SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ **................................ Jain Education International સ બીજો = 79+++++++ [ ઇંદ્ર અને નારદ વચ્ચે વાર્તાલાપ ] કુંડનપુર જવાની ઇચ્છાવાળા નળરાજા જેટલામાં નાઁદા નદીના કિનારા પર જ ==~.પડાવ નાખીને રહ્યો તેટલામાં તે સમયે નારદ મુનિ ઇંદ્રને મળવાને માટે હિમાચળ પર્વત પર ગયા, એટલે દૂરથી આવતા એવા નારદ મુનિને ઇંદ્રે જોઇ લીધા; કારણ કે રાજા સર્વ સ્થળે જોનાર હાય છે અને તેમાંય ઇંદ્ર તેા હજાર નેત્રવાળા હાઇને વિશેષ પ્રકારે જોઇ શકે. શાન્ત રસ, શૃંગાર રસ, હાસ્ય રસ, અદભુત રસ અને રૌદ્ર રસની પ્રતિકૃતિ સરખા નારદ મુનિએ દેવાના હૃદયમાં એક સાથે અનેક રસે પ્રગટાવ્યા. પછી નજીકના આસન પર બેઠેલા નારદમુનિની પૂજા-અર્ચા કરીને, બીજાઓનેા કાળાહળ-ધ્વનિ નીવારીને ઇંદ્રમહારાજે વિનયપૂર્વક તેમને કહ્યું કે- હૈ તપસ્વી મુનીશ્વર ! આપના દ’નથી હું આજે અત્યંત ખુશી થયા છું, કારણ કે આપની હાજરીમાં આ મારું હૃદય જાણે નાચતુ હાય તેમ જણાય છે. જેને જોઇને પ્રાણીઓના મનની શાન્તિ થાય તે જ દેવા છે, તે જ તીર્થો છે, તે જ ગુરુ છે અને તે જ આગમ અર્થાત્ સિદ્ધાન્ત છે. હું પૂજ્ય ! અત્યારે આપ કયાંથી મારી પાસે આવી ચઢ્યા તે કહેા. હું નારદમુનિ ! પવનની પેઠે આપ સર્વત્ર પથેવિદ્વારી છે. અર્થાત આપ ગમે ત્યાં ઇચ્છાપૂર્વક વિચરી શકે છે. હુ સ્વામિન્! હ ંમેશાં ઇચ્છાપૂર્વક વિચરતા આપ જગતના સમસ્ત વૃત્તાંતને જાણેા છે તે આ મૃત્યુલેાક સબંધેના મારા એક સશય આપ દૂર કરા. હે નારદજી ! વિશ્વના દરેક યુદ્ધોમાં આપ સાક્ષી રહ્યા છે. તેથી આપને પૂછું છું કે-પૃથ્વી પર કોઇ નવું યુદ્ધ થવાનુ કારણુ જણાય છે ખરું? રાજાઓના વંશમાં જન્મેલા રાજકુમારા શું આ પૃથ્વીપીઠ પર નથી ? શું આ પૃથ્વી વીરપુરુષ રહિત અગર તેા વધ્યા બની ગઇ છે ? કારણ કે રંગરાગમાં—ભાગવિલાસામાં મસ્ત બનેલાની માફ્ક રાજાએ અત્યારે ભાગ્યહીન સ્ત્રીની સરખી સ્વર્ગ લક્ષ્મીની ઈચ્છા કરતા નથી. યુદ્ધને ચાહનારા વીરપુરુષા પેાતાના પ્રાણાને તણખલાની તુલ્ય ગણે છે. રણમેદાનમાં-યુદ્ધભૂમિમાં બે જાતના લાèા-ફાયદાઓ સમાયેલા છે, જો જીતે તા સ્વામીનુ` કા` સિદ્ધ થાય છે અને મરે તા સ્વર્ગપ્રાપ્તિ થાય છે. હાડ--ચામની કાયાને ત્યજી દીધેલા, મૃત્યુ પામેલા અને દિવ્ય-દેવતાઇ શરીરને પ્રાપ્ત કરનારા કરાયા સુભટાનુ હું હુંમેશાં અગાઉ આતિથ્ય-આદરસત્કાર કરતા આવ્યે છું; પરન્તુ અત્યારે જાણે હું હત્યા કરનારા બન્યા હાઉં તેમ તેએ વીર સુભટા મારી પાસે આવતા નથી તેથી હું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy