે નળરાજાના આવા વચનથી અંત:કરણમાં પ્રમોદ પામવા છતાં ઇદ્ર પિતાના ë
Êદુષ્ટ અભિપ્રાયન (સ્વાર્થને) ત્યાગ કર્યો નહિં, કારણ કે વાચકજને સ્વદેષ જોનારા હોતા નથી. દમયંતીને વરવાની ઈચ્છાવાળા રૂપશાળી અને પિતાની પાસે હાજર થયેલા નળરાજાને છેતરવા માટે ઈ મનમાં વિચારણું કરીયુક્તિ રચી. એક જ વસ્તુને ચાહનારાઓ વચ્ચે શું પરસ્પર દ્વેષ હેતે નથી? પારકાના ઉત્કર્ષપણાને સહન કરવું એ સજજનો માટે પણ મુશ્કેલ છે. સૂર્યના કિરણ દ્વારા સંતાપ પામેલા સૂર્યકાન્ત મણિએ પણ હૃદયમાં બળ્યા જ કરે છે–પોતે પણ તપી જાય છે. પોતે ઉત્તમ હોવાને કારણે છુપાવેલ દ્રષવૃત્તિવાળા ઈંદ્ર બાહ્ય વર્તનથી તો નળરાજા પ્રત્યે સરલભાવ બતાવ્યો. ખરેખર બાઢા ચેષ્ટા-આડંબર-વર્તન એ ઝેરી કટારી સમાન છે. ઘાસવડે ઢંકાયેલ કૂવાઓ દ્વારા, મધથી ખરડાયેલ-લેપાયેલ તરવારવડે અને અત્યંત શાન્ત સ્વભાવવાળા દેખાતા જુગારીવડે કાણુ દુર્દશાને પ્રાપ્ત થતું નથી ? અથૉત્ એ ત્રણ વસ્તુ દ્વારા સો કેઈ છેતરાય છે. સમયને જાણનાર ઇદ્ર, દિપાળ તરફ જોઈને મધુર વાણીથી નળરાજને તેના કુશળ સમાચાર પૂછળ્યા અને કહ્યું કે-“હે રાજન ! તમે સર્વ સ્થળે વિજયવંત છે ને ? તારા સાતે અંગે કયાણકર છે ને ? હે નળરાજ ! આ યમદેવ, તેજસ્વી અગ્નિદેવ, પશ્ચિમ દિશાને સ્વામી આ વરુણ અને હું તારી પાસે આવ્યા છીએ. સ્વકાર્યની સિદ્ધિ માટે અત્યંત ઉત્સુકતાવાળા અમો બધા તારી મદદની આશા રાખીને સ્વર્ગલોકથી પૃથ્વીપીઠ પર આવ્યા છીએ. હે રાજેઅગાઉથી જ અમે બધા તને જાણીએ છીએ. કારણ કે ગાંધે અને ચારણષિઓ તારી યશોગાથા હંમેશાં ગાઈ રહ્યા છે. એટલા ખાતર જ આ અપૂર્વ પૃથ્વીતલને વિષે અમે તને એકને જ પસંદ કર્યો છે. હે રાજન ! જે તું આ કાર્ય કરવાનું સ્વીકારે તો અમે તને એક કાર્ય સોંપવા માગીએ છીએ.”
ઇંદ્ર આ પ્રમાણે જણાવવાથી કોઈ પણ કાર્ય કરાવવાની ઈચ્છાવાળા તેઓને જાણ નળ કાર્યના રહસ્યને વિચારીને પિતાના અંતઃકરણમાં અત્યંત પ્રમોદ પામે, “આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org